જીલોંગના વિકાસ, લાંબી મુદતના પેરેન્ટ્સ વિસા સહિતના મુદ્દા પર ચૂંટણી લડતા લિબરલ પાર્ટીના ઉમેદવાર મનીષ પટેલ

Corio Liberal candidate Manish Patel

Corio Liberal candidate Manish Patel Source: Supplied by: Manish Patel

ઓસ્ટ્રેલિયન કેન્દ્રીય રાજકારણમાં વિક્ટોરીયાની કોરિયો સીટ પર લેબર પાર્ટી વિજય મેળવતી રહી છે પરંતુ 21મી મેના રોજ યોજાનારી ચૂંટણીમાં લિબરલ પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવનારા મનીષ પટેલના જણાવ્યા પ્રમાણે, વર્તમાન સાંસદ રીચાર્ડ માર્લ્સ સામે વિજય મેળવવાની તક છે. મનીષ પટેલે ચૂંટણીના પડકારો, કોરિયો વિસ્તારના પ્રશ્નો, માઇગ્રેશન તથા પેરેન્ટ્સ વિસા જેવા મુદ્દાઓ પર SBS Gujarati સાથે વાત કરી હતી.


ઓસ્ટ્રેલિયન કેન્દ્રીય ચૂંટણી 2022માં વિક્ટોરીયાની કોરિયો સીટ પર એક નજર...

  • વિક્ટોરીયાની કોરિયો સીટ પર વર્તમાન સમયમાં લેબર પાર્ટીના રીચાર્ડ માર્લ્સ સાંસદ છે. 
  • અત્યાર સુધી કોરિયો બેઠક પર તમામ ચૂંટણીમાં લેબર પાર્ટીનો વિજય થયો છે.
  • કેન્દ્રમાં સત્તા ધરાવતી લિબરલ પાર્ટી તરફથી મનીષ પટેલ કોરિયો બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
કોરિયો સીટ વિશે વધુ માહિતી મેળવો.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share