ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી

Diwali.jpg

પરીવારજનો સાથે દિવાળીની ઉજવણી કરતા ઓસ્ટ્રેલિયાવાસીઓ

અહેવાલ સાંભળવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


દિવાળી એટલે ખુશીનો તહેવાર, ઉજવણી આનંદ અનેઉલ્લાસનો તહેવાર. પરદેશમાં દિવાળીની મજા કંઇક અલગ જ હોય છે. ઓસ્ટ્રેલિયામાં દિવાળીના દિવસોમાં ઠેરઠેર દિવાળી મેળાનું આયોજન થાય છે. આ મેળાઓમાં લોકોએ પરીવારજનોની સાથે ખાણીપીણીથી માંડીને નૃત્ય, હાસ્યરસ અને ગરબાની મજા માણી હતી.

સિડનીના નિરિમ્બા ફિલ્ડ્સ ખાતે ફેન્ટમ સ્ટ્રીટમાં રહેતા ભારતીય સમુદાયના પરિવારો તેમના ઘરને દિવાળી નિમિત્તે રોશનીથી શણગારે છે. સ્ટ્રીટમાં રહેતા તેલુગુ, મરાઠી, પંજાબી, ગુજરાતી, તમિલ, બંગાળી સમુદાયના પરિવારો બ્લેકટાઉન સિટી કાઉન્સિલ દ્વારા યોજાતી સ્પર્ધામાં ભાગ લેવા માટે તેમના ઘરને દિવાળીના ઘણા દિવસો અગાઉથી જ શણગારવાનું શરૂ કરી દે છે.

ફેન્ટમ સ્ટ્રીટના રહેવાસી કપિલ જોશીએ જણાવ્યું હતું કે, સ્ટ્રીટમાં રહેતા મોટાભાગના પરિવારો તેમના ઘરને રોશનીથી શણગારે છે અને બધા જ પરિવારો દિવાળીની ઉજવણીમાં હર્ષોલ્લાસથી ભાગ લે છે.

અન્ય રહેવાલી ગૌરવે જણાવ્યું હતું કે, તમામ પરિવારો દિવાળીના ઘણા દિવસો અગાઉથી ઘરને રોશનીથી શણગારવાની તૈયારીમાં લાગી જાય છે.

સિડનીના નિરિમ્બા ફિલ્ડ્સ ખાતે આવેલી ફેન્ટમ સ્ટ્રીટની દિવાળી નિમિત્તે એક ઝલક જુઓ.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી  પરથી માણી શકો છો.

YouTube ચેનલ પર, SBS Gujarati  ને ફોલો કરો.

તમે પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે  પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share