જ્યારે ધોનીએ સિક્સર ફટકારી અને ભારતે 28 વર્ષ બાદ વર્લ્ડ કપ જીત્યો!
Source: AAP Image/AP Photo/Kirsty Wigglesworth/Gurinder Osan
ભારત છેલ્લે વર્ષ 2011માં એટલે કે 8 વર્ષ પહેલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું હતું. ફાઇનલમાં ભારતે શ્રીલંકાને હરાવ્યું હતું. તે મેચમાં બીસીસીઆઇના ઓફિશિયલ સ્કોરર તરીકે ફરજ બજાવી રહેલા તુષાર ત્રિવેદીએ મેચ પહેલા અને, જ્યારે કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ સિક્સર ફટકારીને ભારતને 28 વર્ષ બાદ વર્લ્ડ કપ જીત્યાડ્યો તે પછી સ્ટેડિયમ અને મુંબઇનો માહોલ કેવો હતો તે અંગે SBS Gujarati સાથે વાત કરી હતી.
Share