ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ વાર્ષિક આવક મેળવતા ટોપ-10 વ્યવસાયો જાહેર

Committee recommends Australian federal government conduct a review of the Priority Migration Skilled Occupation List

Top-10 highest earning occupations in Australia. Source: Getty / Getty Images

ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ વાર્ષિક સરેરાશ આવક મેળવતા વ્યવસાયોમાં પ્રથમ ક્રમે સર્જનને સ્થાન મળ્યું, વર્ષ 2020-21માં સર્જનની આવક 457,281 રહી. આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા 5 વ્યવસાયોને ટોચના 10 માં સ્થાન આપવામાં આવ્યું.


ઓસ્ટ્રેલિયન ટેક્સેશન ઓફિસ દ્વારા ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ કમાણી કરતા વ્યવસાયોની યાદી જાહેર કરવામાં આવી છે.

આ યાદીમાં વર્ષ 2020-2021 દરમિયાન સૌથી વધારે ટેક્સ આધારિત વાર્ષિક આવક મેળવનારા વ્યવસાયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઓસ્ટ્રેલિયન ટેક્સેશન ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, દેશમાં સૌથી વધુ કમાણી કરતા વ્યવસાયોમાં આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલા વ્યવસાયોનો સમાવેશ થાય છે.
જેમાં સર્જન, એનેસ્થેટિસ્ટ, ઇન્ટર્નલ મેડિસીન સ્પેશ્યાલિસ્ટ, ફાઇનાન્સિયલ ડિલર, સાઇકિયાટ્રીસ્ટ, માઇનિંગ એન્જીનિયર જેવા વ્યવસાયો ટોચના સ્થાને છે.

વર્ષ 2020-21માં ઓસ્ટ્રેલિયામાં 4157 સર્જનની વાર્ષિક કમાણી 457,281 ઓસ્ટ્રેલિયન ડોલર જેટલી હતી.

બીજા ક્રમે એનેસ્થેટિસ્ટ છે. વર્ષ 2020-21માં ઓસ્ટ્રેલિયામાં 3479 એનેસ્થેટિસ્ટની કમાણી 426,894 ડોલર જેટલી રહી હતી.
Top ten occupations.jpg
Credit: ATO
ત્રીજા ક્રમે ફાઇનાન્સિયલ ડીલરનો સમાવેશ થયો છે. ઓસ્ટ્રેલિયાના 4761 જેટલા ફાઇનાન્સિયલ ડીલરની વાર્ષિક આવક 341,798 ડોલર રહી હતી.

વર્ષ 2020-21 દરમિયાન ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ આવક મેળવતા ટોચના 10 વ્યવસાયોની વિગતો મેળવીએ તો,

વર્ષ 2020-21 માં ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ કમાણી કરતા વ્યવસાયોની યાદી
વ્યવસાયવ્યવસાયિકો સરરેારાશ આવક
સર્જન4157457,281
એનેસ્થેટિસ્ટ3479426,894
ફાઇનાન્સિયલ ડીલર 4761341,798
ઇન્ટર્નલ મેડિસીન સ્પેશ્યાલિસ્ટ10,055334,267
સાઇકિયાટ્રીટ3071270,412
અધર મેડિકલ પ્રેક્ટિશનર્સ28,947251,722
માઇનિંગ એન્જીનિયર9127196,178
જ્યુડિશીયલ - અધર લિગલ પ્રોફેશનલ્સ4025193,388
ચીફ એક્સીક્યુટીવ ઓફિસર - મેનેજીંગ ડિરેક્ટર224,015177,506
ફાઇનાન્સિયલ ઇન્વસ્ટમેન્ટ એડ્વાઇઝર20,268169,608

સૌથી વધુ કમાણી કરતા ઓસ્ટ્રેલિયાના ટોચના 10 વ્યવસાયોમાં આરોગ્ય ક્ષેત્રના 5 વ્યવસાયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આરોગ્ય સેવા સિવાયના અન્ય વ્યવસાયોમાં ફાઇનાન્સિયલ ડીલર, જ્યુડિશીયલ - અધર લિગલ પ્રોફેશનલ્સ, માઇનિંગ એન્જીનીયર, ચીફ એક્સીક્યુટીવ ઓફિસર - મેનેજીંગ ડિરેક્ટરને સ્થાન મળ્યું છે.

આ યાદીમાં સૌથી વધારે વ્યવસાયિકોની સંખ્યા ચીફ એક્સીક્યુટીવ ઓફિસર અને મેનેજીંગ ડિરેક્ટરની છે.

વર્ષ 2020-21માં ઓસ્ટ્રેલિયામાં 224,015 વ્યવસાયિકો કોઇ સંસ્થામાં સીઇઓ અથવા મેનેજીંગ ડિરેક્ટર તરીકે કાર્યરત હતા.

તેમની વાર્ષિક કમાણી 177,506 ડોલર જેટલી રહી હતી.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share