સિડનીના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં એક ગરમ કારમાં લાંબા સમય સુધી બેસી રહેવાના કારણે એક 3 વર્ષીય બાળકનું મોત નીપજ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
એબીસીમાં પ્રસિદ્ધ અહેવાલના જણાવ્યા મુજબ, પોલિસે આ ઘટના ગુરુવારે બપોરે 3 વાગ્યે ગ્લેનફિલ્ડ રેલ્વ સ્ટેશન પાસે બની હોવાની માહિતી આપી હતી.
બાળકને જ્યારે કારમાંથી બહાર લાવવામાં આવ્યો ત્યારે તે હલનચલન કરી રહ્યો નહોતો અને પેરામેડીક્સની મદદ લેવામાં આવી હતી.
જોકે, તે બાળકને બચાવી શકાયો નહોતો.
પોલિસે નિવેદનમાં જણાવ્યું હતું કે, કેમ્પબેલટાઉન સિટી પોલિસ એરિયા કમાન્ડના ઓફિસરને એક બાળક આખો દિવસ કારમાં બેસી રહ્યું હોવાની જાણકારી પ્રાપ્ત થઇ હતી.
કારનો માલિક, તે બાળકનો પરિચિત હતો, તે કાર પાસે આવ્યો ત્યારે તેણે એલાર્મ વગાડ્યું હતું.
ઘટના બાદ તેને કેમ્પબેલટાઉન સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો.
જ્યાં પોલિસે તેની પૂછપરછ કરી હતી.
પોલિસે તે કારની આજુબાજુના વિસ્તારને બંધ કરીને કારની તપાસ કરી હતી.
ઘટનાથી વ્યાકુળ થયેલી તે વ્યક્તિ નીચે બેસેલી જોવા મળી હતી. જ્યાં અન્ય લોકોએ તેને સંભાળી હતી.
એબીસીમાં પ્રસિદ્ધ રીપોર્ટ અનુસાર તે વ્યક્તિ બાળકનો પિતા હોવાનું મનાય છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં સિડનીમાં ભારે ગરમી પડી રહી છે અને, ગુરુવારે ગ્લેનફિલ્ડ વિસ્તારનું તાપમાન લગભગ 34 ડિગ્રી જેટલું રહ્યું હતું.
ઘટના બાદ પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.