પ્રખ્યાત ઇન્વેસ્ટમેન્ટ બેન્ક સિટીગ્રૂપ તેના એક સિનીયર ટ્રેડરને સ્ટાફ કેન્ટીનમાંથી ખાદ્યસામગ્રી ચોરવાના આરોપસર સસ્પેન્ડ કર્યો હોવાના અહેવાલ મળ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, ટ્રેડર પારસ શાહ, સિટીબેન્કમાં નોકરી કરે છે અને વાર્ષિક લગભગ 1 મિલીયન યુરોથી પણ વધારેની આવક મેળવે છે. તેમના પર સ્ટાફ કેન્ટીનમાંથી સેન્ડવીચની ચોરી કરવાનો આરોપ લાગ્યો છે.
ત્યાર બાદ કંપનીએ તેમને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.
વિવિધ સમાચાર એજન્સી અને અખબારમાં છપાયેલા રીપોર્ટ્સ પ્રમાણે, 31 વર્ષીય શાહ સિટી બેન્કના લંડન ખાતેના કેનરી વ્હાર્ફમાં આવેલા હેડક્વાર્ટરમાં કાર્ય કરે છે જ્યાં તેમના પર ચોરીનો આરોપ લાગ્યો છે.
જોકે, કેટલી વખત આ પ્રકારની ઘટના બની છે તે જાણી શકાયું નથી.
ઉલ્લેખનીય છે કે તેમને બોનસ સિઝન અગાઉ જ તેમની ગેરવર્તણૂકના કારણે બેન્કમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ના જણાવ્યા પ્રમાણે, તેમની નોકરી ઘણી ઉચ્ચ કક્ષાની હતી. તેમની લીન્ક્ડઇન પ્રોફાઇલના જણાવ્યા પ્રમાણે તેમણે વર્ષ 2010માં યુનિવર્સિટી ઓફ બાથમાંથી ઇકોનોમીક્સની ડીગ્રી મેળવી હતી.
ત્યાર બાદ તેઓ એચએસબીસીમાં ફીક્સ ઇન્કમ ટ્રેડીંગ ડીવિઝનમાં જોડાયા હતા જ્યાં તેમણે સાત વર્ષ સુધી નોકરી કરી હતી અને ત્યાર બાદ તેઓ વર્ષ 2017માં સિટીબેન્કમાં જોડાયા હતા.
તેઓ યુરોપના સૌથી મોંઘા ક્રેડિટ ટ્રેડર્સમાં નિષ્ણાત છે અને તે યુરોપ, મધ્ય પૂર્વ અને આફ્રિકા માટે બોન્ડનું ટ્રેડિંગ કરતા વિભાગના વડા હતા.
અગાઉ બનેલા કિસ્સા
આ પ્રથમ વખત નથી કે કોઇ હાઇ-પ્રોફાઇલ નોકરીકર્તા દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવી હોય. અગાઉ વર્ષ 2014માં પણ બ્લેકરોક ડીરેક્ટરર જોનાથન પૌલ બુરોસને લંડનની ટ્રેન ટિકીટ નહીં ખરીદવાના આરોપસર તેમને સર્વિસમાંથી પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા.