દરિયાઇ માર્ગે ઓસ્ટ્રેલિયા આવ્યા બાદ નવ વર્ષથી ઓસ્ટ્રેલિયન પર્મેનન્ટ રેસીડેન્ટ તરીકે રહેતા માઇગ્રન્ટ્સે ઓસ્ટ્રેલિયન ડ્રાઇવર લાયસન્સ મેળવવા માટે વિદેશનું ખોટું લાયસન્સ દર્શાવ્યું હતું. જે પકડાઇ જતા તેની ઓસ્ટ્રેલિયન સિટીઝનશિપની અરજી રદ કરવામાં આવી છે.
26 વર્ષીય અલી હૈદરીને સપ્ટેમ્બર 2010માં ઓસ્ટ્રેલિયન પર્મેનન્ટ પ્રોટેક્શન વિસા મળ્યા હતા. તે ફેબ્રુઆરી 2010માં દરિયાઇ માર્ગે ઓસ્ટ્રેલિયા આવ્યો હતો.
અફઘાનિસ્તાનના નાગરિક હૈદરીએ નવેમ્બર 2014માં ઓસ્ટ્રેલિયન સિટીઝનશિપ માટે અરજી કરી હતી. જે એક જ મહિનામાં સ્વીકારાઇ ગઇ હતી. પરંતુ, ઓગસ્ટ 2017માં, તેની સિટીઝનશિપની અરજી રદ કરી દેવામાં આવી હતી.
હૈદરીએ ઓસ્ટ્રેલિયન ડ્રાઇવર લાયસન્સ મેળવવા માટે અઘાનિસ્તાનનું નકલી ડ્રાઇવર લાયસન્સ દર્શાવ્યાનું તપાસમાં જાણવા મળ્યું હતું.
હૈદરની ઓળખ કરવા માટે ડીપાર્ટમેન્ટ ઓફ હોમઅફેર્સે તેનો ઇન્ટરવ્યું લીધો હતો તેમાં ખોટા લાઇસન્સની માહિતી બહાર આવી હતી. ક્વિન્સલેન્ડના ટ્રક ડ્રાઇવર હૈદરે ઓફિસર્સ પાસે જુલાઇ 2013માં ક્વિન્સલેન્ડનું ડ્રાઇવર લાયસન્સ રજૂ કર્યું હતું. તેણે જણાવ્યું હતું કે તેણે ક્યારેય પણ ટ્રક ચલાવી નથી અને ડ્રાઇવર લાયસન્સ માટે તેણે પાકિસ્તાનના મિત્રને નાણાં આપ્યા હતા.
હૈદરે ઓસ્ટ્રેલિયામાં ડ્રાઇવરની નોકરી મેળવવા માટે ખોટું લાયસન્સ રજૂ હોવાનું સ્વીકાર્યું હતું.
તેને જ્યારે પૂછવામાં આવ્યું કે તેનું અફઘાન લાયસન્સ સાચું છે કે ખોચું ત્યારે તેણે ખોટું હોવાનું કહ્યું હતું.
ગયા અઠવાડિયે, એડમિનિસ્ટ્રેટીવ અપીલ્સ ટ્રીબ્યુનલે ખરાબ ચારીત્ર્યના કારણે તેની ઓસ્ટ્રેલિયન સિટીઝનશિપની અરજી રદ કરી હતી.
ટ્રીબ્યુનલમાં સુનવણી વખતે હૈદરના વકીલે જણાવ્યું હતું કે, હૈદરે ડીપાર્ટમેન્ટ ઓફ મેઇન રોડ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ સામે જૂન 2017માં પોતાનું ખોટું લાયસન્સ હોવાનું સ્વીકાર્યું હતું.
હૈદરીએ સ્વીકાર્યું હતું કે જ્યારે તેણે ડીપાર્ટમેન્ટ ઓફ મેઇન રોડ્સને પોતાનું લાયસન્સ આપ્યું હતું ત્યારે તેને તે લાયસન્સ ખોટું હોવાની જાણ નહોતી.
જાણીજોઇને ખોટું લાયસન્સ જમા કરવું
જોકે, ટ્રીબ્યુનલે નોંધ્યું હતું કે હૈદરીએ જાણીજોઇને ખોટું લાયસન્સ જમા કરાવ્યું હતું.
એડમિનીસ્ટ્રેટીવ અપીલ્સ ટ્રીબ્યુનલના સભ્ય રોજર મેગ્યુરે જણાવ્યું હતું કે હૈદરીએ ખોટું લાયસન્સ જમા કરાવીને અન્ય વાહનચાલકોનો જીવ જોખમમાં મુક્યો હતો. અને જ્યારે તે પકડાઇ ગયો ત્યારે તેણે ખોટું લાયસન્સ હોવાનો ઇનકાર કર્યો હતો.