ઓસ્ટ્રેલિયન સમુદાયમાં નિ:સ્વાર્થ સેવા આપતા સ્વયંસેવક

નેશનલ વોલન્ટિયર વીક (15થી 21 મે 2023) નિમિત્તે આવો માળીએ નિ:સ્વાર્થ ભાવે સમાજની સેવા કરતા ગુજરાતી સ્વયંસેવકોને.

Perth based volunteers.

Perth based volunteers. Source: Supplied

નિ:સ્વાર્થ ભાવે પોતાનો સમય આપી વિવિધ સામાજિક પ્રવૃત્તિ કરતા લોકોને બિરદાવવા અને પ્રોત્સાહન આપવા આ અઠવાડિયાને નેશનલ વોલન્ટિયર વીક તરીકે ઉજવવામાં આવી રહ્યું છે.

ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ પણ પર્યાવરણ, તબીબી, શિક્ષણ, સામાજિક અને ધાર્મિક ક્ષેત્રમાં સ્વયંસેવક બનીને પોતાની સેવાઓ આપી રહ્યા છે.

હોસ્પિટલમાં વિના મૂલ્યે સેવા

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પર્થમાં રહેતા ભાનુબેન શાહ અગાઉ એક હોસ્પિટલમાં સેક્રેટરી તરીકે કામ કરતા હતા. પરંતુ, છેલ્લા 10 વર્ષથી તેઓ નિયમિત રીતે હોસ્પિટલમાં વિના મુલ્યે સેવા આપે છે.

પર્થના સુબિયાકો વિસ્તારમાં આવેલા સેન્ટ જ્હોન ઓફ ગોડ હોસ્પિટલમાં દર બુધવારે સવારે ૯.૩૦થી ૩.૦૦ વાગ્યા સુધી અનેક રીતે પોતાનો ફાળો આપે છે.
Bhanuben Shah
Bhanuben Shah Source: Supplied
તેઓ હોસ્પિટલની જરૂરિયાત મુજબ ઓફિસમાં રીસેપ્શનિસ્ટ તરીકે સેવા આપે છે, આ ઉપરાંત, નાના બાળકોની માતા જ્યારે વર્કશોપમાં આવે ત્યારે તેમના ચારથી છ માસના બાળકોને સાંભળવાનું કાર્ય કરે, ક્યારેક દર્દીઓને ટ્રોલીમાં અખબાર અને જુદા-જુદા મેગેઝીન પહોંચાડે તો ક્યારેક ડોક્ટર અને નર્સે લખેલી મેડિકલ નોટને વ્યવસ્થિત ફાઈલ કરવાનું કામ કરે છે.
તેઓ કહે છે, સમાજ ને કંઈક પાછું આપું છું તેમાં મને ખુબ આનંદ આવે છે.

સરોવરની સુંદરતા જાળવી રાખતું યુગલ

મૂળ મુંબઈના પારસી ગુજરાતી અરમાઈટીબેન અને તેમના પતિ રોની મિસ્ત્રી અગાઉ બુલક્રીક કોમ્યુનિટી સેન્ટરમાં યોગા શીખવવા ઉપરાંત શ્રીલંકા અને દક્ષિણ ભારતીય લોકોના જૂથ દ્વારા ચાલતા સમુદાય માટે રાંધવામાં મદદ કરતા હતા.

હાલમાં કોબામ વિસ્તારમાં આવેલા હાર્વેસ લેઈક અને આજુબાજુના વિસ્તારમાંથી નકામો કચરો – એટલે કે વિડ અને અલગી નામની લિલ દૂર કરવાનું કામ કરે છે.
Perth based volunteers Armaiti and Ronnie Mistry
Perth based volunteers Armaiti and Ronnie Mistry Source: Supplied
આ ઉપરાંત, સુંદર સરોવરની આસપાસ એવા નાના નાના છોડ ઉગાડે છે જેથી સરોવરમાં કોઈ કચરો ના જાય. તળાવની સુંદરતા જળવાઈ રહે તે માટે આ યુગલ કાર્યરત છે અને, સ્થાનિક કોમ્યુનિટી હોલમાં જરૂરિયાત મુજબ સેવાઓ આપે છે.
અરમાઈટીબેન અને રોની મિસ્ત્રી કહે છે સેવા કરવાથી અનેરો આનંદ મળે છે.

રેસ્ટોરન્ટમાં સેવા

મૂળ ગુજરાતી અરુણકુમાર અને વિજય કુમાર પર્થના અન્નાલક્ષમી રેસ્ટોરન્ટમાં રસોઈની સેવા આપે છે. અન્નાલક્ષમી ભોજનાલયમાં ભારતીય મૂળના લોકો ઉપરાંત સ્થાનિક ઓસ્ટ્રેલિયનો અને વિવિધ દેશોની રાષ્ટ્રીયતા ધરાવતા લોકો મરજી મુજબ નાણાં મૂકી ભોજન કરે છે. 

જયારે દિવાળી જેવા ઉત્સવો હોય ત્યારે કોઈ વળતર વિના જુદા-જુદા સ્ટોલમાં તેઓ મદદ કરવા જાય છે. વિજયકુમારને ફોટોગ્રાફીનો શોખ હોવાથી તેઓ પણ વિના મુલ્યે દરેક સંસ્કૃતિ કાર્યક્રમના ફોટા પાડવાની સેવા આપે છે.

સાલવેશન આર્મીના સ્ટોરમાં સર્વિસ

મૂળ મુંબઈના અને કેન્યાથી પર્થ આવેલા દીપકભાઈ ગોસરની સાલવેશન આર્મીના સ્ટોરમાં દર સોમવાર અને બુધવારે સેવા આપે છે. આ ઉપરાંત સ્થાનિક ટેફ(TAFE ) માં અંગ્રેજી શીખવતા ક્લાસમાં પણ અઠવાડિયામાં ૧૦ કલાકથી વધુ સેવા આપે છે.

હાલમાં લોકડાઉન કારણે છેલ્લા અઢી મહિનાથી આ બંને સંસ્થા બંધ છે અથવા ઓનલાઈન ચાલે છે પણ તેઓ સેવા આપવા તત્પર છે. વળી દર અઠવાડિયે મળતાં ગુજરાતી સિનીયરના મેળાવડાંમાં પણ શરૂઆતથી અંત સુધી આઈ.ટી ક્ષેત્રની મદદ કરવા ઉપરાંત અનેક રીતે ઉપયોગી બને છે.
Perth based volunteer Dipakbhai Gosrani
Perth based volunteer Dipakbhai Gosrani Source: Supplied
પર્થમાં વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા લોકો દ્વારા શ્રાવણ મહિનાના બધાજ વિકેન્ડ તથા જરૂરી હોય ત્યારે વિના મુલ્યે વિવિધ ધાર્મિક વિધિ અને પૂજા કરાવવાનું કાર્ય ચાલે છે. ડોક્ટર, એકાઉન્ટન્ટ, એન્જીનીર, ક્વોલિટી એસયુરન્સ કે અન્ય ધંધાકીય ક્ષેત્રે સફળ લોકો વિધિ માટે કોઈ પણ નાણાકીય વળતર લેતા નથી.

ગુજરાતી ભાષાના વર્ગો દ્વારા સેવા

પર્થમાં મસ્ત કલ્ચરલ એન્ડ લેન્ગવેજ એસોસિયેશન દ્વારા દર શનિવારે રિવર્ટન વિસ્તારમાં આવેલી લાઇબ્રેરીમાં ગુજરાતી ભાષાના વર્ગો ચાલે છે. ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા પણ વોલન્ટિંયરીંગ કરવામાં આવે છે.
Perth based volunteers.
Perth based volunteers. Source: Supplied
તેઓ લાઇબ્રેરીની સાફસફાઇ કરવા ઉપરાંત ખુરશીઓ વ્યવસ્થિત ગોઠવવામાં પણ સેવા આપે છે.સંસ્થાના સ્વયંસેવકો જે વિદ્યાર્થીને ક્લાસમાં આવવામાં મુશ્કેલી પડતી હોય તેમને પીક અપની સુવિધા પણ આપે છે.
આ ઉપરાંત, નેહલભાઇ પટેલ તેમના દાર્ચ ખાતે આવેલા ઘરે ગુજરાતી ભાષાના વર્ગો ચલાવીને બાળકોને માતૃભાષાનું જ્ઞાન પૂરું પાડે છે.

કૌશલભાઇ પટેલ અન્ય છ સભ્યો સાથે પીયારા વોટર વિસ્તારમાં ગુજરાતી ક્લાસનું આયોજન કરે છે અને બાળકોને ગુજરાતી ભાષા શીખવે છે.


Share
Published 19 May 2020 3:24pm
Updated 19 May 2023 12:04pm
By Amit Mehta


Share this with family and friends