મેનેજર્સને 20 મિલીયન ડોલર્સ ઓછા આપ્યાનું Coles સુપરમાર્કેટ્સે સ્વીકાર્યું

છેલ્લા છ વર્ષથી સુપરમાર્કેટ્સ અને લિકર વિભાગમાં કાર્ય કરતા કર્મચારીઓને ઓછો પગાર અપાતો હતો.

Coles

Source: AAP

Coles સુપરમાર્કેટ્સે તેના કર્મચારીઓને છેલ્લા છ વર્ષમાં 20 મિલીયન ડોલર જેટલો ઓછો પગાર ચૂકવ્યો છે.

કંપનીએ વર્ષના પ્રથમ ભાગમાં 725 મિલીયરન ડોલરની કમાણી કરી છે. જોકે, 5 જાન્યુઆરી સુધી ગ્રૂપે કરેલી કમાણીમાં તેમના કર્મચારીઓને જનલર રીટેલ ઇન્ડસ્ટ્રીના ધારાધોરણ પ્રમાણે, 20 મિલીયન ડોલર ઓછા અપાયા હોવાનું જાણવા મળ્યું છે.

કંપનીની તપાસમાં પગાર મેળવતા મેનેજર્સમાંથી સુપરમાર્કેટ્સ અને લિકરના 5 ટકા મેનેજર્સને તેની અસર પહોંચી છે.
Coles supermarket signage in Sydney
Coles' first interim report since its demerger in November shows total revenue up 2% to $20.35bn. (AAP) Source: AAP
કંપનીએ જણાવ્યું હતું કે એન્ટરપ્રાઇસ એગ્રીમેન્ટ્સ સાથે સંકળાયેલા 90 ટકા જેટલા કર્મચારીઓને તેની અસર પહોંચશે નહીં.

Coles ના ચીફ એક્સીક્યુટીવ સ્ટીવ કેને જણાવ્યું હતું કે અમે આ મામલાનું નિરાકરણ લાવવા માટે વિશેષજ્ઞો સાથે વાતચીત કરી રહ્યા છીએ.

અને, ત્યાર બાદ અસર પામેલા જે – તે કર્મચારીઓનો સંપર્ક કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે Woolworths ગ્રૂપે પણ તેમના કર્મચારીઓને 300 મિલીયન ડોલર્સ ઓછા ચૂકવ્યાનું સ્વીકાર્યું હતું.

Coles આંકડામાં

રીટેલ સેલ્સ રેવન્યું 3.3 ટકાના દરથી વધી 18.8 બિલીયન ડોલર્સ પહોંચ્યું

રીટેલ કમાણી 4.0 ટકાથી વધી 725 મિલીયન ડોલર સુધી પહોંચી

વૈધાનિક કમાણી 5.7 ટકાના દરથી ઘટી 19 બિલીયન ડોલર પહોંચ્યો

વૈધાનિક નફો 33.7 ટકાથી ઘટી 498 બિલીયન ડોલર થયો

પ્રથમ વચગાળાનું ડીવિડન્ડ 30 સેન્ટ્સ


Share
Published 18 February 2020 1:44pm
Updated 18 February 2020 1:51pm
By SBS News
Source: SBS


Share this with family and friends