Woolworthsના સુપરમાર્કેટ્સ અને મેટ્રો સ્ટોર્સને આવરી લેતા એક નવા એન્ટરપ્રાઇઝ કરારનો અમલ આ વર્ષે કરવામાં આવ્યો હતો. તેની સમીક્ષામાં પગારદાર કર્મચારીઓને પૂરો પગાર નહિ ચૂકવાયા હોવાની વાત બહાર આવી છે.
Woolies એ બુધવારે જણાવ્યું હતું કે હાલ ફક્ત બે વર્ષના ડેટાનું વિશ્લેષણ કર્યું છે પરંતુ આ મુદ્દો 2010થી ચાલ્યો આવતો હોવાની શક્યતા છે.
કંપનીના અંદાજ પ્રમાણે ઉધાર રહેલા પગાર અને વ્યાજની ચુકવણીની કિંમત કુલ મળીને $૨૦૦ થી $૩૦૦ મીલીયન ડોલર વચ્ચે આવશે.
કંપનીએ કહ્યું છે કે હવે આ સમીક્ષા તેના તમામ ઓસ્ટ્રેલિયન વ્યવસાયો જેવા કે Big W ના તમામ ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ અને Dan Murphyની દુકાનોમાં પણ કરવામાં આવશે.
Woolworths એ એક વેબસાઇટ બનાવી છે જ્યાં અસરગ્રસ્ત કામદારો તેમની સંપર્ક વિગતો અપડેટ કરી શકે છે:
કંપનીએ ખાતરી આપી છે કે ભૂતકાળના અને વર્તમાન કર્મચારીઓ કે જેઓને પુરા વેતનની ચુકવણી કરવામાં નથી આવી તેઓને શક્ય તેટલી વહેલી તકે વ્યાજ અને સુપર એન્યુએશન સાથેની રકમ ચુકવવામાં આવશે.
કંપનીએ જણાવ્યું હતું કે વિશ્લેષિત ડેટાને આવરી લેનારા વચગાળાના બેક પેમેન્ટ્સ ક્રિસમસ પહેલાં કરવામાં આવશે.
વધુમાં જણાવ્યું છે કે મોટાભાગના સ્ટાફ સ્ટોર સ્તરે વર્તમાન અને ભૂતપૂર્વ પગારદાર વિભાગના મેનેજરો છે, એન્ટરપ્રાઇઝ એગ્રીમેન્ટ દ્વારા આવરી લેવામાં આવેલા 145,000 લોકોમાંથી કોઈ પણ અસરગ્રસ્ત નથી.
કંપનીએ આ મામલા વિષે ફેર વર્ક કમીશનને પણ જાણ કરી છે.
More stories on SBS Gujarati
પૂરો પગાર નહિ ચૂકવનાર નોકરીદાતાઓને હવે કેદની સજા થઇ શકે છે
Woolworthsના મુખ્ય સચિવ બ્રાડ બંડુચિએ માફી માંગી છે અને વચન આપ્યું છે કે આવું ફરીથી નહીં થાય
જો કે, ફેર વર્ક ઓમ્બડ્સમએ તેની માફી સ્વીકારી ન હતી, અને સંકેત આપ્યો કે તે વૂલવર્થ્સને કોર્ટમાં લઈ જવા વિચારણા કરશે.
2014 માં, Colesના ૧૦ ટ્રોલી કલેક્ટર્સને $200,000નું વળતર અપાવવા ફેર વર્ક દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.