સ્ટ્રીટ પર પાર્ક કરેલી 100થી વધુ કારની નંબર પ્લેટ ચોરાઇ

પોલિસના જણાવ્યા અનુસાર, વહેલી સવારે 1થી 5 વાગ્યા સુધીમાં ઘટના બની, સ્ટ્રીટ પર પાર્ક કરેલી કારને નિશાન બનાવાઇ.

tarneit parking

Representational picture of cars parked in one of the shopping centres in Australia. Source: Supplied

ન્યૂ સાઉથ વેલ્સના સિડની શહેરના સેન્ટ જ્યોર્જ વિસ્તારમાં પાર્ક કરેલી 100 કારની નંબર પ્લેટ ચોરાઇ ગઇ હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

ન્યૂ સાઉથ વેલ્સ પોલિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રવિવાર 12મી માર્ચ 2023ના રોજ વહેલી સવારે 1થી 5 વાગ્યાની આસપાસ બ્રાઇટન-લે-સેન્ડ્સ વિસ્તારમાં પાર્ક કરેલી કારની નંબર પ્લેટ કાઢીને તેની ચોરી કરવામાં આવી હતી.
પોલિસે વધુમાં જણાવ્યું હતું કે, ઓ'નીલ, બે, પ્રિન્સેસ, બ્રુસ અને ગોર્ડન સ્ટ્રીટ, ક્રોફોર્ડ અને ટેરાલ્બ્રા રોડ, બ્રાઇટન અને મોએટ એવન્યુ વિસ્તારમાં પણ કારની નંબર પ્લેટની ચોરી કરવામાં આવી હતી.

આ ઘટનાની તપાસ ચાલી રહી છે. અને, પોલિસે ઘટના સંબંધી સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે.

જેમાં એક વ્યક્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. તે વ્યક્તિ 25થી 30 વર્ષની ઉંમરની હોય અને મધ્યમ બાંધાનો હોવાનું જાણવા મળી રહ્યું છે.

તેણે કાળા રંગની ટી-શર્ટ તથા ગ્રે કલરનું શોર્ટ્સ પહેર્યું છે.

કોઇ પણ વ્યક્તિને ઘટના સંબંધી કોઇ માહિતી કે જાણકારી હોય તો તેમને સેન્ટ જ્યોર્જ પોલિસ અથવા ક્રાઇમ સ્ટોપર્સનો 1800 333 000 પર સંપર્ક કરવા માટે જણાવ્યું છે.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share
Published 20 March 2023 4:16pm
Updated 20 March 2023 4:19pm
By Vatsal Patel
Source: SBS

Share this with family and friends