ઓસ્ટ્રેલિયા આવતા વિદ્યાર્થીઓને નિ:સ્વાર્થ ભાવે મદદ કરતા સાજીદ બેલિમ
Source: SBS Gujarati
ગુજરાતના મોડાસા જેવા નાના શહેરમાંથી વર્ષ 2009માં ઓસ્ટ્રેલિયા સ્ટુડન્ટ વિસા પર આવીને સિડનીમાં સ્થાયી થનારા સાજીદ બેલિમ મુસ્લિમ સમુદાય માટે વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં પોતાનો ફાળો આપે છે. તેમના વતનથી ઓસ્ટ્રેલિયા અભ્યાસ માટે આવનાર વિદ્યાર્થીને અહીં અજાણ્યા દેશમાં સ્થાયી થવામાં પડતી મુશ્કેલીઓમાં તેમને સહારો આપનારા સાજીદ અને તેમના પત્ની જહાંનારા જણાવે છે કે તેઓ ઓસ્ટ્રેલિયા રહેતા હોવા છતાં પણ ભારતીય સંસ્કૃતિ અને તહેવારોની ઉજવણી કરે છે. પ્રસ્તુત છે SBS Gujarati સાથે તેમણે કરેલી વાતચીત...
Share