4 જૂનથી 31 ડિસેમ્બર 2020 સુધી નવું ઘર કે ઘરનું સમારકાર કરાવનારા ઓસ્ટ્રેલિયન્સને કેન્દ્ર સરકારની 25,000 ડોલરની ગ્રાન્ટ મળી શકે છે. કેન્દ્ર સરકારે કોરોનાવાઇરસના કારણે અસર પામેલા બાંધકામ ક્ષેત્રને ગતિ આપવા માટે 688 મિલિયન ડોલરના હોમબિલ્ડર પેકેજ (HomeBuilder package) ની જાહેરાત કરી છે.
હાઇલાઇટ્સ
પેકેજ હેઠળ નવું ઘર ખરીદવા અથવા ઘરનું સમારકામ કરાવવા 25,000 ડોલર સુધીની ગ્રાન્ટ મળશે.
અમુક ચોક્કસ આવક ધરાવતા લોકો આ ગ્રાન્ટનો લાભ લઇ શકશે.
આ પેકેજ દ્વારા બાંધકામ ક્ષેત્રમાં નવી નોકરીની તકોનું નિર્માણ થવાનું કેન્દ્ર સરકારનું અનુમાન
જમીન સહિત 750,000 ડોલરની કિંમત ધરાવતા નવા રહેઠાણ માટે અથવા 150,000થી 750,000 ડોલર સુધીના સમારકામ અંતર્ગત આ પેકેજનો લાભ થશે.
સમારકામ અગાઉ ઘરની કિંમત 1.5 મિલીયનથી ઓછી હોવી જોઇએ.
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આ પેકેજ માટે પર્મેનન્ટ રેસીડેન્ટ્સ કે ટેમ્પરરી માઇગ્રન્ટ્સ નહીં પરંતુ ફક્ત ઓસ્ટ્રેલિયન સિટીઝન જ અરજી કરી શકે છે.
કેન્દ્ર સરકારના માનવા પ્રમાણે, કોરોનાવાઇરસના કારણે અસર પામેલા બાંધકામ ક્ષેત્રને આ પેકેજ દ્વારા લાભ થશે અને તેનાથી દેશમાં નવી નોકરીનું નિર્માણ થશે.