એશિયા અને ઓસ્ટ્રેલિયામાં લોકપ્રિય એવી ક્રિકેટની રમતમાં જે વ્યક્તિ ક્રિકેટર હોય એ જ આ રમત સાથે સંકળાઇ શકે છે તેમ નથી. એવા પણ કેટલાય રોલ છે જેના દ્વારા ક્રિકેટર ન હોય એવા લોકો પણ આ રમતમાં પોતાનું યોગદાન આપી શકે છે.
અમ્પાયર, મેચ રેફરી અને સ્કોરર બનીને પણ ક્રિકેટની રમત સાથે જોડાઇને વિવિધ સ્તરની ક્રિકેટ ટૂર્નામેન્ટ્સમાં ઓફિશિયલ બની શકાય છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા વિવિધ દેશના વિવિધ રાજ્યોના ક્રિકેટ એસોશિયેશન સાથે મળીને ચલાવાતા ક્રિકેટ અમ્પાયરિંગના કોર્સ અને તેમાં રહેલી તકો પર એક નજર...
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા વિવિધ રાજ્ય ક્રિકેટ એસોશિયેશન સાથે મળીને કાર્ય કરે છે. ક્રિકેટ અમ્પાયર્સ, મેચ ઓફિસિયલ્સ - રેફરી અને સ્કોરર્સ બનવા માટે જુદા-જુદા એસોશિયેશનના અલગ અલગ માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. જે અંતર્ગત વિવિધ લેવલ પાસ કરીને ઇચ્છુક ઉમેદવાર અમ્પાયર - સ્કોરર બની શકે છે અને તેને ત્યાર બાદ, રાજ્યની વિવિધ સ્તરની ક્રિકેટ મેચ - ટૂર્નામેન્ટમાં અમ્પાયરિંગ કરવાની તક મળે છે.
ક્રિકેટ વિક્ટોરિયા
ક્રિકેટ વિક્ટોરિયામાં અમ્પાયર બનવા માટેની પ્રક્રિયા સામાન્ય રીતે માર્ચ - એપ્રિલ મહિનામાં શરૂ થાય છે. જેમાં ક્રિકેટ વિક્ટોરિયા વિન્ટર ક્લાસિસ પ્રોગ્રામ પણ યોજાય છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના કમ્યુનિટી ઓફિશીયેટીંગ એક્રિડેશન પ્રોગ્રામ એ માં અમ્પાયર તરીકે જોડાવાનું પ્રથમ પગથિયું છે. જેના દ્વારા જુનિયર લેવલની ક્રિકેટ મેચમાં અમ્પાયરિંગ કરવાની તક મળી રહે છે.રીપ્રેઝન્ટેટીવ ઓફિશિયેટીંગ એક્રિડેશન પ્રોગ્રામ એ લેવલ - 2 તરીકે ઓળખાય છે. જેમાં અમ્પાયરિંગનું ઉચ્ચ સ્તરનું જ્ઞાન મળી રહે તે માટે વિશેષ ટ્રેનિંગ અપાય છે. આ સ્તર બાદ રાજ્યના ક્રિકેટ એસોશિયેશન સાથે જોડાયેલી ટૂર્નામેન્ટ્સમાં અમ્પાયરિંગ કરી શકાય છે.
Source: AAP Image/Hamish Blair
ક્રિકેટ ન્યૂ સાઉથ વેલ્સ
ના અમ્પારિંગના કોર્સ બાદ અમ્પાયર તરીકે કારકિર્દી શરૂ કરી શકાય છે. કોર્સમાં ક્રિકેટના નિયમો અને કાયદા વિશે ધ્યાન અપાય છે. જેના પાસ કર્યા બાદ કોઇ પણ ઇચ્છુક ઉમેદવાર ન્યૂ સાઉથ વેલ્સ અમ્પાયર્સ એન્ડ સ્કોરર્સ એસોશિયેશન (NSWCUSA)ના સભ્ય બની શકે છે.
NSWCUSA ના સભ્ય સિડની ક્રિકેટ એસોશિયેશન ગ્રેડની સ્પર્ધા તથા ન્યૂ સાઉથ વેલ્સ કંટ્રી ક્રિકેટ એસોશિયેશનમાં અમ્પાયરિંગ કરી શકે છે.
સાઉથ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ એસોશિયેશન
સાઉથ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ એસોશિયેશનના કમ્યુનિટી ઓફિશિયેટીંગ કોર્સ પાસ કરીને લેવલ -1 સર્ટિફિકેટ મેળવી શકાય છે. અને ત્યાર બાદ એસોશિયેશનના 2 કલાકના પ્રેક્ટિકલ ટ્રેનિંગ કોર્સ પાસ કરીને ના અમ્પાયર બની શકાય છે.
ક્વિન્સલેન્ડ ક્રિકેટ
સાથે અમ્પાયર તરીકે જોડાવવા માટે એસોશિયેશનનો કમ્યુનિટી ઓફિશિયેટીંગ કોર્સ પાસ કરવો જરૂરી છે અને ત્યાર બાદ ત્રણ કલાકની ક્રિકેટના નિયમો વિશેની પરીક્ષા પાસ કરવાની હોય છે.
પરીક્ષા પાસ કર્યા બાદ, એસોશિયેશનના કોઇ અનુભવી અમ્પાયર સાથે ઓછામાં ઓછી બે મેચમાં અમ્પાયરિંગ કરવું પડે છે. જો, તે રીપોર્ટમાં ઉમેદવાર પાસ થઇ જાય તો તેને એસોશિયેશનમાં જોડાવવાનું આમંત્રણ મળે છે.
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા ક્રિકેટ એસોશિયેશન
, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અંતર્ગત અમ્પાયર અને ઓફિશિયલ્સ બનવાના વિવિધ પ્રોગ્રામ્સ ચલાવે છે. જેમાં ઉમેદવારનું જ્ઞાન વધે તે માટે ટ્રેનિંગ અને વિવિધ સ્ત્રોત ઉપલબ્ધ કરાવી વિવિધ સ્તરની ક્રિકેટ મેચમાં અમ્પાયરિંગની તક પૂરી પાડે છે.
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા ક્રિકેટ એસોશિયેશનના 2018/2019 સિઝનની ટૂર્નામેન્ટમાં અમ્પાયર બનવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે.