ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો' પ્રદર્શિત થશે સિડની ફિલ્મ ફેસ્ટિવલમાં

Still image from the Gujarati movie Last Film Show

Still image from the Gujarati movie Last Film Show Source: Supplied by Nalinkumar Pandya

લગભગ 2 વર્ષના સમયગાળા બાદ 3થી 21 નવેમ્બર સુધી સિડની ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વના વિવિધ દેશો અને ભાષાની ફિલ્મોમાં ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો' (Last Film Show) ને પણ સ્થાન મળ્યું છે. આ ફિલ્મ 5મી તથા 12મી નવેમ્બરના રોજ પ્રદર્શિત થશે. 9 વર્ષીય બાળકે પ્રથમ વખત ફિલ્મ જોઇ પછી તેના જીવનમાં શું પરિવર્તન આવ્યું તેના પર બનેલી ફિલ્મ વિષે દિગ્દર્શક નલિનકુમાર પંડ્યાએ SBS Gujarati સાથે વાત કરી.


68મો સિડની ફિલ્મ ફેસ્ટીવલ 3જી નવેમ્બરથી શરૂ થઇ ગયો છે. 21મી નવેમ્બરે સમાપ્ત થનારા ફેસ્ટિવલમાં દેશ - વિદેશમાં નિર્મિત વિવિધ ભાષાની ફિલ્મ પ્રદર્શન કરવામાં આવશે. 

3થી 14 નવેમ્બર સુધી સિનેમામાં તથા 12થી 21 નવેમ્બર સુધી ઓનલાઇન માધ્યમ પર ફિલ્મ નિહાળી શકાશે. 

ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો' 5મી તથા 12મી નવેમ્બરે પ્રદર્શિત થશે.

ALSO LISTEN

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share