સામાન્યરીતે ઘરેલુ હિંસાથી પીડિત વ્યક્તિને મદદ કરવી થોડું અઘરું કામ લાગતું હોય છે, પણ ઓસ્ટ્રેલિયામાં આ માટે ઘણા વિકલ્પો છે
ઘરેલુ હિંસા ફક્ત શારીરિક મારપીટ સુધી સીમિત નથી. માનસિક યાતના, પરેશાની કે આર્થિક રીતે ઉત્પીડન કરવું એ પણ ઘરેલુ હિંસાનો એક ભાગ છે. આ સમસ્યા ફક્ત મહિલાઓની નથી પરંતુ મોટાભાગે આ સમસ્યા થી પીડિત મહિલાઓ હોય છે. ખાસ કરીને માઈગ્રન્ટ સમુદાયની મહિલાઓ.
મેલબર્ન સ્થિત સામાજિક કાર્યકર અનુ ક્રિષ્ણનનું કહેવું છે કે તેઓ મોટાભાગે એકલતાનો અનુભવ કરે છે, આવી પરિસ્થિતિમાં ક્યાં જવું કોનો સમ્પર્ક કરવો તે અંગે મુંઝવણ અનુભવે છે.
આથી ઓસ્ટ્રેલિયામાં કેટલીક ખાસ સેવાઓ છે જે પીડિત મહિલાઓની મદ્દ્દ માટે ખાસ કામ કરે છે.
Source: Dave Thompson/PA Wire
મદદ અને સમર્થન મેળવવું
આ સમસ્યા અંગે પોતાની ભાષામાં મદદ મેળવવા દુભષિય સેવાને 13 1450 પર ફોન કરવો અને તેમને ઘરેલુ હિંસા કાઉન્સેલિંગ માટે 1800RESPECT, સાથે જોડવા કહેવું. સેવા 24/7 ઉપલબ્ધ છે.
જી પી કે પોલીસ સાથે વાત કરવા માટે પણ દુભાષિયા સેવા મેળવી શકાય છે.
એ પારિવારિક હિંસાની સમસ્યા માટે કામ કરતું બહુસંસ્કુતિક કેન્દ્ર છે. તમેનો સંપર્ક કરવા ફોન કરવો -1800 755 988.
જી પી અથવા સામુદાયિક કેન્દ્ર પરથી સ્થાનિક સેવાદાતા અંગે માહિતી મેળવી શકાય છે
જયારે વ્યક્તિ જોખમમાં હોય ત્યારે મદદ મેળવવા
કોઈપણ પ્રકારના આપાતકાલીન કે કટોકટીના સમયે 000 ડાયલ કરવું.
શરણાર્થીઓ અને માઇગ્રન્ટ્સ માટે કાર્યરત સંસ્થા AMES Australia,ના વેન્ડી લોબવેઇન કહે છે કે ઘણી મહિલાઓ આ અંગે ફરિયાદ નથી કરતી કેમકે તેઓને પોલીસના ઇન્વોલ્વમેન્ટ નો ડર હોય છે, તેઓ પરિવારના તૂટવાની શંકા ધરાવે છે વગેરે કારણો છે. પણ આ સંજોગો માં પોલીસ પર ભરોસો રાખી 000 ડાયલ કરવું હિતાવહ છે.
Source: CC0 Creative Commons
શું કરી શકાય ?
જયારે એવું જરાક પણ જણાય તો તરતજ પીડિત ની મદદ કરવી. સમુદાયમાં આ અંગે જાગૃતિ માટે પગલાં લેવા જેથી મહિલાઓ આ અંગે ફરિયાદ કરતા ખચકાય નહિ. આ મુદ્દા સાથે જોડાયેલ સામાજિક સ્ટીગ્મા દૂર કરવા પ્રયત્ન કરવો.
ઘણી સંસ્થાઓ અને કાર્યક્રમો છે જે મદદરૂપ થઇ શકે તેમના સંપર્કમાં આવવું.
સામુદાયિક નેતૃત્વ માટેનો કોર્સ
આ વર્ષની શરૂઆતમાં AMES Australia વડે ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત સાંસ્કૃતિક અને ભાષાકીય વિવિધતા ધરાવતા સમુદાયો માટે મહિલાઓ વિરુદ્ધ થતી હિંસાને રોકવા કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે. જો આપ અંગે રસ ધરાવતા હોવ તો વધુ માહિતી . પર મેળવી શકાય છે.