સામાન્ય રીતે જયારે દવાઓના ઓવરડોઝ અંગે વાત કે વિચાર આવે ત્યારે વ્યક્તિ ગેરકાનૂની ડ્રગ્સના ઓવરડોઝ વિષે જ કલ્પના કરે છે. પણ નવાઈની વાત એ છે કે ઓસ્ટ્રેલિયામાં મોટાભાગના ઓવરડોઝના બનાવો પ્રિસ્ક્રાઈબ કરેલ - લખી આપેલ દવાઓના અયોગ્ય ઉપયોગના લીધે બને છે.
સ્ક્રીપટવાઇસ નામક સેવાકીય સંસ્થાના મુખ્ય કાર્યકારી અધિકારી બી મોહંમદનું કહેવું છે કે ઘણી દવાઓ જે દર્દીઓ માટે ખુબ જરૂરી છે, તેવી દવાના નશાની લત લાગી શકે છે.
"આવું આકસ્મિક રીતે બની શકે છે." તેઓ આગળ ઉમેરે છે કે," અમુક કિસ્સાઓમાં દર્દી માઇનોર સર્જરી માટે હોસ્પિટલમાં ભરતી થયો હોય અથવા ડેન્ટિસ્ટ પાસે ગયા હોય કે લાંબા સમયથી પીઠના દુખાવા થી પીડિત હોય અને આવા દર્દીઓને જે દવા લખી આપવામાં આવે છે તે દવા કમનસીબે સૂચના મુજબ લેવામાં આવતી નથી."
આ પ્રકારનું જોખમ 30 થી 60 વર્ષના આયુવર્ગમાં વધુ છે.
Source: AAP
આ અંગે શું કરી શકાય?
જો વ્યક્તિને સ્ટ્રોંગ પેઈનકિલર દવા જેવી કે મોર્ફિન અથવા ઓક્સિકોડોન પ્રિસ્ક્રાઈબ કરવામાં આવે તો વ્યક્તિએ ડોક્ટર અને ફાર્માસીસ્ટ પાસે ચોક્કસ કરવું જોઈએ કે તેઓ દવા કેવી રીતે લેવી તે સૂચના ને વ્યવસ્થિત સમજ્યા છે.
જો વ્યક્તિએ જાણવું રહ્યું કે આ દવાઓ અન્ય દવાઓ સાથે શું અસર કરી શકે છે કેમકે આ દવાઓ કેટલીક અન્ય દવાઓ અથવા આલ્કોહોલ સાથે લેવામાં આવે તો ઘટક સાબિત થઇ શકે છે.
આ બાબતે જો કોઈ પ્રશ્ન કે શંકા કે મૂંઝવણ હોય તો - 1300 MEDICINE પર ઓસ્ટ્રેલિયન મેડિસિન્સ લાઈનનો સમ્પર્ક સાધી શકાય છે.
(AAP) Source: AAP
સરકાર એડિક્શન સામે લડી રહી છે.
ઓસ્ટ્રેલિયામાં પ્રિસ્ક્રાઈબ કરેલ દવાની આદત - લતના વધતા પ્રમાણને ધ્યાનમાં રાખી ઓસ્ટ્રેલિયન સરકાર આ અંગે પગલાં લઇ રહી છે.
સરકાર વડે ડોકટરો અને ફાર્માસીસ્ટ માટે નવી પ્રિસ્ક્રિપ્શન ડ્રગ મોનીટરીંગ સિસ્ટમની શરૂઆત કરવામાં આવી છે. આનો અર્થ એ થયો કે દરેક વ્યક્તિને આપાયેલ પ્રિસ્ક્રિપ્શનનો રિકોર્ડ એકજ સ્થળે રાખવામાં આવ્યો હોય જેથી સ્ટ્રોંગ દવાઓ ખરીદનારની ઓળખ થઇ શકે.
આ ઉપરાંત આવતા વર્ષથી ન્યુરોફીન પલ્સ જેવી દવાઓ ઓન કાઉન્ટર ઉપલબ્ધ નહિ હોય.
Source: Getty Images
ઉપલબ્ધ સહાય
આ અંગે કોઈપણ સલાહ કે મદદ માટે ડોક્ટરનો સમ્પર્ક કરવો. આ ઉપરાંત કેટલીક હેલ્પલાઇન સેવાઓ પણ છે જેમકે - લાઈફ લાઈનને ફોન કરીને - 13 11 14 , અને ની વેબસાઇટની મુલાકાત લઈને ઓનલાઇન કાઉન્સેલિંગ માટે-
ઉપયોગી ફોન નમ્બર
લાઈફ લાઈન: 13 11 14
પરિવાર ડ્રગ સપોર્ટ : 1300 368 186
બિયોન્ડ બ્લ્યુ : 1300 22 4636