ઓસ્ટ્રેલિયન સરકારે ઘરેલું હિંસા (domestic violence) ના દુષણને દૂર કરવા માટે 328 મિલિયન ડોલરના ફંડની જાહેરાત કરી છે. આ ફંડ વિવિધ યોજનાઓ તથા સંસ્થાઓને ફાળવાશે અને તેના દ્વારા ઘરેલું હિંસાનો ભોગ બનેલી મહિલાઓના ઉદ્ધાર તથા કલ્યાણના કાર્યક્રમો શરૂ કરાશે.
ફંડની જાહેરાત કરતી વખતે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના નાગરિકોમાં મહિલાઓ પ્રત્યેના વલણને બદલવાથી જ ઘરેલું હિંસાની ઘટનાઓ ઓછી થશે.
ફંડનો ઉપયોગ કેવી રીતે થશે
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા 328 મિલિયન ડોલરના ફંડને વિવિધ સર્વિસ તથા સંસ્થાઓને વહેંચાશે અને ઘરેલું હિંસાને રોકવાના પગલાં લેવાશે.
- 82 મિલિયન ડોલર ફ્રન્ટલાઇન સર્વિસિસ
- 68 મિલિયન ડોલર ઘરેલું હિંસા અટકાવવા માટેની સર્વિસને
- 78 મિલિયન ડોલર ઘરેલું હિંસાનો ભોગ બનેલા લોકોની સુરક્ષા તથા તેમના ઉદ્ધાર માટે ચાલતી સેવાઓને
Prime Minister Scott Morrison says violence against women is unthinkable and unacceptable. Source: AAP
હું એ દિવસની રાહ જોઉં છું કે પ્રધાનમંત્રી કહે કે, આજે જન્મ લેનારી બાળકી તેની જીંદગીના આગામી 20 વર્ષમાં ક્યારેય ઘરેલું હિંસાનો ભોગ નહીં બને. મને ખબર નથી કે એ દિવસ ક્યારે આવશે પરંતુ ઘરેલું હિંસાની ઘટનાઓ બંધ કરવા માટે અત્યારે થઇ રહેલા કાર્યો અને નિર્ણયો આપણને તે દિશામાં જ લઇ જાય છે.
મહિલા બાબતોના મંત્રી કેલી ઓ'ડ્વેયરે જણાવ્યું હતું કે સરકારે જાહેર કરેલી યોજનાઓ દ્વારા શારીરિક હિંસા પ્રત્યે જાગૃતતા આવશે તથા યુવાનોમાં શારીરિક સંબંધો અંગેની સમજ પણ વિકસસે.
રાષ્ટ્રીય શારીરિક છેડછાડ અને ઘરેલું હિંસાની કાઉન્સિલિંગ સર્વિસને પણ 62 મિલિયન ડોલર ફાળવાશે જ્યારે 35 મિલિયન ડોલર જેટલી રકમ Aboriginal and Torres Strait Islander સમાજને અપાશે.
ફંડ ઓસ્ટ્રેલિયાના વિવિધ સમાજ અને વિકલાંગ વ્યક્તિઓના ઉદ્ધાર માટે ઉપયોગમાં લેવાશે.
ઘરેલું હિંસાનું ઉંચુ પ્રમાણ
મહિલા બાબતોના મંત્રી કેલીએ જણાવ્યું હતું કે 15 વર્ષની ઉંમરની દર છમાંથી એક સ્ત્રી પોતાના વર્તમાન અથવા ભૂતપૂર્વ સાથીદાર દ્વારા શારીરિક અથવા જાતીય હિંસાનો ભોગ બને છે. તેથી જ, મહિલાઓ તથા બાળકો સાથે થઇ રહેલી આ ઘટનાઓ બંધ કરી તેમને સુરક્ષા માટેના કાર્યો કરવા એ સરકારની પ્રાથમિકતા છે. સરકાર મહિલાઓ તથા બાળકો સાથે બનતી હિંસાની ઘટનાઓ સાંખી લેશે નહીં.
ઉલ્લેખનીય છે કે અગાઉ લેબર પાર્ટીએ પણ જો તેઓ સત્તામાં આવશે તો ઘરેલું હિંસ્સાને રોકવા માટે 20 હજાર ફંડિંગ પેકેજ માટે 60 મિલિયન ડોલર ફાળવવાની જાહેરાત કરી હતી. આ ફંડ ઘરેલું હિંસ્સાનો ભોગ બનેલી મહિલાઓ તથા તેમના બાળકોને સ્થિર અને કાયમી નિવાસસ્થાન બનાવવા માટે વપરાશે તેમ પાર્ટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.