આ અપરાધ સાબિત થશે તો ઓસ્ટ્રેલિયન વિસા રદ થઇ શકે છેે

આ દિશાનિર્દેશ ફક્ત ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સને જ નહીં પરંતુ એડમિનીસ્ટ્રેટીવ અપીલ ટ્રીબ્યુનલને પણ લાગુ પડશે.

Young girl draws about being abused.

Source: AAP Image/DPA

ઓસ્ટ્રેલિયન સરકારના નવા આદેશ પ્રમાણે જો કોઇ પણ વ્યક્તિ પર હવે ઘરેલું હિંસા (domestic violence) નો ગુનો સાબિત થયો તો તેમના ઓસ્ટ્રેલિયન વિસા રદ અથવા તેમનો દેશનિકાલ થઇ શકે છે.

ઇમિગ્રેશન મંત્રી ડેવિડ કોલમેને ગુરુવારે આ અંગે નિર્ણય લીધો હતો. તેમના જણાવ્યા પ્રમાણે મહિલાઓ અને બાળકો સાથે જો કોઇ પણ પ્રકારની હિંસા કરવામાં આવશે તો એ વ્યક્તિના વિસા રદ થઇ શકે છે.

કોલમેને જણાવ્યું હતું કે, જે વ્યક્તિ બાળકો અને મહિલાઓ પર અત્યાચારના ગુનામાં દોષિત ઠરશે તો તેના વિસા રદ થઇ જશે.
Federal Minister for Immigration David Coleman
Federal Minister for Immigration David Coleman Source: AAP Image/Ben Rushton
જે પણ સ્થાને ગુનો કર્યો હશે, જે પણ સજા જાહેર થઇ હશે, ઓસ્ટ્રેલિયા ઘરેલું હિંસાનો ગુનો સાંખી લેશે નહીં અને દોષિતો સામે કડક પગલાં લેશે.
કોલમેને ઉમેર્યું હતું કે આ આદેશ ફક્ત ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સને જ નહીં પરંતુ એડમિનિસ્ટ્રેટીવ અપીલ ટ્રીબ્યુનલને પણ લાગુ પડશે.

ઇમિગ્રેશન મંત્રી કોલમેને બે કેસનો ઉલ્લેખ કર્યો હતો જેમાં ટ્રીબ્યુનલે ડીપાર્ટમેન્ટના વિસા નહીં આપવાના નિર્ણયને રદ કરીને વિસા મંજૂર કર્યા હતા.
એક કિસ્સામાં પોતાના બાળકને શારીરિક પીડા આપનાર વ્યક્તિના વિસા ડીપાર્ટમેન્ટે રદ કર્યા હતા પરંતુ ટ્રીબ્યુનલે નિર્ણય બદલીને તેના વિસા માન્ય રાખ્યા હતા. બીજા એક કિસ્સામાં સ્ટુડન્ટ વિસા પર આવનાર વ્યક્તિ પોતાની પત્ની સાથે ઘરેલું હિંસાના આરોપમાં દોષિત સાબિત થયો હતો. તેના વિસા ડીપાર્ટમેન્ટે રદ કર્યા હતા પરંતુ ટ્રીબ્યુનલે તે નિર્ણયને બદલ્યો હતો.
The illustration shows the silhouette of a man threatening a woman.
Source: AAP Image/Jan-Philipp Strobel/PA
વર્તમાન કાયદા પ્રમાણે, સરકાર વિદેશી નાગરિકના વિસા ત્યારે જ રદ કરી શકે છે જ્યારે તે ચારીત્ર્ય પરીક્ષણમાં નિષ્ફળ રહ્યો હોય અથવા તેણે 12 મહિના જેલની સજા ભોગવી હોય પરંતુ મંત્રી કોલમેનના જણાવ્યા પ્રમાણે બાળકો અને મહિલાઓ પર અત્યાચાર કરનારના ઓસ્ટ્રેલિયન વિસા રદ કરાશે.

Readers experiencing domestic violence and seeking help can contact 1800 RESPECT (1800 737 732) or Lifeline 13 11 14.

Share
Published 4 March 2019 2:27pm
Updated 7 March 2019 12:29pm
By SBS Gujarati
Source: SBS


Share this with family and friends