ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ સ્ટેટીસ્ટીક્સના એક અભ્યાસ પ્રમાણે ઓસ્ટ્રેલિયામાં ઘરેલું હિંસાનો ભોગ બનતી દર 10માંથી 7 મહિલાઓ આ અન્યાય સામે લડવાને બદલે તેને સહન કરી લે છે.
બીજી તરફ ઘરેલું હિંસાનો ભોગ બનેલી મહિલાઓમાંથી 50 ટકા મહિલાઓ તેમના સાથીદારોને છોડીને જવા માંગે છે પરંતુ તેઓ એટલા શક્તિશાળી ન હોવાના કારણે હિંમત કરી શકતી નથી.
ઓસ્ટ્રેલિયામાં મહિલાઓ તેમના સાથીદારો દ્વારા ઘરેલું હિંસાનો ભોગ બને છે. સામાન્ય રીતે બાળકોની માતા બન્યા બાદ પણ આ ત્રાસ યથાવત રહે છે.જેન મેટ્સ પણ 1.6 મિલીયન ઓસ્ટ્રેલિયન મહિલાઓમાંની એક મહિલા છે જેણે ઘરેલું હિંસાનો અત્યાચાર સહન કર્યો છે.
Domestic violence Source: Shutterstock
તેમના જણાવ્યા પ્રમાણે, તેમના પતિએ તેમના ગળા આગળ છરી મૂકી દીધી હતી અને મારી નાંખવાની ધમકી આપી હતી.
25 ટકા મહિલાઓને તેમના વર્તમાન સાથીદારો દ્વારા ત્રાસ
વર્ષ 2017માં એક મિલીયનમાંથી લગભગ 25 ટકા મહિલાઓને તેમના વર્તમાન સાથીદારો દ્વારા ત્રાસ અપાયાના બનાવો નોંધાયા હતા. જેમાંથી 33 ટકા મહિલાઓએ તેમના સાથીદારોને ટૂંકા સમય માટે છોડી દીધા હતા.
જોકે, ત્યાર બાદ તેઓ પરત ફર્યા હતા. તેમના જણાવ્યા પ્રમાણે તેઓ તેમના લગ્નજીવનને એક નવી દિશા આપવા માંગતા હોવાથી અને સાથીદારને પ્રેમ કરતા હોવાના કારણે ઘરે પરત ફર્યા હતા.
જે 70 ટકા મહિલાઓ ઘર ન છોડી શકી તેમાંથી 50 ટકા મહિલાઓએ ઘર ન છોડવા અંગે અફસોસ વ્યક્ત કર્યો હતો.
ALSO READ
મહિલાઓ માટે આર્થિક મુશ્કેલી ઉભી થાય
રેપ એન્ડ ડોમેસ્ટીક વાયોલન્સ સર્વિસ ઓસ્ટ્રેલિયાના કરેન વિલીસના જણાવ્યા પ્રમાણે મહિલાઓ ઘર છોડીને જાય તો તેમના માટે આર્થિક સમસ્યાઓ ઉભી થાય છે. ઘરની બહાર ગયા પછી ઘણા ખર્ચાઓ વધી જાય છે અને મહિલાઓ એટલી પગભર ન હોવાથી તેઓ મુશ્કેલીમાં મૂકાય છે.
પુરુષો પણ હિંસાનો શિકાર બન્યા
ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ સ્ટેટીસ્ટીક્સના જણાવ્યા પ્રમાણે, પુરુષોને પણ હિંસા અંગે પૂછવામાં આવ્યું હતું. દર 17માંથી એક પુરુષે તેમના સાથીદાર દ્વારા થતી હિંસાની ફરિયાદ કરી હતી.
સરકાર દ્વારા 300 મિલીયન ડોલરનો ખર્ચ
ઓસ્ટ્રેલિયન સરકારે મહિલાઓ વિરુદ્ધ થતા અત્યાચાર સામે લડવા માટે ગયા વર્ષે 300 મિલીયન ડોલર જેટલો ખર્ચ કર્યો હતો પરંતુ ઘરેલું હિંસાના બનાવોમાં ઘટાડો થયો નથી.