ઓસ્ટ્રેલિયન કેન્દ્ર સરકારે પ્રાયોરિટી માઇગ્રેશન સ્કીલ્ડ ઓક્યુપેશન લિસ્ટમાં વધુ વ્યવસાયોનો સમાવેશ કર્યો છે.
જેના કારણે આ વ્યવસાયોમાં કાર્ય કરતા માઇગ્રન્ટ કર્મચારીઓના વિસાની પ્રક્રિયામાં ઝડપ આવશે.
ઇમિગ્રેશન મંત્રી એલેક્સ હોકે 22 વ્યવસાયોનો વર્તમાન પ્રાયોરિટી માઇગ્રેશન સ્કીલ્ડ ઓક્યુપેશન લિસ્ટમાં ઉમેરો કરવાની જાહેરાત કરી હતી.
અગાઉ આ લિસ્ટમાં 19 વ્યવસાયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
જેમાં શેફ, સિવીલ એન્જીનિયર્સ, સોફ્ટવેર પ્રોગ્રામર્સ જેવા વ્યવસાયોનો ઉમેરો થયો છે.મંત્રી હોકે જણાવ્યું હતું કે સ્કીલ્ડ ઓક્યુપેશન લિસ્ટમાં ઉમેરો દેશની કોરોનાવાઇરસની બાદની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.
The ACT Critical Skills List was updated on 24 June 2022 Source: Getty Images
તેમણે ઉમેર્યું હતું કે, મોરિસન સરકાર સ્કીલ્ડ માઇગ્રેશન દ્વારા ઓસ્ટ્રેલિયાના વેપાર - ઉદ્યોગોને સહયોગ આપવા કટીબદ્ધ છે.
નવા પ્રાયોરિટી સ્કીલ્ડ ઓક્યુપેશન લિસ્ટમાં વ્યવસાયોની સંખ્યા 41 સુધી પહોંચી ગઇ છે.
ઓસ્ટ્રેલિયન હોટલ્સ એસોયિસેશન એન્ડ ટુરિઝમ એકોમોડેશન ઓસ્ટ્રેલિયાએ શેફ વ્યવસાયને ક્રિટીકલ સ્કીલ લિસ્ટમાં સામેલ કરવા માટે ભલામણ કરી હતી.
ઓસ્ટ્રેલિયાના હોસ્પિટાલિટી ક્ષેત્ર તથા ઓસ્ટ્રેલિયન રીસોર્સ એન્ડ એનર્જી ગ્રૂપે (AMMA) સરકારના આ નિર્ણયને આવકાર્યો છે.
પ્રાયોરિટી સ્કીલ્ડ માઇગ્રેશન ઓક્યુપેશન લિસ્ટમાં કયા વ્યવસાયોનો સમાવેશ કરાયો
- એકાઉન્ટન્ટ (જનરલ)
- એકાઉન્ટન્ટ (ટેક્સેશન)
- એકાઉન્ટન્ટ (મેનજમેન્ટ)
- એક્સ્ટર્નલ ઓડિટર
- ઇન્ટરનલ ઓડિટર
- ઇલેક્ટ્રીકલ એન્જીનિયર
- સિવીલ એન્જીનિયર
- સ્ટ્રક્ચરલ એન્જીનિયર
- જીયોટેક્નિકલ એન્જીનિયર
- ટ્રાન્સપોર્ટ એન્જીનિયર
- માઇનિંગ એન્જીનિયર
- પેટ્રોલિયમ એન્જીનિયર
- સર્વેયર
- કાર્ટોગ્રાફર
- અધર સ્પેટિયલ સાયન્ટીસ્ટ
- મેડિકલ લેબોરેટરી સાયન્ટીસ્ટ
- ઓર્થોટીસ્ટ - પ્રોસ્થેટીસ્ટ
- મલ્ટીમિડીયા સ્પેશ્યાલિસ્ટ
- એનાલિસ્ટ પ્રોગ્રામર
- સોફ્ટવેર એન્ડ એપ્લિકેશન્સ પ્રોગ્રામર્સ
- આઇસીટી સિક્યોરિટી સ્પેશ્યાલિસ્ટ
- શેફ