ઓસ્ટ્રેલિયાના વિઝીટર વિસા મેળવવામાં ભારતીયો ટોચના ક્રમે

હોમ અફેર્સ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે, વર્ષ 2021-22માં કોવિડ-19 મહામારી બાદ 190,605 ભારતીયોની વિઝીટર વિસાની અરજી મંજૂર કરવામાં આવી. એપ્રિલ-જૂન 2022 વચ્ચે વિઝીટર વિસાની 91.9 ટકા અરજી મંજૂર.

Australia Tourist Visa Approval Rates Revealed

Australia Tourist Visa Approval Rates Revealed Credit: SBS News

ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સ દ્વારા વિઝીટર - ટુરિસ્ટ વિસા પર ઓસ્ટ્રેલિયા મુલાકાત માટેની વિસા અરજીના આંકડા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.

જેમાં કોવિડ-19 મહામારી અગાઉ અને ત્યારબાદ કરવામાં આવેલી અરજીનો સમાવેશ થાય છે.

છેલ્લા કેટલાક સમયમાં ટુરિસ્ટ તથા બિઝનેસ વિસા પર ઓસ્ટ્રેલિયા આવવા માંગતા લોકોની સંખ્યામાં વધારો થયો છે પરંતુ તે કોવિડ-19 મહામારીના અગાઉના સ્તર કરતાં ઘણી ઓછી છે.

વર્ષ 2021-22માં લગભગ 699,725 લોકોએ ઓસ્ટ્રેલિયાની મુલાકાત લીધી છે. જે વર્ષ 2018-19માં 6.5 મિલિયન મુલાકાતીઓની સરખામણીમાં ઘણી ઓછી છે.

Australian visa
Source: Getty / Getty Images/Stadtratte
મુલાકાતીઓની સંખ્યામાં ભારત ટોચના ક્રમે

ઓસ્ટ્રેલિયા મુલાકાત લેવા માંગતા અરજીકર્તાના વિસાની મંજૂરીમાં ઘણો ફેરફાર જોવા મળ્યો છે.

કોવિડ-19 મહામારી અગાઉ વર્ષ 2018-19માં કુલ 5.2 મિલિયન અરજી મંજૂર કરવામાં આવી હતી.

આ યાદીમાં ચીન પ્રથમ ક્રમે હતું. તે વર્ષે ચીનથી ઓસ્ટ્રેલિયા મુલાકાત લેવા માંગતા 856,110 મુલાકાતીઓની વિસા અરજી મંજૂર કરવામાં આવી હતી.

જે કુલ મંજૂર થયેલી અરજીના 17 ટકા હતા.

ત્યાર બાદ અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, જાપાન, મલેશિયાનો સમાવેશ થતો હતો.

250,874 અરજી સાથે ભારત યાદીમાં છઠ્ઠા ક્રમે હતું.
A sign greeting travelers as they enter the rural town of Kimba, one of two towns shortlisted to host a nuclear waste facility.
A sign greeting travellers as they enter the rural town of Kimba. Source: AAP

જોકે, વર્ષ 2021-22માં મહામારી બાદ ચીનના મુલાકાતીઓની સંખ્યામાં 95 ટકાનો ઘટાડો નોંધાયો છે.

તે વર્ષે 36,150 લોકોની વિસાની અરજી મંજૂર કરવામાં આવી હતી.

ભારત આ યાદીમાં ટોચના ક્રમે છે. 190,605 ભારતીયોની વિસા અરજી મંજૂર કરવામાં આવી હતી.

જે મંજૂર થયેલી કુલ 1 મિલિયન અરજીના 19 ટકા જેટલી છે.

ત્યાર બાદ યુનાઇટેડ કિંગડમ, સિંગાપોર, અમેરિકા, મલેશિયા તથા ચીનનો સમાવેશ થાય છે.

બિઝનેસ વિસાની મંજૂરીમાં 320 ટકાનો ઘટાડો

બિઝનેસ વિસાની મંજૂરીમાં છેલ્લા કેટલાક સમયમાં ઘટાડો નોંધાયો છે. વર્ષ 2018-19માં લગભગ 504,782 વિસા મંજૂર કરવામાં આવ્યા હતા.

ચીન 82,026 વિસા સાથે ટોચના સ્થાને હતું. ત્યાર બાદ અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, જાપાન તથા ભારતનો ક્રમ આવે છે.

8198 વિસાની મંજૂરી સાથે ત્રણ વર્ષ બાદ ચીન યાદીમાં છઠ્ઠા ક્રમે સરકી ગયું છે.

યાદીમાં અમેરિકા પ્રથમ સ્થાને છે. અમેરિકાના 13,444 અરજીકર્તાને બિઝનેસ વિસા આપવામાં આવ્યા હતા.

ત્યાર બાદ સિંગાપોર, યુનાઇટેડ કિંગડમ, ભારત અને સાઉથ કોરિયાનો સમાવેશ થાય છે.


લગભગ 92 ટકા અરજી મંજૂર

હોમ અફેર્સ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે, એપ્રિલ-જૂન 2022 વચ્ચે વિઝીટર વિસાની 91.9 ટકા અરજી મંજૂર કરવામાં આવી હતી.

જે વર્ષ 2019માં 94.6 ટકા હતી.

કોવિડ-19 મહામારી દરમિયાન અને તે અગાઉ કરવામાં આવેલી અરજીની મંજૂરીને ઘણી અસર પહોંચી છે.

વિવિધ દેશોમાંથી કરવામાં આવેલી અરજીની મંજૂરીનો દર પણ અલગ અલગ રહ્યો છે. એપ્રિલ-જૂન વચ્ચે થાઇલેન્ડથી ટુરિસ્ટ વિસા 600 અને 676 અરજીની મંજૂરીનો દર 66 ટકા રહ્યો હતો.

જ્યારે અમેરિકાનો દર 95 ટકા હતો.

વર્ષ 2019માં થાઇલેન્ડની 82 ટકા અરજી મંજૂર થઇ હતી જ્યારે ફીજીથી ઓસ્ટ્રેલિયા મુલાકાત લેવા માંગતા 76 ટકા લોકોની વિઝીટર વિસાની અરજી મંજૂર કરવામાં આવી હતી.

તે સમયે ચિલી 96 ટકા મંજૂરી સાથે ટોચના ક્રમે હતું.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share
Published 16 November 2022 3:32pm
Presented by Vatsal Patel
Source: SBS

Share this with family and friends