એક સર્વેના તારણ પ્રમાણે, ઓસ્ટ્રેલિયામાં જાતિવાદનું જો સૌથી વધુ પ્રમાણ કોઇ ક્ષેત્રમાં જોવા મળતું હોય તો એ રમતજત છે.
ધ વર્લ્ડ વિઝન દ્વારા કરવામાં આવેલા સ્ટડીમાં જાણવા મળ્યા પ્રમાણે, અડધાથી પણ વધારે ઉમેદવારોએ સ્વીકાર્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં તેમણે વિવિધ સ્થાનો પર જાતિવાદનો જોયો છે. અને તેમણે ઓસ્ટ્રેલિયન સરકાર આ દિશામાં યોગ્ય પગલાં લે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી.
વર્લ્ડ વિઝનના લીડર વિલ મેન્ઝરે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં યુવાનો જાતિવાદનો અનુભવ કરી રહ્યા છે. જાતિવાદનું દુષણ બંધ થાય તે માટે યોગ્ય પગલાં લેવાની જરૂરિયાત છે.
Image
રમતજગત સિવાય અન્ય સ્થાનો પર જાતિવાદ
રમતજગત સિવાય ઓસ્ટ્રેલિયામાં પલ્બિક ટ્રાન્સપોર્ટ અને શોપિંગ સેન્ટર્સમાં પણ લોકોએ જાતિવાદ અનુભવ્યો હોવાનું સ્વીકાર્યું હતું.
રેફ્યુજી પરિવારોને ઓસ્ટ્રેલિયા સ્થાયી થવામાં પડી રહેલી મુશ્કેલીમાં લગભગ 79 ટકા લોકોએ ભેદભાવનો ઉલ્લેખ કર્યો હતો.
ઓસ્ટ્રેલિયામાં જાતિવાદનો પ્રશ્ન છેલ્લા 12 મહિનામાં વધુ ચિંતાજનક બન્યો છે, તેમ મેન્ઝરે જણાવ્યું હતું.
રમતના ક્ષેત્રમાં જાતિવાદનું પ્રમાણ
ઓસ્ટ્રેલિયાના મેલ્બર્ન શહેરના હ્યુમ વિસ્તારમાં લગભગ 45 ટકા લોકો અંગ્રેજી સિવાયની ભાષા બોલે છે. હ્યુમ સેન્ટ્રલ સેકન્ડરી કોલેજના યર 7ના કો-ઓર્ડીનેટર માયરા જમાલે જણાવ્યું હતું કે, તેમણે ઘણી વખત અન્ય મૂળના લોકોને રમત ક્ષેત્રમાં જાતિવાદનો અનુભવ કરતા જોયા છે.
એક તારણ પ્રમાણે, આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ્સની સરખામણીએ સ્થાનિક સ્પોર્ટ્સ ટૂર્નામેન્ટ્સમાં જો જાતિવાદનો અનુભવ થાય તો ખેલાડીઓએ તેની ફરિયાદ કરે છે.
Image
AFL ટૂર્નામેન્ટમાં જાતિવાદ
ઓસ્ટ્રેલિયન ફૂટબોલ લીગ (AFL)માં સિડની સ્વાન્સના ખેલાડી એડમ ગુડ્સનો એક મેચ દરમિયાન પ્રેક્ષકો દ્વારા હુરિયો બોલાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ ઉપસ્થિત પ્રેક્ષકોના વર્તનની યોગ્યતા પર પ્રશ્નો ઉભા થયા હતા.
આ વર્ષે AFL એ તે ઘટના અંગે માફી માંગી હતી. જોકે ત્યાર બાદ રમતજગતમાં પ્રવર્તી રહેલા જાતિવાદના દુષણ સામે વધુ કડક પગલાં લેવાય તેવી માંગ સર્જાઇ હતી.
વર્લ્ડ વિઝનના કમ્યુનિટી હેડ ડેલ એમસ્ટબર્ગે ABC News સાથેની પોતાની વાતચીતમાં જણાવ્યું હતું કે એક તરફ AFL અને NRL જેવી ટૂર્નામેન્ટ્સમાં ઇન્ડીજીનીસ રાઉન્ડ્સનો સમાવેશ કરીને તે સમાજની સફળતાને બિરદાવવામાં આવે છે ત્યારે કોઇ ખેલાડી સાથે જાતિવાદ થાય તે ખરેખર નિરાશાજનક છે. આ દિશામાં હજી પણ યોગ્ય પગલાં લેવાય તે જરૂરી છે.