તાજેતરમાં Migration Amendment (New Skilled Regional Visas) Regulations 2019 અંતર્ગત રીજનલ ઓસ્ટ્રેલિયાનો વિકાસ કરવા માટે ત્રણ નવા વિસા અમલમાં મૂકવાની જાહેરાત કરવામાં આવી છે.
ઇમિગ્રેશન, સિટીઝનશીપ એન્ડ મલ્ટિકલ્ચરલ અફેર્સ મિનિસ્ટર, ડેવિડ કોલમેન દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો પ્રમાણે, subclass 491 અને વર્તમાન જનરલ સ્કીલ્ડ માઇગ્રેશન વિસામાં નવી પોઇન્ટ સિસ્ટમ દાખલ કરવામાં આવી છે.
પોઇન્ટ્સ ટેસ્ટમાં કરવામાં આવેલા ફેરફાર -
- પાર્ટનર, spouse કે de facto partner સ્કીલ ધરાવતા હશે તો અરજીકર્તાને વધુ 10 પોઇન્ટ્સ મળશે
- રાજ્ય કે ટેરીટરી સરકાર અથવા રીજનલ વિસ્તારમાં રહેતા પરિવારના સભ્ય દ્વારા સ્પોન્સરશીપ મેળવનાર અરજીકર્તાને વધુ 15 પોઇન્ટ્સ મળશે.
- જો STEM (Science, Technology, Engineering and Mathematics) ક્વોલિફીકેશન ધરાવતા હશે તે અરજીકર્તાને વધુ 10 પોઇન્ટ્સ મળશે
- અપરણિત, સિંગલ કે de facto partner ન હોય તે અરજીકર્તાને 10 પોઇન્ટ્સ મળશે
- જીવનસાથી કે de facto partner અંગ્રેજી ભાષાની યોગ્યતા ધરાવતા હશે તો તેમને 5 પોઇન્ટ્સ મળશે.
સરકારે કરેલા ફેરફાર અંગે માઇગ્રેશન વિશેષજ્ઞ ચમનપ્રિતે જણાવ્યું હતું કે સરકારના આ ફેરફાર પરણિત, અપરણિત કે સિંગલ હોય તે તમામ લોકો માટે ફાયદાકારક છે.
નવી પોઇન્ટ્સ સિસ્ટમ જે અરજીકર્તા અપરણિત કે spouse ધરાવતા ન હોય તેમને વધુ 10 પોઇન્ટ્સ આપશે. અગાઉ જે અરજીકર્તા પરણિત કે પાર્ટનર ધરાવતા હતા તેમને જ પોતાના પાર્ટનરની સ્કીલ પર વધુ પોઇન્ટ્સ મળતા હતા. સિંગલ કે અપરણિત અરજીકર્તાને આ શ્રેણીમાં એક પણ પોઇન્ટ મળતો નહોતો. જોકે, નવા ફેરફાર તમામ લોકો માટે લાભદાયી છે.
આ ફેરફાર પ્રોડક્ટીવિટી કમિશન દ્વારા કરવામાં આવેલી ભલામણો બાદ કરાયા છે. 2016માં બહાર પાડવામાં આવેલા રીપોર્ટમાં પ્રોડક્ટીવિટી કમિશને ગૌણ (સેકન્ડરી) અરજીકર્તાની સ્કીલ્સ પ્રાથમિક (primary) અરજીકર્તાની અરજીને લાભદાયી થઇ શકે તેવી ભલામણો કરી હતી.
વિશેષજ્ઞોના મતે, જે અરજીકર્તા અંગ્રેજી ભાષાનું સર્વોત્તમ જ્ઞાન ધરાવતો હશે તેને આ ફેરફારથી ફાયદો થશે.
સ્કીલ પાર્ટનર કે સિંગલ અરજીકર્તાની અરજીને પ્રાથમિકતા અપાશે. જોકે, જે અરજીકર્તાના પાર્ટનર પાસે અંગ્રેજી ભાષાનું યોગ્ય જ્ઞાન તથા સ્કીલ નહીં હોય તેની અરજીને ઓછું મહત્વ મળે તેમ લાગી રહ્યું છે.
નવી સિસ્ટમ 16મી નવેમ્બર 2019થી લાગૂ કરાશે.