બ્લડ પ્રેશર અને સ્ટ્રોક જેવા રોગથી બચાવે છે શરીરમાં રહેલું પોટેશિયમ

Role of Potassium in human body

Role of Potassium in human body. Source: Getty Images

માનવ શરીરમાં મીઠાના કારણે થતી અસરો રોકવામાં પોટેશિયમ મહત્વનો ભાગ ભજવે છે. ડાયટિશિયન અને ન્યૂટ્રિશનિસ્ટ નિશા ઠક્કરે SBS Gujarati સાથેની વાતચીતમાં પોટેશિયમનું માનવ શરીરમાં રહેલું મહત્વ અને બ્લડ પ્રેશર તથા સ્ટ્રોકની બિમારી સામે તે કેવી રીતે રક્ષણ આપે છે તે અંગે વાત કરી હતી.


FAST પરીક્ષણએ સ્ટ્રોકના લક્ષણો જાણવાનો અને ઓળખવાનો સરળ ઉપાય છે.

FAST પરીક્ષણએ નીચે મુજબના સામાન્ય પ્રશ્નો થી કરી શકાય

1) Face ચહેરો તપાસો - શું ચહેરો ઉતરી ગયો છે ?

2) Arms હાથ - શું વ્યક્તિ બંને હાથ ઉંચા કરી શકે છે ?

3) Speech ભાષા (બોલવું )- શું તેમની બોલી થોથવાય છે? શું વ્યક્તિ આપને સમજી શકે છે ?

4) Time - સ્ટ્રોકમાં સમયનું ખુબજ મહત્વ છે, તો આવા કોઈપણ લક્ષણો દેખાય તો તરત જ 000 પર ફોન કરવો


Share