ઓસ્ટ્રેલિયામાં વસતો દક્ષિણ એશિયન સમુદાય એક બાબતથી જોડાયેલો છે. તે છે, ક્રિકેટ પ્રત્યેનો તેમનો પ્રેમ.
SBS દ્વારા Colours of Cricket શ્રેણી પ્રસ્તુત કરવામાં આવી રહી છે. જેમાં ઓસ્ટ્રેલિયામાં વસતો દક્ષિણ એશિયન સમુદાય કેવી રીતે ક્રિકેટને નવી દિશા આપી રહ્યો છે તે વિશે જણાવવામાં આવશે.
આઠ એપિસોડ ધરાવતી શ્રેણીમાં, ઉસ્માન ખ્વાજા, કપિલ દેવ, સુનિલ ગાવસ્કર, તિલકરત્ને દિલશાન, લિસા સ્થાલેકર, કોમેન્ટેટર્સ, રમતના ઇતિહાસકાર, પ્રશંસકો તથા સામુદાયિક ક્રિકેટમાં ભાગ લેતા ખેલાડીઓને સાંભળવાની તક મળશે.
જાણો, ક્રિકેટ ઓસ્ટ્રેલિયામાં નવા સ્થાયી થતા માઇગ્રન્ટ્સને કેવી રીતે મદદરૂપ થયું, કેવી રીતે ઉપમહાદ્વીપના ખેલાડીઓએ ક્લબ ક્રિકેટને જીવંત રાખ્યું, અને કેમ મોટી સ્પર્ધામાં ભારતીય ઉપમહાદ્વીપના બાળકો હજી સુધી યોગ્ય પ્રતિનિધિત્વ કરી શક્યા નથી.
Colours of Cricket શ્રેણી ના દક્ષિણ એશિયન ભાષાઓના કાર્યક્રમ: SBS Bangla, SBS Gujarati, SBS Hindi, SBS Malayalam, SBS Nepali, SBS Punjabi, SBS Sinhala, SBS Tamil, and SBS Urdu નો સહિયારો પ્રયાસ છે.
આ શ્રેણી પ્રિતી જબ્બલ તથા કુલાસેગરામ સંચાયન દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે.
Colours of Cricket શ્રેણીનો પ્રથમ એપિસોડ 15મી ઓગસ્ટના રોજ પ્રસારિત થઇ રહ્યો છે. અને, ત્યાર બાદ તમામ એપિસોડ દર અઠવાડિયે પ્રસારિત થશે. શ્રેણીનું ટ્રેલર સાંભળો
શ્રેણીને SBS Radio એપ અથવા તમારી મનપસંદ એપ પર ફોલો કરો.