ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોમાં ઉજવાયો ભારતીય સ્વાતંત્ર્ય દિવસ

Indian independence day celebration

Senior citizens in Marsden Park in Sydney's west celebrated Indian independence day. Credit: Supplied

ઓસ્ટ્રેલિયાના પર્થ, મેલ્બર્ન, સિડની અને ક્વીન્સલેન્ડના ટુંવમ્બા ખાતે ભારતના 78મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ ભારતીય સમુદાયો અને સંસ્થાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વધુ વિગતો ઓડિયો રીપોર્ટમાં મેળવીએ.


પર્થમાં ઉજવણીની કેટલીક તસવીરો.
Indian independence day celebration in Perth
Indian independence day celebration in Perth. Credit: Amit Mehta
Indian independence day celebration in Perth.
Indian independence day celebration in Perth. Credit: Amit Mehta
મેલ્બર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારતીય કોન્સ્યુલેટ તથા ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા સંયુક્ત રીતે ઉજવણી થઇ હતી.

બીજી તરફ, મેલ્બર્ન ખાતે પણ ભારતીય કોન્સ્યુલેટ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને મેલબોર્નમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલ વચ્ચેના સહિયારા પ્રયાસના ભાગરૂપે ભારતીય સ્વતંત્રતા દિવસ પર મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી)ની અંદર ડિજિટલ સ્કોરબોર્ડ સ્ક્રીન પર ભારતીય ધ્વજને પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આઇસીસી વન-ડે વર્લ્ડ કપ ટ્રોફી 2023ને એક ખાસ સમારંભમાં રજૂ કરી હતી.

MCG ખાતેના ઓલિમ્પિક રૂમને ભારતીય ધ્વજમાં શણગારવામાં આવ્યો હતો, અને, કાર્યક્રમની શરૂઆત ભારતીય રાષ્ટ્રગીતની પ્રસ્તુતિ સાથે થઈ હતી. તથા, ભારતીય પ્રશંસકોને પ્રતિષ્ઠિત ટ્રોફી સાથે ફોટા પડાવવાની તક મળી હતી.
Indian independence day celebration in Melbourne. Credit: Cricket Australia
Indian independence day celebration in Melbourne. Credit: Cricket Australia
Indian independence day celebration in Melbourne. Credit: Cricket Australia

માર્સડેન પાર્ક, સિડની

સિડનીમાં પણ ભારતના 78મા સ્વાતંત્ર્ય દિવસની સામૂહિક ઉજવણી કરવામાં આવી હતી.

સિડનીના પશ્ચિમ વિસ્તારમાં આવેલા માર્સડેન પાર્કમાં સિનિયર સિટીઝન્સ ગ્રૂપ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ ઉજવાયો હતો.

અને, આ પ્રસંગે ઓસ્ટ્રેલિયા તથા ભારત બંને દેશોના ધ્વજને સાથે રાખીને સલામી આપવામાં આવી હતી.

ટૂંક સમય માટે ભારતથી ઓસ્ટ્રેલિયા આવેલા સિનિયર સિટિઝન્સે નવી પેઢીના બાળકોને ભારતીય સ્વાતંત્ર્ય દિવસનું મહત્વ સમજાવ્યું હતું.
Senior citizens in Marsden Park in Sydney's west celebrated Indian independence day
Senior citizens in Marsden Park in Sydney's west celebrated Indian independence day. Credit: Supplied

ટુંવમ્બા, ક્વીન્સલેન્ડ

બીજી તરફ, ક્વીન્સલેન્ડના ટુવમ્બા ખાતે ઇન્ડિયન કમ્યુનિટીસ ઓફ ટુવમ્બા સંસ્થા દ્વારા સામૂહિક ધ્વજ વંદન કાર્યક્રમનું વીકેન્ડ દરમિયાન આયોજન કરાયું હતું.
Various community organisations jointly celebrated Indian independence day in Toowoomba in Queensland.
Various community organisations jointly celebrated Indian independence day in Toowoomba in Queensland. Credit: Yaju Mahida

SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share