એક આશા, ભારતમાં ટ્રાન્સજેન્ડર સમાજને પડતી મુશ્કેલીઓને ઉજાગર કરતી એવોર્ડ વિજેતા ફિલ્મ

A still from movie Ek Aasha

Source: Supplied

મેલ્બર્નના ફિલ્મ ડિરેક્ટર મયુર કટારિયા અને તેમના પત્ની જાસ્મીન ઇવાન્સે ભારતમાં ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીને પડી રહેલી મુશ્કેલીઓ અને સમાજમાં થઇ રહેલી તેમની અવગણનાને વાચા આપતી ફિલ્મ એક આશાનું નિર્માણ કર્યું. ઓસ્ટ્રેલિયન ફિલ્મ એક આશાનું શૂટિંગ ભારતમાં થયું હતું. શૂટિંગ દરમિયાન પડેલી મુશ્કેલીઓ, ફિલ્મની સ્ટોરી તથા ફિલ્મને મળેલા વિવિધ એવોર્ડ્સ વિશે મયુર કટારિયાએ SBS Gujarati સાથે વાત કરી હતી.


એક આશા ફિલ્મ વિશે રસપ્રદ માહિતી

  • ફિલ્મનું  નિર્માણ ભારતીય ઓસ્ટ્રેલિયન મયુર કટારિયાએ કર્યું.
  • ઓસ્ટ્રેલિયન ફિલ્મનું શૂટીંગ ભારતમાં હિન્દી ભાષામાં થયું.
  • 11 ટ્રાન્સજેન્ડર્સે ફિલ્મમાં અભિયન કર્યો.
  • ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ મેલ્બર્ન ખાતે એક આશા ફિલ્મનું સ્ક્રીનીંગ થશે.
  • પૂણે ખાતે યોજાયેલા ઇન્ડિયા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં એક આશા ફિલ્મે બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડીરેક્ટરનો એવોર્ડ જીત્યો.
  • ઓસ્ટ્રેલિયા ઇન્ડીપેન્ડન્ટ ફિલ્મ ફેસ્ટિવલ દ્વારા બેસ્ટ ફર્સ્ટ ટાઇમ ફિલ્મ મેકરનો એવોર્ડ.
  • યુકે ફિલ્મ ફેસ્ટિવલ, સ્વિટ્ઝર્લેન્ડ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ , ન્યૂ હોપ ફિલ્મ ફેસ્ટિવલ અમેરિકા અને ઇન્ટરનેશનલ માઇનોરિટીસ ફેસ્ટિવલ પાકિસ્તાન ખાતે ફિલ્મનું સ્ક્રીનીંગ. 
Listen to every Wednesday and Friday at 4 pm. 




Share