બેઠા ગરબા: નવરાત્રિ ઉજવણીની એક અનોખી પરંપરા
Source: Aparna Tijoriwala
અપર્ણા તિજોરીવાલા છેલ્લાં બાર વર્ષથી સિડનીનાં એમનાં ઘરે બેઠા ગરબાનું આયોજન કરે છે. તેઓ જણાવે છે નવરાત્રિ દરમિયાન માતાજીની ભક્તિની આ અનોખી પરંપરા વિષે જેમાં સાથે મળીને ગરબા ગાઈને આ ઉત્સવ ઉજવવામાં આવે છે. ગરબાની કેટલીક મધુર કડીઓ ગાતાં- ગાતાં તેઓ યાદ કરે છે એમના જીવનના એક અણધાર્યા બનાવ વિષે જેણે એમને માતાજીને સ્મરવા માટે આ બેઠા ગરબા કરવાની પ્રેરણા આપી .
Share