જો તમે મહિલા છો તો,તમારું વજન રોજગાર મેળવવાની સંભાવનાઓ પર અસર કરી શકે છે.

હાલમાં કરવામાં આવેલ નવા સંશોધન મુજબ વ્યક્તિના વજનને લઈને પૂર્વગ્રહ વ્યાપક છે. સમાજમાં આવો પૂર્વગ્રહ ધારણાથી વધુ છે.

Employment

Source: Getty Images

વધુ વજનવાળી અથવા મેદસ્વી વ્યક્તિને રોજગારલક્ષી ભેદભાવનો સામનો કરવો પડે છે. આ દુઃખદ વાત છે કે આ પ્રકારનો પૂર્વગ્રહ ધારણાથી વધુ ફેલાયેલ છે. આ પ્રકારના ભેદભાવનો સામનો મહિલાઓએ  વધુ કરવો પડે છે. નવા સંશોધન પ્રમાણે જાણવા મળે છે કે, ગ્રાહક સેવાની - ગ્રાહકો સાથે ફેસ ટુ ફેસ સંપર્કની નોકરીમાં વધુ વજનવાળી મહિલાઓ કરતા વધુ વજનવાળા પુરુષોને નીમવાનું  લોકો વધુ પસન્દ કરે છે.

PLOS ONEના અભ્યાસ મુજબ, સંશોધન દરમિયાન 40 જેટલા અજાણ્યા ચહેરાઓને  120 લોકો (અડધા પુરુષો - અડધી મહિલાઓ)ને  બે અલગ સમયે દેખાડવામાં આવ્યા.  આ 40 લોકો ને સૂચના આપવામાં આવી હતી કે પ્રસ્તુત ફોટોમાંના  પુરુષો અને મહિલાઓ એક સરખી લાયકાત ધરાવે છે. જો આપ નોકરીદાતા હોવ તો ગ્રાહક પ્રતિનિધિ તરીકેની  નોકરી  માટે આપ કોને પસંદ કરો અને કોને પસંદ ન કરો તે મુજબ તેમને ક્રમાંક આપો. 

સંશોધનમાં ભાગ લેનાર લોકોને  ચાર મહિલાઓ અને  ચાર પુરુષોના ફોટા દેખાડવામાં આવ્યા : પહેલી વખત તેમને લોકોના ફોટા તેઓ કુદરતી રીતે જેવા દેખાય છે તેવાજ દેખાડવામાં આવ્યા અને બીજી વખત ફોટામાંના લોકોના ચહેરા ડિજિટલ રીતે ભારી - મેદસ્વી જેવા દેખાડવામાં આવ્યા.   

આ અભ્યાસના લેખકે જાણ્યું કે લોકો મહિલાઓના ચહેરાનો ગહન  અભ્યાસ કરતા હતા, અને ભારી ચહેરો ધરાવતી મહિલાઓ કરતા તેઓ ભારી ચહેરો ધરાવતા પુરુષને ગ્રાહકો સાથે સીધો સંપર્ક સાધતી નોકરી માટે વધુ પસંદ કરતા હતા.  ભારે ચહેરો ધરાવતા પુરુષો અને સામાન્ય ચહેરો ધરાવતા પુરુષોના ક્રમાંક (રેટિંગ) માં ખાસ ફર્ક ન હતો જયારે મહિલાઓને અપાયેલ ક્રમાંકમાં ભેદભાવ સ્પષ્ટ હતો.

આ  અભ્યાસમાં  માત્ર સફેદ લોકોના ચહેરાનો  સમાવેશ કરવામાં આવ્યો છે. લેખકે  જણાવ્યું હતું કે આવું  સભાનપણે કરવામાં આવ્યું હતું, જેથી પરીક્ષણ ને માર્યાદિત રાખી શકાય પણ ભવિષ્યના  અભ્યાસમાં  કામ સંભાવનાની  દ્રષ્ટિએ વજન અને જાતિના આંતરવિભાગીયતા સમજવા માટે વિવિધ જાતિ અને સમુદાયોનો સમાવેશ કરાશે.

This article originally appeared on © 2016 All Rights reserved. Distributed by Tribune Content Agency.


Share
Published 12 September 2016 12:26pm
Updated 12 August 2022 4:02pm
By Harita Mehta, Susan Rinkanus


Share this with family and friends