વિવિધ દેશોના પાસપોર્ટનું એનાલિસીસ કરતી સંસ્થા હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સે જે – તે દેશોને તેમને પોતાનો ક્રમ આપ્યો છે. જેમાં વર્ષ 2020 માટે જાપાન પ્રથમ ક્રમે રહ્યું છે.
કયા દેશનો પાસપોર્ટ કેટલો શક્તિશાળી છે તેની ગણતરી જે-તે દેશના પાસપોર્ટ ધારક વિશ્વના કેટલા દેશોમાં વિસા મેળવ્યા વગર મુસાફરી કરી શકે છે તેની પર આધાર રાખે છે.
190 દેશો સાથે સિંગાપોર બીજા, સાઉથ કોરિયા અને જર્મનીનો પાસપોર્ટ ધરાવતા નાગરિકો 189 દેશોમાં વિસા વિના મુસાફરી કરી શકતા હોવાથી તેઓ ત્રીજા ક્રમે છે.
આંતરરાષ્ટ્રીય એર ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (IATA) દ્વારા મળતા આંકડાના આધારે 199 દેશોના પાસપોર્ટ્સ અને 227 સ્થળોનો ડેટા રાખે છે અને વિસા પોલિસીમાં થતા ફેરફારને ધ્યાનમાં રાખીને શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં ફેરફાર કરે છે.
Image
વર્ષ 2020 માટે વિશ્વના ટોચના 10 શક્તિશાળી પાસપોર્ટ્સ
- 1. જાપાન 191 દેશો
- 2. સિંગાપોર 190 દેશો
- 3. સાઉથ કોરિયા, જર્મની 189 દેશો
- 4. ઇટાલી, ફિનલેન્ડ 188 દેશો
- 5. સ્પેન, લક્સમ્બર્ગ, ડેનમાર્ક 187 દેશો
- 6. સ્વીડન, ફ્રાન્સ 186 દેશો
- 7. સ્વીટ્ઝર્લેન્ડ, પોર્ટુગલ, નેધરલેન્ડ્સ, આયર્લેન્ડ, ઓસ્ટ્રિયા 185 દેશો
- 8. અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, નોર્વે, ગ્રીસ, બેલ્જિયમ 184 દેશો
- 9. ન્યૂઝીલેન્ડ, માલ્ટા, ઝેક રિપબ્લિક, કેનેડા, અમેરિકા 183 દેશો
- 10. સ્લોવાકિયા, લિથુઆનિયા, હંગેરી 181 દેશો
Image
ભારતીય પાસપોર્ટનું સ્થાન
ભારતીય પાસપોર્ટ આ યાદીમાં 84મા ક્રમે છે. હાલમાં 58 દેશોમાં ભારતીય પાસપોર્ટ ધારક વિસા વિના મુસાફરી કરી શકે છે. ગયા વર્ષની સરખામણીમાં તેને પાંચ સ્થાનનું નુકસાન ગયું છે. તે અગાઉ 61 દેશો સાથે 79મા ક્રમે હતો.
ભારતીય પાસપોર્ટ ધારક મોરેશિયસ, નેપાળ, સર્બિયા, કતાર, ફિજી, ઇન્ડોનેશિયા જેવા દેશોમાં વિસા વિના મુસાફરી કરી શકે છે જ્યારે તેમને શ્રીલંકા, થાઇલેન્ડ, જોર્ડન, કેન્યા, ઇરાન જેવા દેશોમાં ઓન-અરાઇવલ વિસા મળે છે.
ઓસ્ટ્રેલિયન પાસપોર્ટ ધરાવનાર વ્યક્તિને 183 દેશોમાં વિસા વિના મુસાફરી
ઓસ્ટ્રેલિયન પાસપોર્ટ વિશ્વમાં નવમા ક્રમનો સોથી શક્તિશાળી પાસપોર્ટ છે. ઓસ્ટ્રેલિયન પાસપોર્ટ ધરાવનાર વ્યક્તિ 183 દેશોમાં વિસા વિના મુસાફરી કરી શકે છે. જેમાં સિંગાપોર, ઇન્ડોનેશિયા, જાપાન, મલેશિયા, ફિજી, ન્યૂઝીલેન્ડનો અને યુરોપના કેટલાક દેશોનો સમાવેશ થાય છે.
જ્યારે અમેરિકા, કેનેડા, શ્રીલંકા જેવા દેશોમાં જવા માટે ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરિટી (eTA) ની જરૂરિયાત રહે છે.
શ્રીલંકા, લેબેનોન, નેપાળ, માલદિવ્સ, બાંગ્લાદેશ, ઇરાન, જોર્ડન, સાઉદી અરેબિયા જેવા દેશોમાં મુસાફરી કરવા માટે ઓન – અરાઇવલ વિસા મળે છે.
વિશ્વના 5 સૌથી નબળા પાસપોર્ટ્સ
- યેમેન 33 દેશો
- સોમાલિયા, પાકિસ્તાન 32 દેશો
- સિરીયા 29 દેશો
- ઇરાક 28 દેશો
- અફઘાનિસ્તાન 26 દેશો