કિડની, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ બાદ ભારતીય એથ્લીટ્સે ઓસ્ટ્રેલિયામાં મેડલ જીત્યા

શરીરના અંગો દાનમાં આપનાર કે મેળવનાર વ્યક્તિ પણ સ્વસ્થ જિંદગી જીવી શકે છે એવી પ્રેરણા આપવા માટે આ વર્ષે પર્થ ખાતે વર્લ્ડ ટ્રાન્સપ્લાન્ટ ગેમ્સનું આયોજન થયું હતું. કેવી જીવલેણ બિમારીઓનો સામનો કરીને સ્પર્ધામાં ભાગ લીધો અને મેડલ્સ જીત્યા તે વિશે સ્પર્ધકોના હ્દયસ્પર્શી કિસ્સાઓ વિશે જાણીએ.

WhatsApp Image 2023-04-24 at 12.37.10 AM.jpeg

Image Source: Amit Mehta

અંગનું દાન કરનાર તથા દાન મેળવનારી વ્યક્તિઓ પણ રમતોમાં ભાગ લઇને પોતાની શક્તિઓનો પરચો આપી શકે તે હેતૂથી વર્લ્ડ ટ્રાન્સપ્લાન્ટ ગેમ્સનું આયોજન કરવામાં આવે છે.

તાજેતરમાં 15થી 21મી એપ્રિલ 2023 દરમિયાન વર્લ્ડ ટ્રાન્સપ્લાન્ટ ગેમ્સ પર્થના ઓપ્ટ્સ સ્ટેડિયમમાં રમાઇ હતી.
મુંબઈના વિજય યાદવે બે મેડલ મેળવ્યા

રમતોત્સવમાં ભાગ લેવા માટે પર્થ આવેલા વિજય યાદવ મૂળ મુંબઈના છે. નોકરી અર્થ તેઓ યુનાઇટેડ કિંગડમ ગયા હતા.

ત્યાં તેમની પત્નીને કિડનીની જરૂર પડી હતી.
Vijay Yadav.jpg
વિજયને ડોક્ટરે જણાવ્યું હતું કે, તેમની પત્નીને દાનમાં કિડની મળવી અશક્ય છે. વિજયભાઈને થયું ભલે મારી પત્નીને કિડની ન મળે પણ હું કોઈ અન્ય વ્યક્તિને કિડની આપીશ તો કોઈ ભારતીયને જીવનદાન મળશે આમ વિચારી તેમણે કિડનીનું દાન કર્યું.

ટ્રાન્સપ્લાન્ટ ગેમ્સમાં વિજય યાદવે 5 કિમી દોડ અને અંડર-50 બોલ થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યા છે.

તેમની પત્નીને કિડની મળ્યા બાદ હાલ બન્ને સ્વસ્થ છે.

બેંગ્લોરના વરુણે 3 મેડલ જીત્યા

વરૂણ માત્ર ચૌદ વર્ષનો છે નાની ઉંમરે તેને કિડનીની બિમારી થઇ હતી.

વરુણને માતાએ કિડની આપી અને તે હાલમાં સ્વસ્થ છે.

ટેનિસ, ટેબલ-ટેનિસ અને બેડમિન્ટન ગેમ્સમાં ભાગ લઇને તેણે ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા.

હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયું અને જીવ બચ્યો 

દિલ્હીના કરણ નંદા અગાઉ સોકર રમતા હતા.

એક દિવસ રમતી વખતે અચાનક ગ્રાઉન્ડમાં તેમને હાર્ટ-અટેક આવ્યો હતો.

CPRની સારવાર આપતા તેઓ બચી ગયા હતા.

ચાર મહિના પછી કોઈ વ્યક્તિનું હૃદય મળ્યું અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું.

હ્દયની બિમારીના કારણે ફરીથી ફૂટબોલ ન રમી શકાય તેથી તેમણે ગોલ્ફ રમવાનું શરુ કર્યું.

ટ્રાન્સપ્લાન્ટ ગેમ્સમાં તેમણે ગોલ્ફમાં એક વ્યક્તિગત અને એક ડબલ્સ સ્પર્ધામાં એમ બે સિલ્વર મેડલ જીત્યા હતા.
Karan.jpg
મિત્રએ મિલકત વેચી જીવ બચાવ્યો

તૌહીદ અહમદ બારાબંકીના વતની છે

તૌહીદના જણાવ્યા પ્રમાણે, તેમને કિડનીની બીમારી થઇ ત્યારે કુટુંબીજનો પાસેથી કોઇ મદદ મળી નહી.
એક મિત્રએ ખેતર અને અન્ય મિલકત વેચી કિડનીની વ્યવસ્થા કરી આપી હતી.
આજે તૌહીદ સ્વસ્થ છે અને બેડમિન્ટન ડબલ્સમાં અભિનવ પંગત સાથે મળી બ્રોન્ઝ મેડલ મેળવી મિત્રનો આભાર માન્યો હતો.

પિતાને કિડનીનું દાન કર્યું અને ગોલ્ડ જીત્યા 

રોય ટોમ અને મિલી પતિ-પત્ની છે. બંનેએ તેમના પોતપોતાના પિતાને કિડની આપી છે.

મિલીએ તેમનો પુત્ર એક વર્ષનો હતો ત્યારે તેમના પિતાને કિડનીનું દાન કર્યું હતું.

રોય ટોમે અંડર-50 માં 100 મીટર લોગ જમ્પમાં અને 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જયારે મિલીએ 100 મીટર દોડ, અને અંડર-50 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા.
Roy and Mili.jpg
અન્ય એક સ્પર્ધક સૌવિક સરકાર બંગાળના વતની છે. તેમના ગામમાં દવાખાનાની સુવિધા ન હોવાથી માતા પિતા અનેક સ્થળે ભટક્યા અને કિડની મેળવી હતી.

પર્થ ખાતે રમાયેલી સ્પર્ધામાં ડાર્ટની રમતમાં તેમણે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ઓર્ગન ઇન્ડિયાના સીઈઓ સુનયના બેન છે. ફાઉન્ડર અનિકા પરાશરે કહ્યું કે મારી માતાનું દસ વર્ષ અગાઉ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયું હતું ત્યારથી ઓર્ગન ઇન્ડિયાની શરૂઆત કરી હતી.

દેશના લોકોમાં ઓર્ગન ડોનેશન માટે જાગૃતતા ફેલાવીયે છીએ અમે ભારતમાં શાળાઓ, નાના ગામ, પંચાયત એમ અનેક સંસ્થાઓ સાથે મળીને કામ કરીએ છીએ.

વર્લ્ડ ટ્રાન્સપ્લાન્ટ ગેમ્સનો ઉદ્દેશ્ય

શરીરના અંગો દાનમાં આપનાર કે મેળવનાર વ્યક્તિ પણ સ્વસ્થ જિંદગી જીવી શકે છે એવી પ્રેરણા આપવા માટે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતીય દળના ખેલાડીઓમાં કિડની, લીવર, હાર્ટનું દાન મેળવનાર અને દાન આપનારા ખેલાડીઓની સંખ્યા વધુ હતી.
24મી વર્લ્ડ ટ્રાન્સપ્લાન્ટ ગેમ્સમાં 30 દેશોના સ્પર્ધકોએ ભાગ લીધી હતો.
WhatsApp Image 2023-04-24 at 12.37.10 AM.jpeg
ઓસ્ટ્રેલિયાએ આ રમતોત્સવ ત્રીજી વાર હોસ્ટ કર્યો હતો.

પ્રથમ વખત પર્થમાં આ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.

પહેલી વખત ભારતથી ટીમ ઇન્ડિયા સૌથી મોટી સંખ્યામાં એટલે કે 32 ખેલાડીઓ સાથે સ્પર્ધામાં ભાગ લેવા આવી હતી.

ભારતથી ગેમ્સમાં ભાગ લેવા આવેલા ખેલાડીઓ, દળના સભ્યો અને ભારતીય સમુદાયના સભ્યોને કોન્સ્યુલ જનરલ ઓફ ઇન્ડિયા પર્થ ઓફિસ દ્વારા કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા.

પર્થ ખાતેના કોન્સ્યુલ જનરલ ઓફ ઇન્ડિયા અમરજીતસિંહ તખીએ ખેલાડીઓને તેમના સંઘર્ષની કહાની લોકો સમત્ર પહોંચાડવા પ્રોત્સાહિત કર્યા હતા.

ઓર્ગન ઇન્ડિયા દ્વારા વ્યવસ્થા કરાઈ

આ અગાઉની જુદા જુદા વર્ષોના રમતોત્સવમાં ભારત 15થી વધુ મેડલ જીતી શક્યું નથી.

વર્ષ 2023માં રમાયેલી ટૂર્નામેન્ટમાં પહેલી વખત ભારતે અંગોના દાન મેળવનારની કેટેગરીમાં અત્યાર સુધીના ભારતના ઇતિહાસમાં સૌથી વધુ 20 મેડલ મેળવ્યા છે જયારે અંગોનું દાન આપનારની કેટેગરીમાં 15 મેડલ જીત્યા છે. કુલ 35 મેડલ મેળવ્યા છે.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share
Published 24 April 2023 5:20pm
Updated 25 April 2023 12:06pm
By Amit Mehta
Source: SBS

Share this with family and friends