નુકસાન પામેલ પાસપોર્ટની વ્યાખ્યા શું?
નુકસાન પામેલ પાસપોર્ટને થયેલ નુકસાનના આધારે બે ભાગમાં વહેંચી શકાય : 1) નુકસાન પામેલ પાસપોર્ટ જેમાં પાસપોર્ટ નો નંબર વાંચી શકાય છે, ફોટો અકબંધ છે અને નામ વાંચી શકાય છે પણ અન્ય કોઈપ્રકારનું નુકસાન થયું છે. 2) પાસપોર્ટની મહત્વની વિગતો ન જાણી શકાય તેવું નુકસાન
જો પાસપોર્ટ ખવાઈ જાય કે નુકસાન પામે તો શું કરવું ?
પાસપોર્ટ ખોવાઈ જાય કે તેને કોઈપણ પ્રકારનું નુકસાન થાય તો તરતજ નજીકના ભારતીય મિશન કે વિસાseva કેન્દ્રનો સંપર્ક કરવો. આ સાથે પાસપોર્ટ "રી -ઇસ્યુ " ની અરજી જરૂરી દસ્તાવેજો સાથે કરવી.
પાસપોર્ટની બુકલેટને નુકસાન થાય તો
જો પાસપોર્ટ માં નામ , પાસપોર્ટ નમ્બર અને ફોટો વ્યવસ્થિત રીતે વાંચી શકાતા હોય અને પાસપોર્ટ ને ગંભીર નુકસાન ન થયું હોય તો વ્યક્તિ તાત્કાલિક પાસપોર્ટ માટે અરજી કરી શકે છે.
પાસપોર્ટ - ઓનલાઇન રજીસ્ટ્રેશન ફોર્મ
વિદેશમાં વસતા નાગરિકો માટે સરકારે ઓનલાઇન રજીસ્ટ્રેશન સેવા ઉપલબ્ધ કરાવી છે. અરજકર્તા જરૂરી દસ્તાવેજો અને ફોર્મ ઓનલાઇન ભરી નવો પાસપોર્ટ મેળવી શકે છે. જો કોઈપ્રકારની મદદની જરૂર હોય કે ઓસ્ટ્રેલિયામાં આવેલા ભારતીય મિશન અંગે જાણવું હોય તો નજીકના સેન્ટરની મુલાકાત લઇ શકાય :
Source: vfs
પ્રક્રિયા સમય :
- મોટાભાગના ખોવાયેલ કે નુકસાન પામેલ પાસપોર્ટ ના કિસ્સામાં નવો પાસપોર્ટ જારી કરતા 8 અઠવાડિયાનો સમય લાગે છે. ઘણા ખાસ કિસ્સાઓમાં આ સમય 4 મહિના સુધીનો હોઈ શકે.
નવા પાસપોર્ટની અરજી માટે દસ્તાવેજોનું ચેક લિસ્ટ અને અરજીપત્રક:
નવા પાસપોર્ટની અરજી માટે દસ્તાવેજોનું ચેક લિસ્ટ અને અરજીપત્રક ઓનલાઇન ઉપલબ્ધ છે. આ અંગેની માહિતી માટે ક્લિક કરો :
આ માટેનો હેલ્પલાઇન નમ્બર છે :- 02 9037 2579