Explainer

દિવાળી એટલે શું અને ઓસ્ટ્રેલિયામાં દિવાળી કેવી રીતે ઉજવવામાં આવે છે?

દિવાળી, દીપાવલી, બંદી છોડ દિવસ અને તિહાર એટલે ઉજાસ અને આશાનો દિવસ. વિશ્વભરમાં વસતા કરોડો ભારતીય લોકો આ તહેવારને મનાવતા હોય છે પરંતુ ભારતમાં આ પર્વની ખાસ ઉજવણી થતી હોય છે.

diya lamps lit during diwali celebration with flowers and sweets in background

Diya lamps lit during a Diwali celebration. Source: Moment RF / Anshu/Getty Images

આ વર્ષે દિવાળી અથવા દિપાવલી 24મી ઓક્ટોબરના રોજ છે.

પ્રકાશના પર્વ તરીકે જાણીતા આ તહેવારને પાંચ દિવસ સુધી મનાવવામાં આવે છે.

ઓસ્ટ્રેલિયામાં વસતાં 10 લાખથી વધુ હિન્દુઓ, જૈનો, બૌદ્ધો અને શીખો પણ આ તહેવારની ઉજવણી કરતા હોય છે, જેમાં તિહાર અને બંદી છોડ દિવસનો પણ સમાવેશ થાય છે.

આ તહેવાર આસુરી શક્તિ પર દૈવી શક્તિ અને અંધકાર પર પ્રકાશની જીતના પ્રતિક સમાન છે.

આ તહેવાર એટલે સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે આભાર માનવા અને પ્રાર્થના કરવાનો પણ સમય.
Religious festival.
Candles are lit for the Diwali festival. Credit: Grant Faint/Getty Images
ડૉ. જયંત બાપટ મેલબર્નની મોનાશ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રના સંશોધક અને હિન્દુ પૂજારી છે.

તેઓ સમજાવે છે કે દિવાળી શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ દીપાવલીમાંથી આવે છે,
દીપનો અર્થ ‘દીવો’ અને અવલીનો અર્થ ‘પંક્તિ’ થાય છે. દીપાવલીનો સૌથી સામાન્ય અર્થ ‘દીવાઓની પંક્તિ’ એવો થાય છે.
ડો. જયંત બાપટ, મેલબોર્નની મોનાશ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર પર સંશોધક અને હિન્દુ પૂજારી
દરેક પ્રદેશની પરંપરાઓના આધારે સમગ્ર ભારતના રાજ્યોમાં દિવાળીની ઉજવણીની રીત અલગ અલગ હોય છે.

દર વર્ષે દિવાળી અશ્વિન મહિનામાં ઉજવવામાં આવે છે, જે હિન્દુ કેલેન્ડરમાં સાતમો ચાંદ્ર મહિનો છે, જે સામાન્ય રીતે ઓક્ટોબર અથવા નવેમ્બરની આસપાસ આવતો હોય છે.
125529145_4889072107799388_279512402129028686_n.jpg
Diwali celebrations in Australia Credit: Supplied by Nirali Oza
પરંપરાગત રીતે માટીમાંથી બનેલા દીવાઓને દીવો કહેવાય છે, જેમાંથી બાળકો અને મોટેરાઓ પણ ફટાકડા પ્રગટાવે છે.

ઘણા લોકો માટે દિવાળીની ઉજવણી રંગોળી વિના પૂર્ણ થતી નથી, રંગબેરંગી ભાત જેને દક્ષિણ ભારતના સમુદાયના લોકો કોલમ કહે છે.

દિવાળી દરમિયાન હિન્દુ દેવી લક્ષ્મીજીનું સ્વાગત કરવા અને સારા નસીબને આવકારવા માટે નવી નવી ભાતની રંગોળી દરરોજ સવારે કરવામાં આવે છે.

આ પર્વ દરમિયાન પરિવારજનો, સ્નેહીઓ અને મિત્રો નાચવા, ગાવા, મિઠાઇઓ વહેંચવા અને ભેટોની આપ-લે કરવા માટે ભેગા થતા હોય છે.

સંપત્તિ અને સમૃદ્ધિની આશા સાથે ઘરને પ્રકાશિત કરતા પહેલા સાફ કરવામાં આવે છે. કેટલાંક પરિવારો તો તેમના ઘરને નવા રંગથી રંગાવે પણ છે.
125447111_4889071647799434_6303183806257002847_n.jpg
Diwali celebrations at home, Sydney Credit: Supplied by Prafulbhai Jethwa

ઓસ્ટ્રેલિયામાં દિવાળી

ઓસ્ટ્રેલિયામાં ભારતીય સાંસ્કૃતિક વારસો ધરાવતા નાગરિકો અને રહેવાસીઓની વસ્તી વધી રહી છે, એટલે કે દિવાળીની ઉજવણી મોટા શહેરો અને ઘણા પ્રાદેશિક કેન્દ્રોમાં ખૂબ જ સારી રીતે થાય છે.

મેલબર્ન સ્થિત પ્રતિષ્ઠિત નૃત્યાંગના અને કોરિયોગ્રાફર ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયાથી સન્માનિત તારા રાજકુમાર OAM કહે છે કે હમણાં છેલ્લા દાયકાથી તહેવારની ઉજવણીનો ઉત્સાહ વધી રહ્યો છે.

શ્રીમતી રાજકુમાર કહે છે, "જ્યારે હું 1983 માં ઑસ્ટ્રેલિયા આવી ત્યારે, દીપાવલી ઘરે અથવા નાના જૂથોમાં ઉજવવામાં આવતી હતી, પરંતુ હવે તે વધુ સ્થળોએ થાય છે," શ્રીમતી રાજકુમાર કહે છે.

"ભારતના વિવિધ રાજ્યોમાંથી આવતા લોકોની સંખ્યામાં જે વધારો થયો છે તેનો સીધો સંબંધ છે અને દીપાવલીને હિન્દુ કેલેન્ડરના સૌથી મહત્વપૂર્ણ તહેવાર તરીકે ઓળખવામાં આવે છે.
હવે સમગ્ર ઑસ્ટ્રેલિયામાં દીપાવલીની પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. મેલબોર્નના ફેડરેશન સ્ક્વેરથી લઈને એરપોર્ટ સુધી, આપણે ઉજવણીના ભાગરૂપે તૈયારીઓ જોઇ શકીએ છીએ.
તારા રાજકુમાર OAM
વધુમાં તેઓ ઉમેરે છે કે દીપાવલીનો એક મહત્વપૂર્ણ ભાગ આંતરિક પરિવર્તનનો ખ્યાલ છે જે ત્યારે થાય છે જ્યારે પ્રકાશ દ્વારા અજ્ઞાન દૂર કરવામાં આવે છે.

ઉજવણી પાછળની વાર્તાઓ

હિન્દુ સમુદાયના સભ્યો સામાન્ય રીતે પાંચ દિવસ દિવાળીની ઉજવણી કરે છે.

દિવાળી, ધનત્રયોદશી અથવા ધનતેરસથી શરૂ થાય છે, તે દિવસે સોનું અથવા ચાંદી ખરીદવા માટે શુભ માનવામાં આવે છે.

"આ દિવસે લોકો બાળકો માટે ભેટ ખરીદે છે. દરેક વ્યક્તિ નવા કપડાં પહેરે છે, ઘર સાફ કરવામાં આવે છે, લોકો સોનું અને ચાંદી ખરીદે છે. આ દિવસ એટલે દેવી લક્ષ્મીની પૂજા કરવાનો દિવસ છે," ડૉ. બાપટ કહે છે.

Children celebrating Diwali
Children celebrating Diwali, Melbourne Credit: Supplied by Reet Phulwani
બીજા દિવસને ચતુર્દશી કહેવામાં આવે છે, જે સમગ્ર ભારતના રાજ્યામાં વિવિધ દંતકથાઓ સાથે સંકળાયેલ છે.

ડૉ.બાપટ જણાવે છ કે એક દંતકથા છે કે નરકાસુર નામનો એક રાક્ષસ રાજા હતો, જેણે ભગવાન કૃષ્ણએ હરાવ્યો અને મારી નાખ્યો. આ દિવસે ઘણા લોકો તેમના ઘરના દરવાજા ખુલ્લા છોડી દે છે અને તેમના ઘરની સામે અને નદી કિનારે દીવાઓની હારમાળા કરીને દેવી લક્ષ્મીનું સ્વાગત કરે છે.

ત્રીજા દિવસને લક્ષ્મી પૂજા તરીકે ઓળખવામાં આવે છે, જે ધનની દેવીની પૂજા કરવાનો સૌથી શુભ દિવસ માનવામાં આવે છે.

આ દિવસને સમજાવતા ડૉ. બાપટ કહે છે, આ દિવસે, ઉદાહરણ તરીકે, વેપારી લોકો તેમના હિસાબી પુસ્તકો અને પૈસાની પૂજા કરે છે.

ભારતના ઘણા ભાગોમાં, આ દિવસ ભગવાન રામ, તેમની પત્ની સીતા દેવી અને ભાઈ લક્ષ્મણના 14 વર્ષના વનવાસ પછી તેમના વતન અયોધ્યામાં પરત ફર્યાની યાદમાં મનાવવામાં આવે છે.

ચોથો દિવસ, ગોવર્ધન પૂજા, ઉત્તર ભારતમાં ઉજવણીનો એક ભાગ છે.

"પૌરાણિક કથા અનુસાર, ભગવાન કૃષ્ણએ ગોવર્ધન પર્વતને એક આંગળી પર પકડીને પ્રકૃતિના ક્રોધથી તેમના લોકોની રક્ષા કરી હતી. આ દિવસ ભગવાન કૃષ્ણને ભગવાન ઇન્દ્રને હરાવીને ઉજવે છે."

અંતિમ દિવસ ભાઈ દૂજ છે, ભાઈ-બહેનોની ઉજવણી કારણ કે બહેનો તેમના પ્રેમના બંધનને માન આપવા માટે તેમના ભાઈઓના કપાળ પર લાલ તિલક કરે છે.

ભારત એક વૈવિધ્યસભર રાષ્ટ્ર હોવાને કારણે, દિવાળીને દરેક પ્રદેશમાં અલગ રીતે ઉજવવામાં આવે છે.

"ઉદાહરણ તરીકે, લક્ષ્મી સંપત્તિની દેવી છે, પરંતુ બંગાળમાં તેઓ લક્ષ્મી નહીં પરંતુ કાલી દેવીની પૂજા કરે છે. ગુજરાતમાં, વિષ્ણુની પૂજા સાથે, હનુમાનની પણ પૂજા કરવામાં આવે છે. કર્ણાટકમાં કુસ્તીની રમત અથવા જિમ્નેસ્ટિક્સનું પ્રદર્શન સામાન્ય છે. બાળકો માટીમાંથી કિલ્લાઓ બનાવશે.," ડૉ બાપટ સમજાવે છે.

Woman with lit earthen lamp at Diwali festival
Woman with lit earthen lamp in mehendi and bangles in hands at Diwali festival. India. Source: Moment RF / Subir Basak/Getty Images

નેપાળમાં તિહારની ઉજવણી

નેપાળી સમુદાય માટે દિવાળીને તિહાર તરીકે ઓળખવામાં આવે છે.

પાંચ દિવસ સુધી ચાલતા આ તહેવારમાં કાગડા, કૂતરા અને ગાય જેવા પ્રાણીઓને સમર્પિત કરી ઉજવણી થાય છે.

પ્રથમ દિવસ, જેને યમપંચક અથવા "કાગ તિહાર" તરીકે ઓળખવામાં આવે છે, તે કાગડાઓને સમર્પિત છે, જેની સફાઈ લોકોને તેમના ઘર અને આસપાસના વાતાવરણને સ્વચ્છ રાખવામાં મદદ કરવા માટે કહેવામાં આવે છે.

બીજા દિવસને "કુકુર તિહાર" તરીકે ઓળખવામાં આવે છે અને તે શ્વાનને સમર્પિત છે, જેઓ તેમની વફાદારી માટે આદરણીય છે.

કૂતરાઓને સ્નાન કરાવવામાં આવે છે, પૂજા કરવામાં આવે છે અને દિવસે સ્વાદિષ્ટ ભોજન સાથે લાડ કરવામાં આવે છે.

"ગાય તિહાર", જે સામાન્ય રીતે ત્રીજા દિવસે થાય છે, તે ગાયોને સમર્પિત હોય છે, જેને પવિત્ર અને માતૃત્વનું પ્રતીક માનવામાં આવે છે.
Gai Tihar or Cow worship Day in Nepal
Nepali devotees worship a cow as part of Gai Puja during the Tihar festival in Kathmandu, Nepal. Source: NurPhoto / NurPhoto via Getty Images
સામાન્ય રીતે, "ગોરુ તિહાર" તરીકે ઓળખાતા ચોથા દિવસે નેપાળીઓ બળદનું સન્માન કરે છે જે ખેડૂતોને જમીન સુધી લઇ જવામાં મદદ કરે છે.

તે જ દિવસે, કાઠમંડુ ખીણ અને આસપાસના વિસ્તારોના નેવાર લોકો "મહા પૂજા" નું પાલન કરે છે, જેનો અર્થ "સ્વયંની પૂજા" થાય છે.

અંતિમ દિવસને "ભાઈ ટીકા" કહેવામાં આવે છે અને તે ભાઈ-બહેનોને સમર્પિત છે. ભાઈઓ બેસે છે તેની ફરતે બહેનો તેલ અને પાણી સાથે તેની પ્રદક્ષિણા કરે છે જે તેમને મૃત્યુના દેવતા યમથી બચાવવા માટે મદદ કરે છે.

બંદી છોડ દિવસ

ઓસ્ટ્રેલિયાના શીખ સમુદાયના અનુભવી તહેવાર આયોજક ગુરિન્દર કૌર સમજાવતા કહે છે કે, બંદી છોડ દિવસ એ રજાનો દિવસ છે જેને ઘણીવાર "શીખ દિવાળી" તરીકે ઓળખવામાં આવે છે.

આ દિવસ "સ્વતંત્રતાની ઉજવણી" તરીકે પણ ઓળખાય છે. જે શીખોના છઠ્ઠા ગુરુ, ગુરુ હરગોવિંદની 17મી સદીમાં ગ્વાલિયર જેલની મુક્તિની યાદમાં મનાવવામાં આવે છે.

જ્યારે ગુરુ મુક્ત થવાના હતા, ત્યારે તેમણે શાસક મુઘલ સમ્રાટ જહાંગીરને અન્ય 52 જેલમાં બંધ રાજાઓની મુક્તિ માટે વિનંતી કરી હતી.

સમ્રાટ તમામ રાજાઓને જ્યાં સુધી ગુરુ હરગોવિંદના ઝભ્ભાને પકડી શકે ત્યાં સુધી મુક્ત કરવા સંમત થયા. તદનુસાર, તેની પાસે 52 કાપડની પૂંછડીઓથી બનેલો ડગલો હતો.

બંદીનો અર્થ 'કેદી' અને છોડનો અર્થ 'મુક્તિ' થાય છે. આ દિવસનો મુખ્ય સંદેશ એ છે કે ગુરુએ માત્ર પોતાના માટે જ નહીં પરંતુ અન્યના માનવ અધિકારો માટે પણ લડત લડી હતી.
ગુરિન્દર કૌર
ઓસ્ટ્રેલિયામાં શીખો તેમના નજીકના ગુરુદ્વારા અને ઘરે બંદી છોડ દિવસની ઉજવણી કરે છે.

શ્રીમતી કૌર કહે છે, " એ દિવસે શીખો ગુરુના આશીર્વાદ લે છે, ગુરુદ્વારામાં થોડી મીણબત્તીઓ પ્રગટાવે છે અને મીઠાઈઓની આપ-લે કરે છે."
Diwali Festival
Diwali sweets, flowers and oil lamps. Source: Moment RF / jayk7/Getty Images
શ્રીમતી કૌર ઉમેરે છે કે ઘરે, ભેટો અને મીઠાઈઓની આપ-લે થાય છે, અને ફટાકડાની રોશની જ્યાં સલામત અને પરવાનગી હોય ત્યાં થાય છે.

For more Diwali, Deepavali, Bandi Chhor Diwas and Tihar coverage, visit .

Share
Published 4 October 2022 9:44am
Updated 26 September 2024 11:33am
By Delys Paul
Presented by Mirani Mehta
Source: SBS


Share this with family and friends