ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ અને ઓછી કમાણી કરતા વિસ્તારોની યાદી ઓસ્ટ્રેલિયન ટેક્સેશન ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવી છે. આ યાદી વર્ષ 2018-19 દરમિયાન 14.7 મિલીયન ઓસ્ટ્રેલિયન્સ દ્વારા કરવામાં આવેલા ટેક્સ રીટર્નને આધારી નક્કી કરવામાં આવી છે.
જેમાં દેશના સૌથી વધુ કમાણી કરનારા લોકો સિડનીના હાર્બર વિસ્તારમાં રહે છે, જ્યારે ઓછી કમાણી કરતા વિસ્તારમાં દુકાળનો સામનો કરી રહેલા ન્યૂ સાઉથ વેલ્સના મધ્ય વિસ્તારનો સમાવેશ કરાયો છે.
ના આંકડા પ્રમાણે, દેશમાં સૌથી વધુ કમાણી કરતા ટોચના 10 વિસ્તારોમાંથી 7 વિસ્તાર સિડનીના છે. જ્યારે સૌથી ઓછી કમાણી કરનારા વિસ્તારોમાંથી 6 વિસ્તાર રીજનલ ન્યૂ સાઉથ વેલ્સના છે.
સિડનીના ડબલ બે તથા મેલ્બર્નના તૂરક વિસ્તારના લોકોની ટેક્સ આધારિત સરેરાશ વાર્ષિક કમાણી 200,000થી પણ વધારે છે.
ડબલ બે - પોસ્ટકોડ 2028માં રહેતા 3572 લોકોની ટેક્સ આધારિત સરેરાશ વાર્ષિક આવક 202,598 ડોલર છે.
મેલ્બર્નના તૂરક તથા હોક્સબર્ન વિસ્તાર - પોસ્ટકોડ 3142 બીજા ક્રમે છે. તેમની સરેરાશ વાર્ષિક આવતા 201,926 ડોલર છે.યાદીમાં ત્રીજા સ્થાને સિડનીના ડાર્લિંગ પોઇન્ટ, એજક્લિફ અને પોઇન્ટ પીપરનો સમાવેશ થાય છે. આ વિસ્તારોના 6052 લોકોની વાર્ષિક આવક લગભગ 199,813 ડોલર છે.
The richest and poorest postcodes of Australia revealed. Source: ATO
પોસ્ટકોડ રાજ્ય વિસ્તાર વસ્તી સરેરાશ આવક
2028 ન્યૂ સાઉથ વેલ્સ ડબલ બે 3,573 202,541
3142 વિક્ટોરીયા હોક્સબર્ન, તૂરક 10,054 201,926
2027 ન્યૂ સાઉથ વેલ્સ ડાર્લિંગ પોઇન્ટ, એજક્લિફ 6,051 199,842
2030 ન્યૂ સાઉથ વેલ્સ ડોવર હાઇટ્સ, રોઝ બે નોર્થ 9,869 197,906
2025 ન્યૂ સાઉથ વેલ્સ વૂલારા 5,252 183,417
6011 વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા કોટ્લોય, પેપરમિન્ટ ગ્રોવ 6,484 179,403
3944 વિક્ટોરીયા પોર્ટસી 456 175,356
2023 ન્યૂ સાઉથ વેલ્સ બેલેવૂ હિલ 7,404 173,287
2088 ન્યૂ સાઉથ વેલ્સ મોસમાન, સ્પીટ જંકશન 20,303 171,144
2063 ન્યૂ સાઉથ વેલ્સ નોર્થબ્રિજ 4,393 168,940
સૌથી વધુ કમાણી કરતા સિડની તથા મેલ્બર્ન શહેર સિવાયના વિસ્તારોમાં પર્થના કોટલોઇ તથા પેપરમિન્ટ ગ્રોવ વિસ્તારોનો સમાવેશ થાય છે. પોસ્ટકોડ 6011ના રહેવાસીઓની ટેક્સ આધારિત સરેરાશ વાર્ષિક આવક 179,403 ડોલર છે.
રીજનલ ન્યૂ સાઉથ વેલ્સ તથા ક્વિન્સલેન્ડની સરેરાશ વાર્ષિક આવક સૌથી ઓછી
રીજનલ ન્યૂ સાઉથ વેલ્સ તથા રીજનલ ક્વિન્સલેન્ડમાં રહેતા લોકોની ટેક્સ આધારિક સરેરાશ વાર્ષિક આવક સૌથી ઓછી છે.
દુકાળનો સામનો કરનારા પોસ્ટકોડ 2386ના 226 રહેવાસીઓએ સરેરાશ 10,000 ડોલરની ખોટ કરી છે.
બીજા ક્રમે, પોસ્ટકોડ 2387, રોવેના વિસ્તાર છે. 117 લોકોની સરેરાશ વાર્ષિક આવક 1000થી પણ ઓછી છે.
સૌથી ઓછી કમાણી કરનારા દેશના ટોચના 10 વિસ્તારોમાં તમામ વિસ્તાર રીજનલ ન્યૂ સાઉથ વેલ્સ તથા રીજનલ ક્વિન્સલેન્ડના છે.
જેમની કમાણી -9735 ડોલરથી 21329 ડોલર સુધી છે.
ઓસ્ટ્રેલિયા ઇન્સ્ટીટ્યૂટ દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, 66 ઓસ્ટ્રેલિયન્સે તે નાણાકિય વર્ષમાં 1 મિલીયનથી પણ વધુ કમાણી કરી હતી પરંતુ એક પણ સેન્ટ ઇન્કમ ટેક્સ ભર્યો નહોતો. 500,000થી 1 મિલીયનની વચ્ચે કમાણી કરનારા 156 લોકોએ પણ ઇન્કમટેક્સ નહીં ભર્યો હોવાની વિગતો મળી છે.