કાર કે અન્ય ચીજવસ્તુઓ ભાડા કરાર પેટે મેળવવા માંગતા લોકોને ફેસબુકના માધ્યમ દ્વારા છેતરવામાં આવી રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.
આ ઉપરાંત, તેમની ઓળખ અને અન્ય વ્યક્તિગત વિગતો પણ મેળવીને તેનો દૂરપયોગ કરવામાં આવી રહ્યો હોવાની વિગતો મળી છે.
ઘટનાની મળતી વિગતો પ્રમાણે, હાફિઝ મુહમ્મદ અબુબકરને ફેસબુકના માધ્યમ પર વલી મલિક યુઝરનેમ દ્વારા છેતરવામાં આવ્યા હતા.
પરંતુ, વલી મલિકે તેમની છેતરપીંડી નથી કરી. તેઓ પોતે પણ અન્ય લોકોની જેમ છેતરપીંડીનો ભોગ બન્યા છે.
તેમની ઓળખ મેળવી લેવામાં આવી અને તેનો દૂરપયોગ કરવામાં આવ્યો છે. ફેસબુકના માધ્યમ પર પાકિસ્તાની કમ્યુનિટી ગ્રૂપમાં 24,000 જેટલા સભ્યો છે.
આ પેજના માધ્યમથી ઓસ્ટ્રેલિયામાં રહેતા ટેમ્પરરી વિસાધારકોને છેતરવામાં આવી રહ્યા હોવાની માહિતી મળી રહી છે.
કેટલાક સભ્યોએ જણાવ્યું છે કે છેતરપીંડી આચરનારી વ્યક્તિએ લગભગ 6000 ડોલર જેટલા નાણાની છેતરપીંડી કરી છે.
તે અન્ય વ્યક્તિઓના નામ અને તેમની ઓળખનો ઉપયોગ કરીને ઘર તથા કાર ભાડા પેટે આપવાની જાહેરાત મૂકીને છેતરપીંડી આચરે છે.
કેવી રીતે છેતરપીંડી કરી
ઘટનાની મળતી વિગતો પ્રમાણે, ફેબ્રુઆરી મહિનામાં 27 વર્ષીય વલી મલિકે મોહમ્મદ શોએબ નામની વ્યક્તિ પાસેથી કાર ભાડે લેવા માટે તેનો સંપર્ક કર્યો હતો.
શોએબે તેની ઓળખ આપવા માટે તેનું ડ્રાઇવર લાઇસન્સ દર્શાવ્યું હતું. આ ઉપરાંત, મલિકે તેની વ્યક્તિગત માહિતી તથા કોન્ટ્રાક્ટ માટે લાઇસન્સની કોપી પણ આપી હતી.
ત્યાર બાદ મલિકે તે વ્યક્તિને એડવાન્સ પેટે 330 ડોલર આપ્યા હતા. અને ભાડા પેટે નક્કી કરેલી કાર લેવા માટે તેઓ જ્યારે પહોંચ્યા ત્યારે કાર નહોતી.
એક પખવાડિયા બાદ તેઓ જ્યારે છેતરપીંડી આચરનારી વ્યક્તિ વિશે માહિતી મેળવવા ફેસબુક પર પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી હતી તે સમુદાયના અન્ય સભ્યો પણ છેતરામણીનો ભોગ બન્યા છે પરંતુ, લોકો તેમની પર આરોપ લગાવી રહ્યા છે.
ત્યારે તેમને ખબર પડી હતી કે છેતરપીંડી કરનારી વ્યક્તિએ તેમની ઓળખ પણ મેળવી લીધી છે.
ઘણા લોકો ફેસબુક પર તેમને છેતરપીંડી કરનારી વ્યક્તિ તરીકે વર્ણવી રહ્યા છે.
મલિકે જણાવ્યું હતું કે, પોલિસના માનવા પ્રમાણે આ સમસ્યા જટિલ છે અને છેતરપીંડી આચરનારી વ્યક્તિ જો ઓસ્ટ્રેલિયામાં હશે તો જ તેને પકડી શકાશે.
ન્યૂ સાઉથ વેલ્સ પોલિસે જણાવ્યું હતું કે, તેઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે.
અન્ય એક વિદ્યાર્થી છેતરપીંડીનો ભોગ બન્યો
27 વર્ષીય અબુબકર તાજેતરમાં ઘર ભાડે લેવાની પ્રક્રિયા દરમિયાન છેતરપીંડીનો ભોગ બન્યા હતા.
અબુબકરે ફેસબુક પેજ પર વલી મલિક નામની વ્યક્તિ દ્વારા મૂકવામાં આવેલી એક પોસ્ટ જોઇ હતી. જેમાં પશ્ચિમ સિડનીમાં એક રૂમ ઉપલબ્ધ હોવાની માહિતી હતી.
તે સ્કેમરે અબુબકરને તાત્કાલિકપણે 310 ડોલર આપવા માટે જણાવ્યું હતું જેથી તે ફેસબુક પર મૂકેલી જાહેરાત હટાવવાની પ્રક્રિયા શરૂ કરે.
અબુબકરે તેને 310 ડોલરની ચૂકવણી કરી અને સામાન પેક કરીને જ્યારે તેઓ નવા રૂમમાં જવાની તૈયારી કરતા હતા ત્યારે તે વ્યક્તિએ ફોન અને મેસેજ બ્લોક કરી દીધા હતા.
An alleged scammer, who used his previous victim's name to conceal his identity, pushed people to receive an advance payment on fake rental properties. Source: Supplied / Hafiz Muhammad Abubakar
અબુબકર અન્ય લોકોને પણ આ ઘટનાથી અવગત કરાવવા માંગતા હોવાથી તેમણે ફેસબુક પર તેની પોસ્ટ મૂકી હતી.
અબુબકર જણાવી રહ્યા છે કે નવા સ્થાયી થતા વિદ્યાર્થીઓ તથા માઇગ્રન્ટ્સ પાસે રહેવાની જગ્યા હોતી નથી તેથી તેઓ તાત્કાલિક ધોરણે
SBS News એ આ પ્રકારની છેતરપીંડીનો ભોગ બનેલા અન્ય 3 લોકોનો પણ સંપર્ક કર્યો હતો.
ઓસ્ટ્રેલિયન કમ્પિટિશન એન્ડ કન્ઝ્યુમર કમિશન (ACCC)ની સ્કેમવોચના જણાવ્યા પ્રમાણે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સહિત ટેમ્પરરી વિસાધારકો સાથે છેતરપીંડીનું પ્રમાણ વધ્યું છે.
વર્ષ 2021માં પ્રસિદ્ધ થયેલા આંકડા પ્રમાણે સાંસ્કૃતિક તથા બહુભાષાકિય સમુદાય (CALD) દ્વારા છેતરપીંડીની 14060 જેટલી ફરિયાદો નોંધાઇ છે. જેમાં તેમણે 42 મિલિયન ડોલર ગુમાવ્યા છે. જે છેલ્લા 1 વર્ષમાં 88 ટકા જેટલી વધુ છે.
છેતરપીંડીનો ભોગ બનવાથી કેવી રીતે બચશો
સ્કેમવોચે ઘરની શોધ કરી રહ્યા હોય તેવા ટેમ્પરરી વિસાધારકોને કોઇ પણ પ્રકારનો અનૌપચારિક દસ્તાવેજ નહીં કરવા જણાવ્યું છે.
ઘર શોધી રહેલા લોકો જો ફેસબુકના માધ્યમ પર તે જાહેરાત મૂકશે તો છેતરપીંડી આચરનારા લોકો તેમનો સંપર્ક કરે છે.
સ્કેમવોચે લોકોને કોઇ પણ પ્રકારે નાણા આપતા અગાઉ ઘરની મુલાકાત કરી લેવાની સલાહ આપી છે.
SBS News ને આપેલા નિવેદનમાં Meta કંપનીએ જણાવ્યું હતું કે તેઓ આ પ્રકારના નકલી એકાઉન્ટ્સને બ્લોક કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. અને તેમણે લોકોને પણ વધુ સાવચેત રહેવા અપીલ કરી છે.
SBS News એ આરોપી સ્કેમરનો આ મામલે ટીપ્પણી માટે સંપર્ક કર્યો હતો.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.