ઓસ્ટ્રેલિયન રાજ્યો - ટેરીટરી સ્કીલ્ડ વિસા નોમિનેશન કાર્યક્રમ શરૂ કરશે

વર્ષ 2020 -21 માટે તમામ રાજ્યો - ટેરીટરીને સંપૂર્ણ ક્વોટા ફાળવવામાં આવ્યો, રાજ્યો અને ટેરીટરી આરોગ્ય સાથે સંકળાયેલા વ્યવસાયોને પ્રાથમિકતા આપે તેવી શક્યતા.

It is revealed that last year most of the Australian Permanent visas were delivered to onshore applicants

Source: Getty Images

ઓસ્ટ્રેલિયન રાજ્યો અને ટેરીટરીને કેન્દ્ર સરકાર તરફથી સ્કીલ્ડ નોમિનેટેડ સબક્લાસ 190 તથા સ્કીલ્ડ રીજનલ સ્પોન્સર્ડ સબક્લાસ 491 વિસા શ્રેણી માટે વર્ષના અંત સુધી વિસાની સંખ્યા ફાળવવામાં આવી છે.

અગાઉ તમામ રાજ્યો અને ટેરીટરીને ઓક્ટોબર સુધી વચગાળાનો ક્વોટા આપવામાં આવ્યો હતો અને તેમાં કોરોનાવાઇરસ મહામારી સાથે સંકળાયેલા વ્યવસાયોમાં કાર્ય કરતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.

આગામી સમયમાં પણ આ વ્યવસાયોમાં કાર્ય કરતા ઉમેદવારોને પ્રાથમિકતા મળે તેવી શક્યતા છે, તેમ માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલે જણાવ્યું હતું. 

વર્ષ 2019માં રીજનલ વિસા અંતર્ગત 23,000 વિસા આપવામાં આવ્યા હતા જેની આ વર્ષે સંખ્યા 11,200 કરવામાં આવી છે. રાજ્યો અને ટેરીટરી નોમિનેટેડ વિસામાં પણ ધરખમ ઘટાડો કરાયો છે. વર્ષ 2019માં 24,968 ની સરખામણીમાં તેને 11,200 વિસા આપવામાં આવ્યા છે. 

રાજ્યો અને ટેરીટરીને મળેલા ક્વોટા પર એક નજર

વિક્ટોરીયા

5મી જાન્યુઆરી 2021 સ્કીલ્ડ વિસા કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી છે. અને રાજ્યને 190 વિસા માટે 2500 તથા 491 વિસા માટે 1043 સ્થાન આપવામાં આવ્યા છે.

વિક્ટોરીયન સરકારે કોરોનાવાઇરસ દરમિયાન રાજ્યની આર્થિક વૃદ્ધિ અને આરોગ્ય સાથે સંકળાયેલા વ્યવસાયોમાં કાર્ય કરતા ઉમેદવારોને પ્રાથમિકતા આપશે.
More chance to get Permanent Residency in Australia from Medical Research and Health sectors in Victoria
NSW will focus on nominating applicants who are undertaking skilled work in critical sectors. Source: Getty Images/People Images

ન્યૂ સાઉથ વેલ્સ

ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યનો સૌથી વધુ વિસા એનાયત કરવામાં આવ્યા છે.

આ વર્ષે રાજ્યને 8550 વિસા મળ્યા છે. જે અંતર્ગતને પ્રાધાન્ય મળશે.

પાર્થ પટેલે જણાવ્યું હતું કે, ન્યૂ સાઉથ વેલ્સને સૌથી વધુ વિસા મળવાના કારણે ત્યાં અગાઉથી જ રહેતા હોય તથા જે-તે ક્ષેત્રમાં કાર્ય કરતા હોય તેવા ઉમેદવારોને લાભ થઇ શકે છે. 

વિસા સબક્લાસ 190 માટે 21 વ્યવસાય અને સ્કીલ્ડ રીજનલ સ્પોન્સર્ડ વિસા પ્રોગ્રામ સબક્લા 491 માટે 34 વ્યવસાયોને સમાવવામાં આવ્યા છે.

ક્વિન્સલેન્ડ

સરકાર આગામી સમયમાં 29મી સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર સુધી આવેલી અરજીઓ પર કાર્ય કરશે તેમ તાજેતરમાં જાહેરાત કરી હતી.

ક્વિન્સલેન્ડને 190 વિસા સબક્લાસ માટે 1000, સ્કીલ્ડ વર્ક રીનજલ સબક્લાસ 491 વિસા માટે 1250 તથા બિઝનેસ ઇનોવેશન એન્ડ ઇનવેસ્ટમેન્ટ પ્રોગ્રામ માટે 1200 વિસા મળ્યા છે.
State and Territory visa allocations
State and Territory visa allocations Source: Department of Home Affairs

સાઉથ ઓસ્ટ્રેલિયા

સાઉથ ઓસ્ટ્રેલિયાને ગયા વર્ષની સરખામણીમાં 20 ટકા ઓછા વિસા મળ્યા છે.

તેને સ્કીલ્ડ નોમિનેટેડ સબક્લાસ 190 વિસા તથા સ્કીલ્ડ વર્ક રીજનલ સબક્લાસ 491 વિસા અંતર્ગત અનુક્રમે 1500 તથા 1850 વિસા એનાયત કરાયા છે.

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાએ વિસા કાર્યક્રમ શરૂ કરવાનો કોઇ ચોક્કસ સમય નક્કી કર્યો નથી. તેને વર્ષ 2020-21 દરમિયાન સ્કીલ્ડ નોમિનેટેડ સબક્લાસ 190 વિસા માટે 1100 તથા સ્કીલ્ડ વર્ક રીજનલ સબક્લાસ 491 વિસા માટે 340 વિસા મળ્યા હતા.

ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી

ને સ્કીલ્ડ નોમિનેટેડ વિસા સબક્લાસ 190 માટે 702 અને સ્કીલ્ડ વર્ક રીજનલ સબક્લાસ 491 વિસા માટે 598 વિસા મળ્યા છે.

નોધર્ન ટેરીટરી

નોધર્ન ટેરીટરી સરકારે વર્ષ 2020-21 માટે વિસાની સંખ્યા મેળવ્યા બાદ 1લી ડીસેમ્બર અગાઉ કરવામાં આવેલા અરજી પર કાર્યવાહી શરૂ કર્યું હોવાનું પર જણાવ્યું છે.

રાજ્યને વર્ષ 2020-21 માટે સ્કીલ્ડ નોમિનેટેડ સબક્લાસ 190 વિસા તથા સ્કીલ્ડ વર્ક રીજનલ સબક્લાસ 491 વિસા માટે 500 - 500 સીટ મળી છે.

તાસ્મેનિયા

તાસ્મેનિયા સરકાર રાજ્યનો વિસા કાર્યક્રમ શરૂ કરશે તેમ જણાવ્યું છે. વર્ષ 2020-21 માટે રાજ્યને વિસા સબક્લાસ 190 માટે 1000 અને વિસા સબક્લાસ 491 માટે 1400 સીટ ફાળવવામાં આવી છે.

**આર્ટીકલમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગોને આધારિત છે, તમને લાગૂ પડતી બાબત માટે રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટનો સંપર્ક કરી શકાય.


Share
Published 24 December 2020 2:57pm
By Vatsal Patel

Share this with family and friends