ઓસ્ટ્રેલિયામાં સૌથી ગરમ નવેમ્બર ભલે પસાર થઇ ગયો હોય પણ હવામાન ખાતાના ઓપરેશનલ ક્લાઈમેટ સર્વિસીસ ના વડા ડૉ એન્ડ્રુ વોટકિન્સ ના જણાવ્યા મુજબ લા-નીના ની ઠંડી આબોહવા સાથે આ ઉનાળામા ગરમીનું મોજું લાંબા ગાળા સુધી યથાવત રહેશે.
હાઇલાઇટ્સ
- અન્ય કુદરતી આપદાની સરખામણીમાં ગરમીના કારણે ઓસ્ટ્રેલિયામાં મૃત્યુનું પ્રમાણ વધુ હોવાનું વૈજ્ઞાનિક અભ્યાસનું તારણ છે.
- બ્યૂરો ઓફ મિટીયોરોલોજીના અનુમાન પ્રમાણે, ઊનાળાના ગરમ વાતાવરણના કારણે આરોગ્યને લગતી સમસ્યાઓ સર્જાઇ શકે છે.
- વિક્ટોરીયન ઇમરજન્સી વિભાગના જણાવ્યા પ્રમાણે, વર્ષ 2018-19ના ઉનાળા દરમિયાન ગરમીના કારણે ચામડીને થતા રોગની હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓમાં અડધું પ્રમાણ બાળકોનું હતું.
ડૉ. વોટકિન્સે કહયું કે, ઓસ્ટ્રેલિયાના ઇતિહાસમા વર્ષ 2019 સૌથી ગરમ અને સુકા વર્ષ તરીકે નોંધાયું હતું, વર્તમાન ઉનાળામાં અગાઉના વર્ષ જેટલો તાપ નહીં અનુભવાય.
આવાનારા હીટવેવ વધુ સમય સુધી અનુભવાશે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે. જેના કારણે માનવ આરોગ્ય પર તેની અસર પડી શકે છે.
હીટવેવ અને ચામડીનું કેન્સર
નિક બેન્ક્સ, સાઉથ ઓસ્ટ્રેલિયામા રેડ ક્રોસના સ્ટેટ ઇમર્જન્સીસ સર્વિસીસ મેનેજર તરીકે સેવા આપે છે, તેમના જણાવ્યા મુજબ વૈજ્ઞાનિક અભ્યાસ દર્શાવે છે કે ઉનાળાના ગરમ દિવસો પ્રાણ-ઘાતક બની શકે છે અને તેથી લોકોએ વધુ સાવચેત રહેવાની જરૂર છે.
ઓસ્ટ્રેલિયામાં પૂર, બુશફાયર, વાવાઝોડાની સરખામણીમાં ગરમીના કારણે મૃત્યુ પામતા લોકોની સંખ્યા વધુ છે.
તેમણે જણાવ્યું હતું કે, વૃદ્ધ, ગર્ભવતી મહિલાઓ, બાળકો અને દિવ્યાંગ અથવા અગાઉથી જ આરોગ્ય સંબંધિત બિમારી સામે લડી રહેલા લોકોને વધુ જોખમ છે.
બેન્ક્સ લોકોને જરૂરિયાતમંદોને મદદ કરવા તથા અને અન્ય લોકોને ગરમીથી સુસજ્જ થવા સહાય કરવા માટે પ્રોત્સાહિત કરે છે.
ઓસ્ટ્રેલિયા વિશ્વમાં ચામડીના કેન્સર માટેનું મુખ્ય કેન્દ્ર છે.
સૂર્યના સીધા જ કિરણો સામે લાંબો સમય સુઘી રહેનારા દર 3માંથી 2 લોકોને 70 વર્ષની ઉંમર અગાઉ ચામડીનું કેન્સર થાય છે.તેથી જ સૂર્યના તાપથી બચવા અને ઘરની અંદરનું તાપમાન ઠંડુ રાખવા માટે શેડ મૂકી શકાય છે. આ ઉપરાંત, ગરમીના દિવસોમાં પરિવારજનોને ફોન અથવા મેસેજ દ્વારા પણ તેમની ખબર પૂછી શકાય છે.
Source: Getty Images
બેન્ક્સ જણાવે છે કે, ડિહાઈડરેશનથી બચવા પાણી સૌથી અસરકારક પીણું છે.
આલ્કોહોલ, ચા, કોફી કે ખાંડ ધરાવતા પીણા નહીં પરંતુ પાણી જ સૌથી અસરકારક સાબિત થાય છે.
મેલ્બર્ન રોયલ ચિલ્ડ્રન હોસ્પિટલના ટ્રોમા સર્વિસ ના ડિરેક્ટર ડૉ વોરવિક ટિગ કહે છે કે હીટ સ્ટ્રોકને હળવાશથી ન લેવું, તેનાથી શરીરના અવયવો પર અસર થવા લાગે છે અને જેથી તબીબી કટોકટી સર્જાઈ શકે છે.
હીટ સ્ટ્રેસના લક્ષણો
- થાક લાગવો
- શ્વાસ લેવામાં તકલીફ
- ચક્કર આવવા
- સ્નાયુ ખેંચાવા
- બોલવામાં તકલીફ પડવી
- હલનચલનમાં તકલીફ પડવી
- ગુસ્સો આવવો
- મૂંઝવણમાં મુકાવું
કેટલીક વખત ગંભીર પરિસ્થિતીમાં બેભાન થઇ જવા જેવી પરિસ્થિતીનું પણ નિર્માણ થાય છે.
ડૉ. ટિગ કહે છે કે જો તમને કોઇ વ્યક્તિમાં તાપથી થતી આડઅસરોના લક્ષણો જોવા મળે તો એમ્બ્યુલન્સ આવે તે પહેલા તમે જાતે અમુક બાબતો કરી શકો છો.
જેમ કે...
- તે વ્યક્તિને છાંયડા અથવા ઠંડી જગ્યાએ લાવવી
- ઠંડુ પ્રવાહી આપી શકાય
- વધારાના કપડા કાઢી નાંખવા
- ભીના કપડાને શરીર પર લગાવવું
- તેની આજુબાજુમાં પવન નાંખવો
Source: Getty Images
લાંબાગાળા સુધી ચામડીની બળતરા ચામડીના કેન્સરની પરિસ્થિતીનું નિર્માણ કરી શકે છે.
સનસ્માર્ટના પાંચ પગલાં
- હાથ ઢંકાય તેવી રીતે લાંબા કપડાં પહેરો
- SPF 30નો ઉપયોગ અથવા દર 2 કલાકે જળ પ્રતિરોધક સનસ્ક્રીન લગાવો
- ટોપી પહેરો
- છાંયડામાં રહો
- આંખની બળતરા ન થાય તે માટે સનગ્લાસનો ઉપયોગ કરો.
મેકમિલનના જણાવ્યા પ્રમાણે, સૂર્યના સીધા જ કિરણો સામે લાંબો સમય સુઘી રહેનારા દર 3માંથી 2 લોકોને 70 વર્ષની ઉંમર અગાઉ ચામડીનું કેન્સર થાય છે.
બાળકો અને ચામડીની બળતરા
Source: Getty Images/ArtMarie
ડો. ટીગ જણાવે છે કે, સૂર્યના તાપને લગતી બિમારીનો સામનો કરતા દર્દીઓની પરિસ્થિતીમાં તેમણે અનુભવ્યું હતું કે તેમની ચામડી થોડી પાતળી હોવાથી તેમને સૂર્યનો તાપ વધુ પ્રમાણમાં લાગે છે.
ડો ટીગે ઉમેર્યું હતું કે, બાળકો તેમની પ્રવૃત્તિનું ધ્યાન રાખી શકતા નથી અને તેમને કહેવામાં ન આવે ત્યાં સુધી પાણી પણ પીતા નથી.
ડો ટીગ કહે છે કે સૂર્યના તાપમા જવાની 20 મિનિટ અગાઉ સારા માત્રામાં સનસ્ક્રીન લગાવવાની સાથે લોકોએ સખત UV કિરણોત્સર્ગથી બચવા દર 2 કલાકે તેનો ઉપયોગ કરવો જોઈએ.
કોઇ પ્રવૃત્તિ કરતી વખતે અથવા પાણીમાં જતી વખતે તેનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવો જરૂરી છે.
તમે અથવા તમારી જાણકારીમાં જો કોઇ વ્યક્તિ પર જીવનું જોખમ હોય તો તાત્કાલિક ધોરણે 000 નંબર પર સંપર્ક કરવો.
Source: Getty Images/Tracey Dee