1. પેરેન્ટ વિસા માં બે પ્રકાર ના વિસા છે - સહાયક (પુરક ) વિસા અને બિન સહાયક વિસા
Source: SBS
2. સ્વાસ્થ્ય અને ચારિત્ર ની ચકાસણી
આ વિસા માટે જયારે અરજી કરવામાં આવે અને જયારે વિસા મંજુર થાય આ બંને વખતે સ્વાસ્થ્ય અને ચારિત્ર ની ચકાસણી કરાવવી જરૂરી છે. આમાં પાસ થવું જરૂરી છે.
Source: Getty Images
3. અન્ય વિકલ્પ કામકાજ કરી શકે તેવા પેરેન્ટસ માટે
કામચલાઉ વિસા 173 અથવા 884 શ્રેણી હેઠળ પેરેન્ટ્સ વિસા માટે અરજી કરી શકાય. આ માટે ની ફી $29,130 જેટલી છે. આ વિસા બે વર્ષ માટે આપવામાં આવે છે. આ શ્રેણી માં પેરેન્ટ્સ ને ફૂલટાઈમ કામ કરવાની પરવાનગી અને સંપૂર્ણ મેડીકેર ની સગવળ આપવામાં આવે છે. બે વર્ષ બાદ વધારા ની $19,000 ની બચત દેખાડી કાયમી વિસા પેટા શ્રેણી 143 હેઠળ સહાયક વિસા માટે અરજી કરી શકાય છે.
Source: Pixabay, Public Domain
4.પેરેન્ટ વિસા માટે અરજી કરનાર ને ઓસ્ટ્રેલીયન નાગરિક, ઓસ્ટ્રેલીયન કાયમી નિવાસી કે ન્યુઝીલેન્ડ નાગરિક ની લાયકાત ધરાવનાર સ્પોન્સર કરી શકે.
સ્પોન્સર કરનાર વ્યક્તિ એ સામાન્ય રીતે 2 વર્ષ થી અહી સ્થાયી થયા હોવાનું પુરવાર કરવું જરૂરી છે. વિસા ની અરજી કરનારે બેલન્સ પરિવાર ની જરૂરત સંતોષવી જરૂરી છે, જે સાબિત કરે છે કે તેમના મોટાભાગ ના પરિવારજનો ઓસ્ટ્રેલીયા માં રહે છે.
Source: Getty Images
5. ઓસ્ટ્રેલીયા માં આધાર ની ખાતરી આપતો પત્ર આપવો ફરજીયાત છે.
Source: AAP