આ વર્ષે દિવાળી નિમિત્તે કઈ વાનગીઓ બનાવી રહ્યા છો, તમારું ઘર કેવી રીતે શણગારશો, રંગોળી રેડીમેડ કે પછી પારંપરિક?
આ વર્ષની દિવાળી ઉજવણીઓમાંથી યાદગાર પળો અમારી સાથે વહેંચશો તો $200નું voucher જીતવાનો મોકો મળશે
દિવાળીના પાંચેય દિવસનું આગવું મહત્વ છે, દરેક દિવસની અલગ અલગ ઉજવણીઓ અને પરંપરાઓ છે. તમારી ઓસ્ટ્રેલિયન દિવાળી કેવી હોય છે?
દિવાળીની વાનગીઓ, રંગોળી, ઘરની અન્ય સજાવટ, કુટુંબમેળો અને આતશબાજીના ફોટોસ શેર કરી SBSની દિવાળી પ્રતિયોગિતામાં ભાગ લઇ શકો છો, સૌથી creative એન્ટ્રી જીતશે $200નું voucher. હિન્દી, પંજાબી, ગુજરાતી અને નેપાળી દરેક કાર્યક્રમમાં થી એક એક વિજેતાનો ૩૧ ઓકટોબર સુધી માં ફોન અથવા ઈમૈલ દ્વારા સંપર્ક કરવામાં આવશે.
આ પ્રતિયોગિતા બુધવાર ૧૧ ઓકટોબરે, સવારે ૯.00 વાગ્યાથી શરૂ થઇ રહી છે. તમે અમને ૨૫ ઓકટોબર સાંજના ૫.00 વાગ્યા સુધી ફોટોસ મોકલાવી શકો છો.