SBS Gujarati ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતી સમુદાયના લોકોને તેમની માતૃભાષામાં ઓસ્ટ્રેલિયાના જીવન, સંસ્કૃતિ, સાંપ્રત ઘટનાઓ તથા પ્રેરક પ્રસંગો વિશે માહિતી આપતી ભાષાકિય સેવા છે.
SBS Gujarati પાર્ટ-ટાઇમ પ્રોડ્યુસરની શોધમાં છે.
SBS Gujarati માં પ્રોડ્યુસર તરીકેની જવાબદારી
SBSની ગુજરાતી ભાષાની સેવામાં જોડાનારા પ્રોડ્યુસર મેલ્બર્ન અથવા સિડની ખાતેની ઓફિસથી કાર્ય કરી શકે છે.
- મલ્ટીપ્લેટફોર્મ પત્રકારત્વની કુશળતા અને વીડિયો, ડિજિટલ અને ઓડિયો જર્નાલિઝમ વિશેનું જ્ઞાન આ ભૂમિકા માટે મહત્ત્વપૂર્ણ છે.
- રેડિયો અને/અથવા ઓનલાઈન પ્લેટફોર્મ પર ઓડિયો કન્ટેન્ટ (સમાચાર, વર્તમાન બાબતો અને સમુદાયને અસર કરતી બાબતો સહિત) માટે સંશોધન, લેખન, અનુવાદ, સામગ્રીનું નિર્માણ અને પ્રસ્તુત કરવાની ક્ષમતા.
- ગુજરાતી તેમજ અંગ્રેજીમાં બોલવામાં અને ટાઇપ કરવામાં નિપુણતા. ઉપરાંત, તમે અમારી ઇન્ટરવ્યૂ પ્રક્રિયાના ભાગરૂપે ભાષા મૂલ્યાંકન ટેસ્ટ ભાગ લો તે મહત્વપૂર્ણ રહેશે.
- ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામના ઉપયોગનો અનુભવ હિતાવહ રહેશે.
ઓસ્ટ્રેલિયામાં રહેતા અને ઓસ્ટ્રેલિયામાં કાર્ય કરવાના અધિકાર ધરાવતા ઉમેદવાર જ અરજી કરવા માટે લાયક છે.
વધુ માહિતી નીચે આપેલી લિન્ક પર ક્લિક કરી મેળવી શકો છો.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.