SBS Gujarati ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતી સમુદાયના લોકોને તેમની માતૃભાષામાં ઓસ્ટ્રેલિયાના જીવન, સંસ્કૃતિ, સાંપ્રત ઘટનાઓ તથા પ્રેરક પ્રસંગો વિશે માહિતી આપતી ભાષાકિય સેવા છે.
SBS Gujarati ફૂલ-ટાઇમ એક્ઝીક્યુટીવ પ્રોડ્યુસરની શોધમાં છે.
SBS Gujarati માં એક્ઝીક્યુટીવ પ્રોડ્યુસર તરીકેની જવાબદારી
SBSની ગુજરાતી ભાષાની સેવામાં જોડાનારા એક્ઝીક્યુટીવ પ્રોડ્યુસર મેલ્બર્ન અથવા સિડની ખાતેની ઓફિસથી કાર્ય કરી શકે છે.
ટીમ મેનેજમેન્ટ, જર્નાલિઝમ અને/અથવા મીડિયા બ્રોડકાસ્ટિંગમાં અદ્યતન કુશળતા અને અનુભવ ધરાવતી વ્યક્તિની એક્ઝીક્યુટીવ પ્રોડ્યુસર તરીકે શોધ કરી રહ્યા છીએ. જેમાં,
- બ્રોડકાસ્ટ જર્નાલિઝમના અનુભવ અંતર્ગત મલ્ટિ-પ્લેટફોર્મ (રેડિયો, ઓનલાઇન, સોશિયલ મીડિયા) પર સામગ્રીનું નિર્માણ અને પ્રસ્તુતિ.
- સમાચાર, રમતગમત, સાંપ્રત વિષયો પર વિવિધ સ્ત્રોતો દ્વારા સંકલન કરી પ્રસ્તુત કરવાની ક્ષમતાનો સમાવેશ થાય છે.
- અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં લખવાની અને બોલવાની નિપુણતા. જેમાં સ્પષ્ટ પ્રસારણનો પણ સમાવેશ થાય છે. ગુજરાતી ભાષામાં નિપુણતા અને જ્ઞાન દર્શાવવા ભાષાકિય પરીક્ષા લેવામાં આવશે.
- માઇક્રોસોફ્ટ વર્ડ અને એક્સેલ, ઇમેઇલ અને ડિજિટલ ઓડિયો એડિટિંગ/પ્રોડક્શન સોફ્ટવેર સાથેનું જ્ઞાન સહિત કમ્પ્યુટરની મૂળભૂત કુશળતા.
- દબાણ હેઠળ કામ કરવાની, સમયમર્યાદામાં કાર્ય પૂરું કરવાની અને સમસ્યાનું નિરાકરણ લાવવાની ક્ષમતા જરૂરી છે.
- ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી ભાષી સમુદાય વિશે સમજ.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Audio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m. on SBSPopDesi, 4 p.m. on SBSRadio2