સિડનીના યુવકજોએલની ઉંમર 18 વર્ષની જ હતી જયારે તેમના હૃદયનું સ્વાસ્થ્ય કથળવા માંડ્યું અને હૃદયના ટ્રાન્સપ્લાન્ટ સિવાય કોઈ ઉપાય બચ્યો ન હતો. જોએલને તેના અંગ ટ્રાન્સપ્લાન્ટ માટે ચાર મહિનાની રાહ જોવી પડી હતી.
જોએલના હદયના ટ્રાન્સપ્લાન્ટની સર્જરી માટેનો ફોન સવારે 6 વાગ્યે આવ્યો અને તેમની પાસે આ માટે ફક્ત 2 કલાકનો જ સમય હતો. તેઓ આ ક્ષણ યાદ કરતા જણાવે છે કે
મને એકદમ યાદ છે તે સમયે શું થયું હતું, અમે કેવીરીતે સર્જરી માટે પહોંચ્યા હતા. રેડિયોમાં ક્યુ ગીત ચાલતું હતું તે યાદ નથી પણ બાકીનું બધુજ યાદ છે. અમને હતું કે આ એક શરૂઆત થવા જઈ રહી છે.
આ ટ્રાન્સપ્લાન્ટથી જોએલ જેવા અન્ય કેટલાયની જિંદગીઓ બચાવી શકાઈ. નેશનલ ઓર્ગન એન્ડ ટિસ્સ્યુ ઓથોરિટીના મેડિકલ ડિરેક્ટર ડો. હેલન ઓપદમનું કહેવું છે કે વર્ષ 2016માં મોટા પ્રમાણમાં અંગદાન થયું. જેના લીધે 1448 લોકોની જિંદગી બચાવી શકાઈ. હજુ પણ આ ક્ષેત્રે ઘણું થઇ શકે તેમ છે.
વર્ષ 2016માં આ મૃત અંગદાનના દરમાં 16%ની વૃદ્ધિ જણાઈ જયારે જીવિત અંગદાનમાં 9% ની.
વર્તમાન સ્થિતિમાં લગભગ 1600 ઓસ્ટ્રેલિયનો હજુપણ અંગ ટ્રાન્સપ્લાન્ટની રાહ જોતા મૃત્યુ પામે છે. આ પરિસ્થિતિને દુઃખદ ગણાવતા લીઝ સીતોનું કહેવું છે કે અંગ ટ્રાન્સપ્લાન્ટની રાહ જોતા જયારે વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે સૌથી કઠિન પરિસ્થિતિ પરિવારજનો માટે હોય છે.
દરેક અંગદાતા 10 લોકોની જિંદગી બચાવી શકે છે.
ઓસ્ટ્રેલિયામાં અંગદાન અંગે નડતું સૌથી મોટું વિઘ્ન ધાર્મિક છે.
પણ, અંગદાનના હિમાયતીઓનું કહેવું છે કે કોઈપણ ધર્મ અંગદાન કરવામાં કે તેનો સ્વીકાર કરવાની મનાઈ નથી ફરમાવતો.
ડો. ઓપદમનું કહેવું છે કે આ એક મહત્વનો મુદ્દો છે કે જયારે કોઈ મૃતક વ્યક્તિના પરિવારનો સંપર્ક અંગદાન માટે કરવામાં આવે ત્યારે મોટાભાગે તેઓના ના કહેવાની પાછળ ધાર્મિક બાબતો છે.
અન્ય વિઘ્ન કમ્યુનિકેશન છે. ઘણા રજીસ્ટર થયેલ અંગદાતા પોતાના પરિવારજનોની જાણ બહાર અંગદાન કરે છે.
લીઝ અને જોએલ બંને અંગદાન કરનાર વ્યક્તિ અને તેમના પરિવારનો આભાર માને છે. કેમકે તેમની ઉદારતા વગર તેઓને નવી જિંદગી ન મળી શકી હોત.