છેલ્લા કેટલાક સમયમાં રીજનલ વિસા મેળવી ઓસ્ટ્રેલિયા સ્થાયી થનારા માઇગ્રન્ટ્સની સંખ્યા વધી રહી છે. હાલમાં જ બહાર પડેલા આંકડા પ્રમાણે, ગયા વર્ષે 3500 જેટલા વિસા મંજૂર કરવામાં આવ્યા હતા.
જેમાં સાઉથ ઓસ્ટ્રેલિયા પર માઇગ્રન્ટ્સે પ્રથમ પસંદગી ઊતારી હતી. બીજી તરફ, ક્વિન્સલેન્ડે પણ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી વૃદ્ધિ કરી છે.
લિબરલ સાંસદ જુલિયન લીસરે જણાવ્યું હતું કે, સરકાર વિસા દ્વારા રીજનલ વિસ્તારોમાં કામદારોની અછત પૂરી કરવાનો પ્રયત્ન કરી રહી છે. હોલીડે વર્કિંગ વિસા દ્વારા વિસાધારક રીજનલ વિસ્તારમાં રહીને ત્યાં કામ પણ કરી શકે છે આ ઉપરાંત, હાલમાં જ સરકારે તેમને વધુ એક વર્ષ સુધી આ વિસા રીન્યૂ કરવાની છૂટ આપી છે.
બીજી તરફ, જોઇન્ટ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે નવા માઇગ્રન્ટ્સને ઓસ્ટ્રેલિયામાં કયા સ્થાન પર નોકરી મેળવી શકશે તેની તેમને જાણ છે.
Image
નવેમ્બર 2019થી નવા વિસા અમલમાં
આગામી 16મી નવેમ્બર 2018થી ઓસ્ટ્રેલિયન સરકાર નવા વિસા અમલમાં મૂકી રહી છે. જેમાં રીજનલ વિસ્તારોના માલિકો કારીગરને સ્પોન્સર પણ કરી શકશે.
વર્ષ 2022થી, જે માઇગ્રન્ટ્સ ત્રણ વર્ષ સુધી રીજનલ વિસ્તારમાં રહ્યા હોય અને ત્યાં નોકરી કરી હોય તે સાબિત કરી શકશે તો તેમને પર્મેનન્ટ રેસીડેન્સીની તક પણ અપાશે.
કેન્દ્રીય સરકારના જણાવ્યા પ્રમાણે હાલમાં વિસા ધરાવતા માઇગ્રન્ટ્સને નવા વિસાની કોઇ પણ પ્રકારની અસર થશે નહીં અને જે અરજી નવા વિસા આવ્યા અગાઉ કરવામાં આવશે તેમને સામાન્ય નિયમો લાગૂ પડશે.
Image
રીજનલ વિસ્તારોમાં સફળતા
રીજનલ વિસ્તારોમાં સ્થાયી થતા માઇગ્રન્ટ્સ તેમના ક્ષેત્રોમાં સફળતા મેળવી રહ્યા છે. વિક્ટોરીયાના રીજનલ વિસ્તાર ન્હીલમાં રહેતા કરેને જણાવ્યું હતું કે માઇગ્રન્ટ્સ લોકોને રીજનલ વિસ્તારમાં નોકરી અને રોજગાર દ્વારા સફળતા મેળવી રહ્યા છે.
નોકરી, રોજગારનો મુખ્ય પ્રશ્ન
રીજનલ વિસ્તારોમાં નોકરી મેળવવા અંગે પણ ચિંતા જોવા મળી હતી. એક વ્યક્તિએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે રીજનલ વિસ્તારોમાં વસ્તી વધારા સામે સહારો મળી રહે તેવા સ્ત્રોત ઉપલબ્ધ નથી અને માઇગ્રેશન બંધ કરવા અંગે જણાવ્યું હતું.
માઇગ્રન્ટ્સનું શહેર પ્રત્યે આકર્ષણ
સેટલમેન્ટ સર્વિસ ઇન્ટરનેશનલે જણાવ્યું હતું કે નવા માઇગ્રન્ટ્સ શહેર તરફ આકર્ષાતા હોવાથી રીજનલ વિસ્તારો વિવિધ પ્રકારના લાભ લેવાથી વંચિત રહી જાય છે.
ધ ફેડરેશન ફોર એથનિક કમ્યુનિટીસ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયાએ જણાવ્યું હતું કે માઇગ્રન્ટ્સ અને રેફ્યુજી રીજનલ વિસ્તારોમાં વિકાસકાર્યોમાં ફાળો આપી શકે છે.
જોકે, રીજનલ વિસ્તારોનો વિકાસ કરવા માટે એક યોગ્ય મોડલ અને રોજગારની તકો પૂરી પાડવા અંગે પણ વિચારવું જોઇએ. તેમણે સંસ્થાએ ઉમેર્યું હતું.