ઓસ્ટ્રેલિયામાં હાલમાં બુશફાયરની આપદાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે ન્યૂ સાઉથ વેલ્સને અડીને ક્વિન્સલેન્ડ રાજ્યમાં આવેલા માઉન્ટ કોટ્ટન વિસ્તારમાં પણ ભારે નુકસાન થયું હતું.
જેમાં એક વ્યક્તિનું પારિવારીક મકાન પણ નષ્ટ પામ્યું હતું. જોકે આ મુશ્કેલીભર્યા સમયમાં પણ તેના નસીબે સાથ આપતા તેણે 1 મિલીયન ડોલરની લોટરી જીતી લીધી છે.
પોતાની ઓળખ બહાર પાડતા વિજેતાએ ABC News માં પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં જણાવ્યું હતું કે બુશફાયરમાં નષ્ટ પામેલા પારિવારીક મકાનનો વિમો નહોતો પરંતુ 1 મિલીયન ડોલરની લોટરી જીતતા હવે તે ફરીથી પોતાનું ઘર બાંધશે.
બુધવારે પ્રસિદ્ધ થયેલા પરિણામમાં તેને 1 મિલીયન ડોલરની લોટરી લાગી હતી. તેણે જણાવ્યું હતું કે તાજેતરમાં જ તેણે પારીવારિક મકાન ગુમાવ્યું અને હવે તેને લોટરી લાગતા સંજોગો બદલાયા છે.
ઘર ગુમાવ્યા બાદ ક્યારેય પણ વિચાર્યું નહોતું કે લોટરીના નાણામાંથી તે ઘરીથી ઘર બનાવશે, તેમ તેણે ઉમેર્યું હતું.