આગામી 25મી જાન્યુઆરીએ ચાઇનીસ લૂનર ન્યૂ યરની શરૂઆત થઇ રહી છે. ચાઇનીસ રાશી પ્રમાણે આપણે યર ઓફ રેટ (ઉંદર) માં પ્રવેશી રહ્યા છીએ.
દર વર્ષે અલગ તારીખ, 60 વર્ષનું એક ચક્ર
લૂનર ન્યૂ યર દર વર્ષે જાયુઆરીથી ફેબ્રુઆરી વચ્ચે યોજાય છે પરંતુ તેની કોઇ ચોક્કસ તારીખ હોતી નથી. દરેક વર્ષે તેનો સમય બદલાતો રહે છે. પશ્ચિમી દેશોની જેમ જ ચાઇનીસ લૂનર કેલેન્ડર પણ ચંદ્રની સ્થિતિ આધારિત હોય છે. તેથી, ચંદ્રની સ્થિતિના કારણે લૂનર ન્યૂ યર લગભગ જાન્યુઆરીના અંતિમ ભાગથી ફેબ્રુઆરીના મધ્ય ભાગ સુધીમાં શરૂ થાય છે.
લૂનરનું સમગ્ર ચક્ર પૂરું થવામાં લગભગ 60 વર્ષનો સમય લાગે છે જેમાં દરેક ચક્ર 12 વર્ષના પાંચ ભાગમાં વહેંચાયેલું હોય છે.
Image
વર્ષ 2020માં યર ઓફ રેટમાં પ્રવેશ
સામાન્ય રીતે ઉંદર દ્વારા રોગ ફેલાતો હોવાની માન્યતા પ્રવર્તે છે અને એટલે જ ઉંદરને વધુ મહત્વ આપવામાં આવતું નથી. જોકે, વિવિધ સેલિબ્રિટીસે ઉંદર પાળ્યા હોવાના કિસ્સા જોવા મળ્યા છે.
ફેંગ સુઇના વિશેષજ્ઞ ચાઇનીસ જ્યોતિષ ફૂન ચિકે જણાવ્યું હતું કે ઉંદર માનવજાતના જીવનમાં ઘણું મહત્વ ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે 25 જાન્યુઆરી 2020થી આપણે યર ઓફ રેટમાં પ્રવેશી રહ્યા છીએ અને આ વર્ષને મેટલ રેટ યર તરીકે મનાવાશે. જે શુદ્ધતા, પ્રામાણિકતા અને ત્વરીત નિર્ણય લેવાની શક્તિને સમર્પિત છે.
ઉંદર ચાલાકી માટે જાણિતું
ફૂન ચિકે વધુમાં ઉમેર્યું હતું કે ઉંદર તેની ચાલાકી માટે જાણિતું છે. તેથી જ વિવિધ રાશીઓમાં તેને એક ચાલાકીના પ્રતિક તરીકે ઓળખવામાં આવશે.
આ ઉપરાંત ઉંદરને પ્રેમના પ્રતિક તરીકે પણ માનવામાં આવતું હોવાથી વર્ષ 2020માં પ્રેમ વધશે, શાંતિ સ્થપાશે તેવી આશા છે.
Image
ઉંદર ખરીદવાનું મહત્વ
યર ઓફ રેટ દરમિયાન ઉંદર ખરીદવાનું મહત્વ છે. લોકો તેની ખરીદી કરીને પાળે છે. લુઇસ સ્કોટ નામના ગ્રાહક ત્રણ ઉંદર ખરીદી રહ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે, તેમને પાલતું પ્રાણી ગમે છે અને હાલમાં યર ઓફ રેટની ઉજવણી શરૂ થશે એટલે તેઓ ત્રણ ઉંદરની ખરીદી કરી રહ્યા છે.
બાળકોમાં ઉંદર લોકપ્રિય, સંભાળ જરૂરી
ધ ઓસ્ટ્રેલિયન રેટ ફાન્સિયર્સ સોસાયટીએ નર ઉંદરની કિંમત 60 ડોલર જેટલી આંકી છે. ન્યૂ સાઉથ વેલ્સમાં આવેલી RSPCA સંસ્થાના મત પ્રમાણે ઉંદર શ્રેષ્ઠ પાલતું પ્રાણી બની શકે છે અને તે બાળકોમાં લોકપ્રિય છે.
જોકે, તેની યોગ્ય સારસંભાળ લેવી પણ જરૂરી છે. તે કદમાં નાના હોવાથી તેમને ઇજા ન પહોંચે અને ગભરાઇ જાય નહીં તેનું ધ્યાન રાખવું જોઇએ.
ALSO READ
ઉંદર નસીબ પલટી શકે
ચાઇનીસ જ્યોતિષની માન્યતા પ્રમાણે, જે વ્યક્તિ યર ઓફ રેટમાં જન્મ લે તે વિશ્વસનીય હોય અને શાંતિવાળી જીંદગી જીવી શકે છે. અને તેમનામાં ખરાબ સમયને સારા સમયમાં બદલવાની શક્તિ પણ હોય છે.
ચાઇનીસ રાશી અને 12 પ્રાણીઓ
ચાઇનીસ માન્યતા પ્રમાણે, દરેક વર્ષને કોઇ એક પ્રાણી સાથે જોડવામાં આવે છે. વર્ષ 2020ને યર ઓફ રેટ તરીકે મનાવવામાં આવશે. ત્યાર બાદના આગામી 11 વર્ષને વિવિધ પ્રાણીઓ સાથે જ જોડીને ઉજવાશે.
યર ઓફ રેટ, યર ઓફ ઓક્સ, યર ઓફ ટાઇગર, યર ઓફ રેબીટ્ટ, યર ઓફ ડ્રેગન, યર ઓફ સ્નેક, યર ઓફ હોર્સ, યર ઓફ શીપ, યર ઓફ મંકી, યર ઓફ રુસ્ટર, યર ઓફ ડોગ, યર ઓફ પીગ તરીકે ત્યાર બાદના 11 વર્ષો મનાવાશે.