હાલમાં ચાઇના, વિયેતનામ, કોરિયામાં તથા અન્ય દેશોમાં નવું વર્ષ મનાવવામાં આવી રહ્યું છે. જેને લૂનર ન્યૂ યર પણ કહેવાય છે. એશિયન દેશોમાં ઉજવાતા આ તહેવાર વિશે જોડાયેલી કેટલીક રસપ્રદ બાબતો, પરંપરા, મહત્વ તથા ઓસ્ટ્રેલિયાના ટુરિઝમ ઉપર થતી અસર પર એક નજર કરીએ...
લૂનર ન્યૂ યરનો પ્રારંભ
લૂનર ન્યૂ યર મનાવવાની શરૂઆત ચાઇનીસ રાજા હુઆંગ લીએ ઇસ પૂર્વે 2600ની સાલમાં કરી હતી. ત્યાર બાદથી દરેક વર્ષે લૂનર ન્યૂ યર ઉજવાય છે.
Lion dancers take part the parade during the Chinese Lunar New Year or Spring Festival celebration at Chinatown in Yangon, Myanmar. Source: AAP Image/ EPA/LYNN BO BO
દર વર્ષે અલગ તારીખ, 60 વર્ષનું એક ચક્ર
લૂનર ન્યૂ યર દર વર્ષે જાયુઆરીથી ફેબ્રુઆરી વચ્ચે યોજાય છે પરંતુ તેની કોઇ ચોક્કસ તારીખ હોતી નથી. દરેક વર્ષે તેનો સમય બદલાતો રહે છે. પશ્ચિમી દેશોની જેમ જ ચાઇનીસ લૂનર કેલેન્ડર પણ ચંદ્રની સ્થિતિ આધારિત હોય છે. તેથી, ચંદ્રની સ્થિતિના કારણે લૂનર ન્યૂ યર લગભગ જાન્યુઆરીના અંતિમ ભાગથી ફેબ્રુઆરીના મધ્ય ભાગ સુધીમાં શરૂ થાય છે.
લૂનરનું સમગ્ર ચક્ર પૂરું થવામાં લગભગ 60 વર્ષનો સમય લાગે છે જેમાં દરેક ચક્ર 12 વર્ષના પાંચ ભાગમાં વહેંચાયેલું હોય છે.
પરિવારજનો સાથે તહેવારની ઉજવણી
ચીનમાં આ તહેવાર દરમિયાન લોકો શહેરોમાંથી પોતાના વતન તરફ પ્રયાણ કરે છે. ઓસ્ટ્રેલિયામાં પણ આ તહેવાર ધામધૂમથી ઉજવાય છે. લૂનર ન્યૂ યર દરમિયાન ચાઇનીસ લોકો કોઇ પણ પ્રકારનું માંસ ખાતા નથી. તેઓ ઘરે બનાવેલી પરંપરાગત વાનગીઓ આરોગે છે.
The Chinese New Year Grand Opening Ceremony in Box Hill in Melbourne. Source: AAP Image/Ellen Smith
તહેવારની પરંપરા
એક માન્યતા પ્રમાણે, ખરાબ શક્તિઓથી બાળકો તથા અપરણિત લોકોનું રક્ષણ થાય તે માટે તેમને એક લાલ કવરમાં નાણા આપવામાં આવે છે. અને, દરેક વખતે નવું વર્ષ કોઇ એક પ્રાણીને સમર્પિત કરાય છે. જે લોકો યર ઓફ પીગ (ભૂંડ)માં જન્મ લે છે તેઓ પ્રામાણિક અને સરળ હોય છે તેવી માન્યતા છે.
થાઇ, કોરિયન, જાપાનીસ સમાજમાં પણ આ તહેવારનું મહત્વ
ફક્ત ચાઇનીસ સમાજના લોકો જ લૂનર ન્યૂ યર ઉજવે છે તેમ નથી. થાઇ, કોરિયન, વિયેતનામીસ, જાપાનીસ, મલેશિયન, સિંગાપોરિયન તથા ઇન્ડોનેશિયન મૂળ ધરાવતા લોકો પણ પણ લૂનર ન્યૂ યરની શાનદાર રીતે ઉજવણી કરે છે.
Victorian Premier Daniel Andrews (L) Leader of the Opposition Bill Shorten (M) and PM Scott Morrison (R) at the Chinese New Year Grand Ceremony in Melbourne. Source: AAP Image/Ellen Smith
ઓસ્ટ્રેલિયામાં પણ ધામધૂમથી ઉજવણી
ઓસ્ટ્રેલિયામાં મોટી સંખ્યામાં ચાઇનીસ તથા વિયેતનામીસ મૂળના લોકો રહે છે અને તેઓ આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. સિડનીના ફેરફિલ્ડ સિટી કાઉન્સિલની લગભગ 21 ટકા વસ્તી વિયેતનામીસ મૂળ ધરાવે છે. આ ઉપરાંત, ચાઇનીસ, કમ્બોડીયન, લાઓટીયન સમાજના લોકો પણ અહીં મોટી સંખ્યામાં રહે છે. લૂનર ન્યૂ યરના સમય દરમિયાન વિવિધ સમાજના લોકો અહીં આવીને ખરીદી કરે છે. એકબીજાને મળીને તહેવારનો આનંદ માણે છે.
વિક્ટોરિયામાં પણ બોક્સ હીલ વિસ્તારમાં ચાઇનીસ સમાજના સભ્યો સામૂહિક રીતે લૂનર ન્યૂ યરની ઉજવણી કરે છે.
ઓસ્ટ્રેલિયન ટુરિઝમને ફાયદો
ચાઇનાથી ઓસ્ટ્રેલિયા આવતા પ્રવાસીઓ દરે વર્ષે ઓસ્ટ્રેલિયાના અર્થતંત્રમાં 10થી 11 બિલિયન જેટલો ફાળો આપે છે . લૂનર ન્યૂ યરની ઉજવણી માટે મોટી સંખ્યામાં એશિયન મૂળના લોકો ઓસ્ટ્રેલિયા આવે છે અને જેના કારણે ઓસ્ટ્રેલિયાના અર્થતંત્રમાં લગભગ ત્રણ બિલિયન ડોલર ઉમેરાયા છે.