Feature

લ્યૂનર ન્યૂ યર 2023: આ વર્ષ કેમ સસલું અને બિલાડી બંનેનું વર્ષ છે?

લ્યૂનર ન્યૂ યરની શરૂઆત ઇ.સ. પૂર્વે 2356-2255ના સમયગાળામાં ચાઇનીઝ સમ્રાટ યાઓના રાજ્યથી શરૂ થઇ હોય તેવું માનવામાં આવે છે. હવે આ તહેવાર વિશ્વના ત્રણ ચર્તુર્થાંશથી પણ વધુ વિવિધ પૃષ્ઠભૂમિના લોકો મનાવે છે.

8466618573_0abbfd9ea7_o.jpg

Koreans in hanbok celebrating Lunar New Year. Credit: Flickr/ Korea.net / Korean Culture and Information Service (Jeon Han) (CC BY-SA 2.0)

હાઇલાઇટ્સ
  • ચંદ્ર નવા વર્ષની ઉજવણી દરમિયાન લાલ રંગ અને આતશબાજી મુખ્ય છે
  • વાર્ષિક ઉત્સવની ઉજવણી કરનારા તમામ લોકો લાલને ભાગ્યશાળી અને રક્ષાગુણો વાળો માનતા નથી
  • વિયેતનામીસ સમુદાયો સસલાને બદલે બિલાડીનું વર્ષ ઉજવે છે
લ્યૂનર ન્યૂ યરની ઉજવણી એટલે વિતેલી સાલને વિદાય આપવાનો અને નવા વર્ષને આતુરતાથી આવકારવાનો સમય. ઉત્તર ગોળાર્ધમાં આ વસંતને આવકારવા ઉજવણી કરવાનો અને ખાસ કરીને પરીવાર માટે ભેગા થવાનો ઉત્તમ સમય પણ છે. તેથી તેને સ્પ્રીંગ ફેસ્ટીવલ તરીકે પણ ઓળખવામાં આવે છે.

જોકે, ઘણી બધી સંસ્કૃતિઓ પણ આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવે છે, વિશ્વભરના લોકો વિશિષ્ટ પરંપરાગત પ્રથાઓ સાથે આ પ્રસંગને ખૂબ જ અલગ રીતે મનાવતા હોય છે.


Visit the for more stories in your language or in .

ઘોંઘાટોની સાથે દુષ્ટ આત્માઓને દૂર ભગાવવામાં આવે છે

ચાઈનીઝ લોકો આ તહેવારને લાલ રંગથી સજાવીને અને ફાઈ ચુન (揮春) નામના લાલ કાગળ પર લખેલા શુભેચ્છા સંદેશાઓની સાથે ચિહ્નિત કરે છે. તેઓ ફટાકડાઓ પણ ફોડે છે, ડ્રેગન અને સિંહ નૃત્ય કરે છે, ઢોલ અને નગાડા પણ વગાડવામાં આવે છે, જેને દુષ્ટ આત્માઓને દૂર ભગાડવાનું પ્રતીક ગણાય છે, ખાસ કરીને રાક્ષસી નિઆનને. 

ચાઇનીઝ પૌરાણિક કથાઓ કહે છે કે નિઆન નવા વર્ષની શરૂઆતમાં તેના છુપાયેલા સ્થાનમાંથી બહાર આવે છે, લોકો અને પ્રાણીઓ બંનેને ખાવા માટે. એવું કહેવાય છે કે નિઆન મોટા અવાજો અને આગ પ્રત્યે અતિ સંવેદનશીલ હતો અને લાલ રંગથી ડરતો હતો.

ચીનમાં, દેશના વિવિધ પ્રદેશોના લોકો વિશિષ્ટ પરંપરાગત વ્યંજનો સાથે લ્યૂનર ન્યૂ યરની ઉજવણી કરે છે. ઉત્તર ચીનમાં, પરિવારો ભેગા થાય છે અને નવા વર્ષની ઉજવણી માટે ડમ્પલિંગને આરોગે છે, જ્યારે દક્ષિણ ચીનના લોકો આ પ્રસંગને ચોખાની કેક, ડીપ-ફ્રાઇડ ડમ્પલિંગ, નાસ્તા અને મિઠાઇ જેવી કે કેન્ડાઇડ લોટસ સીડ્સની સાથે યાદગાર ઉજવણી કરે છે.
Chinese_New_Year_foods_in_Malaysia.jpg
Chinese rice cakes and snacks to celebrate Lunar New Year. Credit: Wikimedia/ evelynquek (CC BY 2.0)
ચાઇનીઝ પરિવારો નવા વર્ષની પૂર્વસંધ્યાએ ભેગા થઇ રાત્રિભોજનનો આનંદ માણે છે અને તેઓને પાછલા વર્ષમાં મળેલા આશીર્વાદ બદલ આભાર માને છે. દક્ષિણ ચીનમાં ખાસ વાનગીઓમાં ચિકન, માછલી અને માંસનો સમાવેશ થાય છે ત્યારે ઉત્તરીય પ્રદેશોમાં રિયુનિયન ડિનર માટે ડમ્પલિંગ અને હોટ પોટ મુખ્ય વાનગીઓ છે.

આ તાઇવાનમાં પરિવારો માટે પરંપરાગત વાનગીઓ જેવી કે હોટ પોટ, જીન્જર ડક સ્ટ્યૂ અને વાઇન-કૂક ચિકન સૂપ આ વાનગીઓ પુનઃમિલનનું પ્રતીક ગણાય છે, તેમના બીજા નવા વર્ષની ઉજવણીના રિવાજોમાં અસંખ્ય ધાર્મિક વિધિઓ અને સાંસ્કૃતિક શિષ્ટાચારનો સમાવેશ થાય છે.

 નિઆન પૌરાણિક કથાઓને આધારીત ચાઇનીઝ લોકો નિઆન ન્યૂ યરની ઉજવણી દરમિયાન લાલ અથવા અન્ય તેજસ્વી રંગના કપડાં પહેરે છે. કેટલાક લોકો પગથી માથા સુધી નવા કપડાં પહેરશે જેને તે લોકો નવા વર્ષને એક નવી શરૂઆત સાથે આવકારવાનું પ્રતિક માને છે.

મોટી ઉંમરના અને જૂની પેઢીના લોકો લાલ પેકેટ અથવા લકી (lai see; 利是) તરીકે ઓળખાતા લાલ પરબિડીયાઓમાં સીલબંધ નાણાંકીય ભેટો આપે છે. બદલામાં, પરંપરાગત શિષ્ટાચાર અને રીતરિવાજો માટે યુવા પેઢીઓ તેમના વડીલોને સુખશાંતિ અને સારા સ્વાસ્થ્યની સાથે નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે.
Lunar New Year festivities in Australia have been scaled back or have moved online because of the pandemic
Older generations offering descendants red packets during Lunar New Year. Source: Supplied / Supplied - Tet Lunar New Years Festival VIC.

દરેક વસ્તુનો રંગ લાલ હોય તે જરૂરી નથી

કોરીયન લ્યૂનર ન્યૂ યરની વાતો સાતમી સદીના ચાઇનીઝ ઐતિહાસિક સાહિત્ય જેમ કે "બુક ઓફ સુઇ" અને "ધ ઓલ્ડ બુક ઓફ ટેંગ" માં વર્ણવાયેલી છે. સ્થાનિક કોરિયન ઐતિહાસિક કામોની વાત કરીએ તો, 13મી સદીમાં લખાયેલ "મેમોરેબિલિયા ઓફ ધ થ્રી કિંગડમ્સ" માં લુનાર ન્યૂ યરની ઉજવણી પ્રથમ વખત નોંધવામાં આવી હતી, ત્યારે આ વાર્ષિક ઉત્સવને વર્ષમાં નવ મુખ્ય કોરિયન પરંપરાગત તહેવારોમાંનો એક ગણવામાં આવતો હતો.

કોરિયન સંસ્કિતમાં લ્યૂનર ન્યૂ યરની ઉજવણી કરતા અન્ય ઘણા વંશીય સમુદાયોથી વિપરીત, લાલ રંગ કોરિયન સંસ્કૃતિમાં સમાન મહત્વ ધરાવતો નથી અને એવું માનવામાં પણ આવતું નથી કે તે દુષ્ટ આત્માઓને દૂર કરવામાં અથવા સારા નસીબ લાવવા માટે સક્ષમ છે. તેથી કોરિયામાં લ્યૂનર ન્યૂ યરની ઉજવણી કરતા લોકો તમામ પ્રકારના રંગોના કપડાં પહેરે છે.
Babies wearing Hanbok
Traditional Korean Hanbok. Source: Pixabay
લ્યૂનર ન્યૂ યરના પ્રથમ દિવસને સિયોલાલ (설날) કહેવાય છે. લોકો પાસેથી અપેક્ષિત છે કે તેઓ જે બોલે છે અને જે કાર્યો કરે છે તેનાથી સાવધ રહે અને ખરાબ નસીબને ટાળવા માટે પરંપરાગત કોરિયન હેનબોક (한복) પહેરે. તેમના પૂર્વજોની પૂજા કરવા માટે ઘરના પૈતૃક સભાખંડ અથવા મંદિરની મુલાકાત લેવાની પણ એક રૂઢિગત પ્રથા છે, જે ખૂબ જ ઔપચારિક અને કડક રીતે કરવામાં આવતી વિધિ છે.

બલિદાન અને પૂજા વિધિઓ ઉપરાંત, કોરિયનો પરંપરાગત રીતે નમન કરે છે જેને સેબી (세배) કહેવાય છે. યુવા પેઢી પરિવારના વડિલો સભ્યોને આદર આપે છે અને પરિવારના સૌથી મોટાથી શરૂ કરીને તેઓના સારા નસીબ અને ફળદાયી અને સમૃદ્ધ વર્ષની શુભેચ્છા પાઠવે છે.

બદલામાં, બાળકોને એક પરબિડીયામાં પૈસાની ભેટ પણ મળે છે. પરબિડીયું કોઈપણ રંગમાં હોઈ શકે છે કારણ કે કોરિયનોને લાલ રંગ નસીબદાર લાગતો નથી.
KOCIS_Korea_NewYear_Celebration_GlobalCenter_02_(12297021125).jpg
Koreans offering sacrifice to ancestors and paying respects to each other during Lunar New Year. Credit: Wikimedia/ Korea.net / Korean Culture and Information Service (Jeon Han) (CC BY 2.0)
Tteokguk (떡국), અથવા ચોખાની કેકના ટુકડાવાળો સૂપ, લ્યૂનર ન્યૂ યર ઉજવણી દરમિયાન ખાવામાં આવતી પરંપરાગત કોરિયન વાનગી છે અને તે આ સમયે કોરિયનો માટે સૌથી વધુ પ્રતિનિધિત્વ ધરાવતી વાનગી માનવામાં આવે છે.

આ સૂપમાં ચોખાની કેકની કાતરી સાથે બનાવવામાં આવે છે. સફેદ, ગોળાકાર ચોખાની કેકના ટુકડા સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનું પ્રતિક છે.
Tteokguk (Rice-cake Soup)
Tteokguk (떡국), or sliced rice cake soup, is a traditional, Korean dish eaten during Lunar New Year celebrations. Credit: Flickr/ Korea.net / Korean Culture and Information Service (Jeon Han) (CC BY-NC-SA 2.0)
ચોખાની કેકના સૂપ ઉપરાંત, કોરિયન લોકો યાકગ્વા (약과) કે જે મધ, ચોખાની વાઇન, તલના તેલ અને આદુના રસ સાથે બનેલા ઘઉં આધારિત મીઠાઈ છે તેમજ ગંગજેઓંગ (강정), ઉપરાંત પરંપરાગત મિઠાઇઓ ચોખાનો લોટ અને મધના ઉપયોગથી બનાવવામાં આવે છે.

અન્ય સંસ્કૃતિઓની જેમ, કોરિયનો પણ નવા વર્ષની પૂર્વસંધ્યાએ પુનઃમિલન રાત્રિભોજન માટે એક કુટુંબ તરીકે ભેગા થાય છે. પરંપરાગત વાનગીઓમાં ઓગોક-બાપ (오곡밥), અથવા "ફાઇવ-ગ્રેઇન રાઇસ", તેમજ ટિઓક (떡), જેનો અર્થ થાય છે કોરિયન રાઇસ કેક અને મંડુ (만두), જે કોરિયન ડમ્પલિંગ છે.

2023 સસલાનું વર્ષ છે કે બિલાડીનું?

વિયેતનામીસ સંસ્કૃતિમાં બાર રાશિઓ અનુસાર, 2023 એ સસલાને બદલે બિલાડીનું વર્ષ છે. લ્યૂનર ન્યૂ યરના પ્રથમ દિવસને Tết Nguyên Đán કહેવામાં આવે છે.

પ્રાચીન દંતકથા એવી છે કે નદી પાર કરવાની સ્પર્ધામાં ભાગ લેવા માટે તમામ પ્રાણીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા જેથી રાશીચક્રને નક્કી કરવામાં આવી શકે. ચાલાક ઉંદરે બિલાડીને છેતરી, તેથી બિલાડી તેઅંતિમ રેખા સુધી પહોંચી શકી નહીં.

જો કે, વિયેતનામીસ દંતકથા થોડી અલગ છે. બિલાડીને છેતરવામાં આવી હતી તમ છતાં પણ તે નદીને પાર કરીને તેનો રસ્તો શોધવામાં સફળ રહી હતી અને સસલાના સ્થાને 12 પ્રાણીઓમાંનું સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું.

પરંતુ આ અંતરનું વાસ્તવિક કારણ કોઇને ખબર નથી, અને ચકાસવામાં પણ નથી આવ્યું. એક માન્યતા એ છે કે જ્યારે ચાઇનીઝ રાશિચક્રના સંકેતો વિયેતનામમાં લાવવામાં આવ્યા હતા, ત્યારે તેનાથી થોડી મૂંઝવણ ઊભી થઈ હતી કારણ કે વિયેતનામમાં "સસલા" શબ્દનો ઉચ્ચાર "બિલાડી" શબ્દ થી ઘણો મળતાવડો હોય છે, તે કારણથી બિલાડીને 12 રાશિચક્રના પ્રાણીઓમાં સ્થાન ધરાવે છે.

બીજી કથા એવી છે કે, વિયેતનામમાં ગરમ હવામાન હતું અને તેને લીધે ઉંદરો ખેડૂતોને ખૂબ પરેશાની થઇ હતી અને બિલાડીઓ ઉંદરોની કુદરતી દુશ્મન હોવાથી, વિયેતનામીસના ખેડૂતો માનતા હતા કે બિલાડીઓ સમૃદ્ધ પાક અને સારું હવામાન લઇને આવશે અને તેથી વિયેતનામ રાશીચક્રમાં સસલાની જગ્યાએ બિલાડીને સ્થાન આપવામાં આવ્યું.

ચાઇનીઝ અને કોરિયનોની જેમ, વિયેતનામના લોકો પણ લ્યૂનર ન્યૂ યરની ઉજવણી દરમિયાન પૂર્વજો માટે બલિની પરંપરા છે, ખાસ કરીને "પાંચ-ફળનો થાળ" (Mâm ngũ quả) વિશેષ છે. તેમાં સામાન્ય રીતે સિતાફળ, અંજીર, નારિયેળ, વડના ફળ અને કેરીનો સમાવેશ થાય છે, જે સમૃદ્ધિ અને અનંત નસીબનું પ્રતિનિધિત્વ કરે છે.
Măm_ngũ_quả_Tết.png
Mâm ngũ quả, the "five-fruit tray". Credit: Wikimedia/ Tran Trong Nhan (Public Domain)
નવા વર્ષની પૂર્વસંધ્યાએ પૂર્વજોની માટે બલિ આપ્યા પછી, ઘરે પાછા ફરવાના માર્ગ પર લીલા પાંદડાવાળી એક શાખા પસંદ કરે છે જે સ્વર્ગ અને પૃથ્વીના દેવતાઓ દ્વારા આપવામાં આવેલા આશીર્વાદનું પ્રતિક છે. જ્યારે તેઓ ઘરે પહોંચે છે, ત્યારે તે શાખાઓ જ્યાં સુધી પાંદડાઓ સુકાઇ ન જાય યત્યાં સુધી ઘરે મંદિરની સામે મૂકવામાં આવશે જ્યાં સુધી પાંદડા સુકાઈ ન જાય. આ ધાર્મિક વિધિને હેયીલોક (Hái lộc) તરીકે ઓળખવામાં આવે છે.

રાત્રે, વિયેતનામીસ પરિવારો પણ રાત્રિ ભોજન માટે ભેગા થાય છે.

નવા વર્ષના પ્રથમ દિવસે બધા પરિવારોના વડિલો,પૃથ્વિ દેવ, રસોઇના દેવતા અને તમામ કલાઓના પિતૃદેવને બલિ અર્પે છે. આ બલિમાં સામાન્ય રીતે ચોખાના ડમ્પલિંગ, શેકેલી માછલી, માંસના ડમ્પલિંગ, શેકેલું માંસ, લીલી ડુંગળીનું અથાણું , બીફ અને અન્ય ખોરાકનો સમાવેશ થાય છે.

બલિ આપ્યા પછી, યુવા પેઢી વડિલોને નમન કરે છે અને તેમના બદલામાં લાલ પરબિડીયામાં તેઓને "લકી મની" આપે છે.

લ્યૂનર ન્યૂ યર માટે એક પરંપરાગત વિયેતનામીસ વાનગી બાન ચૂંગ છે, ચોરસ આકારની ચોખાની કેક કેળાના પાનમાં પાથરી હોય છે, જે સામાન્ય રીતે મગ અને ડુક્કરના માંસની સાથે ખાવામાં આવે છે.
Bánh chưng
Bánh chưng, a traditional rice cake in the Vietnamese culture. Credit: Wikimedia/ Viethavvh (CC BY-SA 3.0)
પ્રથમ લ્યૂનર ન્યૂ યરના પહેલા પંદર દિવસ વિયેનામીસ અને ચાઇનીઝ લોકો ફાનસનો ઉત્સવ મનાવે છે અને પૂનમના દિવસે કાગળના બનેલા ફાનસ પર લખેલા કોયડાઓ ઉકેલે છે.


Share
Published 20 January 2023 1:52pm
By Winmas Yu
Presented by Mirani Mehta
Source: SBS


Share this with family and friends