આપણે માનીએ કે ન માનીએ, મોટાભાગે આપણે રેસિસ્ટ છીએ

જે રીતે વ્યક્તિનું મગજ વિકાસ પામે છે, તે મુજબ વ્યક્તિ પોતાનાથી અલગ દેખાતી વ્યક્તિને સરળતા થી સ્વીકારી શક્તિ નથી. સારી વાતએ છે કે આ પેટર્ન ખુબ જડ નથી.

racism

Source: Getty Images

આપણામાંના મોટા ભાગના લોકો એ વાત થી અજાણ હોય છે કે આપણે રેસિસ્ટ (જાતિવાદી) છીએ. પણ આ એક હકીકત છે.

ઘણા લોકો જેમને 'એક્સપ્લિસિટ'  કે સ્પષ્ટવક્તા કહી શકાય, તેઓ  પોતાના રેસિસ્ટ લોકો પોતાના વિચારો ખુલ્લી રીતે વ્યક્ત કરે છે.  જયારે અન્ય 'ઈમ્પલીસીટ' લોકો પોતાના પૂર્વગ્રહ થી અજાણ હોય છે.

એક અભ્યાસ મુજબ 75 ટાકા સ્વેત અને એશિયન સમુદાયના લોકોમાં અસ્વેત લોકો ની સરખામણી એ સ્વેત લોકોની  તરફદારીનો પૂર્વગ્રહ હોય છે.

નીચેના વીડિયોની મદદથી 'ઈમ્પલીસીટ' પૂર્વગ્રહ અંગે જાણી શકાય છે.




આ વીડિયોમાં દરેક ચહેરાના હાવભાવ સાથે ગુસ્સાનો ભાવ દર્શાવ્યો છે, તે જોતા દર્શકને એવું લાગે કે દરેક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક તો ગુસ્સે થાય જ છે. આ  બાબત જણાવે છે કે દર્શકને 'ઈમ્પલીસીટ'  પૂર્વગ્રહ છે. પરંતુ આ પ્રકારના પૂર્વગ્રહ જડ નથી હોતા. વ્યક્તિ પરિસ્થિતિ મુજબ પ્રતિસાદ આપે છે.

પણ શા માટે પૂર્વગ્રહો હોય છે?

આપણું મસ્તિસ્ક જટિલ પ્રક્રિયાથી વિકસિત થાય છે અને આ પ્રક્રિયાને સમજવા માટે સૌથી સરળ રસ્તો છે પેટર્ન્સને જાણવી. સામેની વ્યક્તિ સંભવિત ખતરા સમાન લાગે ત્યારે વ્યક્તિને પ્રશ્ન થાય છે કે શું આ મારા જેવું દેખાય છે? શું તે મારા સમુદાયનું છે?  

જો આ પ્રશ્નો જવાબ ના માં આવે તો આપણી સહાનુભૂતિ ઘટી જાય છે.

એક અભ્યાસ મુજબ જાણવા મળ્યું છે કે વ્યક્તિને પોતાના સમૂહની લગતી વ્યક્તિને દુઃખ થાય તો તેનો પ્રતિસાદ વધુ સખ્ત હોય છે.

જયારે રેસિસ્ટ (જાતિવાદી) લોકો થી થયેલ નુકસાન અંગે વિચારીએ ત્યારે પોતાના વિચાર કે પેર્ટનને બદલવાની બાબાદ ક્ષુલ્લ્ક લાગે છે.

આથી વિપરીત 'જાતીય સહાનુભૂતિનું અંતર' વ્યક્તિને નિર્ણય લેવામાં મદદ કરે છે જે સામાજિક વર્તન પર અસર કરે છે.  આ એક કારણ છે કે ઇન્ડિજીનીયસ લોકોને બિનઇન્ડિજીનીયસ લોકો કરતા  લાંબી સજા મળે છે.

આથીજ આ અંગે અભિયાન ચલાવનાર લોકો સારવાર ક્ષેત્રે કાર્યરત લોકોને અજાગૃત પૂર્વગ્રહો અંગે જાવવાં ઈચ્છે છે જેથી સારવાર ક્ષેત્રે ગુણવત્તામાં કોઈ કમી ન આવે.

કોઈ અલગ લગતી વ્યતિને જોઈને મસ્તિસ્કનો એમીગ્ડાલા સક્રિય થાય છે, જે જાગૃત મન કોઈ નિર્ણય લે કે વિચારે તે પહેલા વ્યક્તિને પૂર્વગ્રહિત કરે છે.  આ જ એમીગ્ડાલા તમામ નકારાત્મક સ્ટીરીયોટાઇપ અને ઘટનાઓને યાદ રાખે છે.

સંશોધનકારોનું કહેવું છે કે આપણે આપણા અજાગૃત - અજાણ પૂર્વગ્રહોને બદલી શકીએ છીએ. આ માટે ફક્ત અલગ દ્રષ્ટિકોણ અપનાવવાની આદત કેળવવાની જરૂર છે.

આપણે આપણા આવેગો પર નિયંત્રણ કરી શકીએ છીએ જો આપણને તેના વિષે જાણકારી હોય.

 


Share
Published 6 February 2017 12:56pm
Updated 12 August 2022 3:58pm
By Harita Mehta, Chloe Warren


Share this with family and friends