વધારાની તપાસની જરૂરિયાતને પગલે મૌલિનનો પાર્થિવદેહ ભારત મોકલવામાં વિલંબ

ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીય સમુદાયે મૌલિનના પાર્થિવ શરીરને ભારત મોકલવા માટે ફંડ ઉઘરાવવાનું અભિયાન શરૂ કર્યું પરંતુ ઓસ્ટ્રેલિયન એજન્સી તેના રહસ્યમય મૃત્યું અંગેની વધારાની કાયદાકિય પ્રક્રિયા કરી રહી હોવાથી તેમાં વિલંબ થઇ રહ્યો છે.

Maulin Rathod

Maulin Rathod. Source: SBS Gujarati

મેલબોર્નમાં ભારતીય વિદ્યાર્થી મૌલિનના મૃત્યું બાદ તેનું પાર્થિવ શરીર તેના પરિવારને સોંપવા માટે ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીયો પ્રયત્ન કરી રહ્યા છે અને તે માટે  ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયો દ્વારા ફંડ ઉઘરાવવાની શરૂઆત કરવામાં આવી છે. મૌલિનનો પરિવાર તેના પાર્થિવ શરીરની રાહ જોઇ રહ્યો છે પરંતુ કેટલીક કાયદાકિય પ્રક્રિયાના કારણે તેનું પાર્થિવ શરીર ભારત મોકલવામાં વિલંબ થઇ રહ્યો છે.
Maulin's photograph with parents at the Ahmedabad airport before flying to Australia.
Maulin's photograph with his parents at the Ahmedabad airport before flying to Australia. Source: SBS Gujarati
ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીય સમાજે ફંડ ઉઘરાવવાનું એક અભિયાન શરૂ કર્યું છે અને વિવિધ ફેસબુક પેજ પર લોકોને મૌલિનનું પાર્થિવ શરીર ભારત પહોંચી જાય તે માટે તેમાં ફાળો આપવા વિનંતી કરી છે.

બીજી તરફ અમદાવાદમાં મૌલિનનો પરિવાર તેના શરીરની રાહ જોઇ રહ્યો છે. મૌલિનની પિતરાઇ બહેન પ્રિયંકાએ SBS Gujarati સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "અત્યારે અમારી પ્રાથમિકતા મૌલિનની બોડી અમારી પાસે આવી જાય તે છે. તે માટે મે ભારતીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને પણ ટ્વિટ કરીને તેમની મદદ માંગતા તેમણે મૌલિનનું પાર્થિવ શરીર ભારત આવી જાય તે માટે બનતી તમામ મદદ કરવાની ખાતરી આપી છે."
પ્રિયંકાએ ત્યાર બાદ કરેલી એક અન્ય ટ્વિટમાં તેણે મંત્રી સુષ્મા સ્વરાજને મૌલિનની બોડીને ભારત લાવવા અંગે થઇ રહેલો ખર્ચ માફ કરવાની વિનંતી કરી હતી જેના જવાબમાં મંત્રી સુષ્મા સ્વરાજે પરિવારને કોઇ પણ પ્રકારની ચિંતા ન કરવા અંગે વળતો જવાબ આપ્યો હતો.
"આ ઉપરાંત અમે ઓસ્ટ્રેલિયામાં પણ સતત ભારતીય સમાજના સંપર્કમાં છીએ અને તેઓ અમને વિવિધ ગતિવિધીઓ અંગેની માહિતી પહોંચાડી રહ્યા છે," તેમ પ્રિયંકાએ જણાવ્યું હતું. 

મળતી માહિતી મૂજબ મૌલિન તાજેતરમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન ભારત ગયો હતો અને તે ફરીથી નવેમ્બર મહિનામાં તેનો અભ્યાસ પૂરો થાય ત્યારે ભારત જવાનો હતો.

બીજી તરફ મેલ્બોર્ન સ્થિત ભારતીય કોન્સ્યુલેટે એક પ્રેસ નોટ જાહેર કરીને તેઓ ઓસ્ટ્રેલિયા તથા ભારત ખાતે મૌલિનના મિત્રો અને પરિવારજનો સાથે સતત સંપર્કમાં હોવાનું જણાવ્યું હતું. જોકે મૌલિનનું મૃત્યું રહસ્યમય સંજોગોમાં થયું હોવાથી તેની પાછળ રહેલી કેટલીક કાયદાકિય પ્રક્રિયાના કારણે તેનું પાર્થિવ શરીર ભારત મોકલવામાં વિલંબ થઇ રહ્યો હોવાનું કોન્સ્યુલેટે ઉમેર્યું હતું.
Press Release from Indian Consulate Melbourne
Press Release from Indian Consulate Melbourne Source: Indian Consulate Melbourne

Share
Published 27 July 2018 5:56pm
Updated 4 December 2018 2:30pm
By Vatsal Patel


Share this with family and friends